Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika Author(s): Somchandravijay Gani Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh View full book textPage 7
________________ હેમચંદ્રાચાર્ય વિરચિત “શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન”ના આઠમા અધ્યાય પ્રાકૃત વ્યાકરણને અનુસાર જ તૈયા૨ ક૨ેલ છે. તેથી તે વ્યાકરણની સાથે - પાઠમાળાનો તુલનાત્મક અભ્યાસ કોઇક વિદ્વાનોને ક૨વો હોય તે દૃષ્ટિએ વિશિષ્ટ નિયમો અને ટિપ્પણીના દરેક નિયમોની સાથે જ આઠમા અધ્યાયના સૂત્રોના પાદ અને ક્રમાંક આપવામાં આવેલ છે. (૫) દ૨ેક પાઠના નિયમો પૂરા થયા બાદ “ પાઠમાળા”માં જે પ્રાકૃતવાકયો છે, તેનું સંસ્કૃત તથા ગુજરાતી અને ગુજરાતી વાકયોનું પ્રાકૃત તથા સંસ્કૃત ક૨ીને મૂકવામાં આવેલ છે. જેથી પ્રાકૃત ઉપ૨થી સંસ્કૃત-ગુજરાતી અને ગુજરાતીમાંથી પ્રાકૃત-સંસ્કૃત ક૨વાનું જ્ઞાન મેળવી શકે. પ્રાકૃત વાકયોમાં જ્યાં જ્યાં ગાથાઓ આવે છે; ત્યાં અન્વયની સ૨ળતા રહે તે દૃષ્ટિએ અન્વયાનુસા૨ આંક આપવામાં આવેલ છે અને તે ગાથાઓની સંસ્કૃત છાયા પણ અન્વયાનુસા૨ જ ક૨વામાં આવી છે. જેથી વિદ્યાર્થીને સુગમતા રહે. (૬) ૨૩મા પાઠમાં સમાસ આપવામાં આવેલ છે. તેથી ૨૩માં પાઠથી જેટલા પણ પ્રાકૃત કે ગુજરાતી વાકયો આવે છે, તેમાં જ્યાં જ્યાં સામાસિક પદો આવે છે, તે તે પદોને સમાસના વિગ્રહની રીતે છૂટાં પાડીને જે સમાસો ઘટે છે, તે તે સમાસોની સૂચના પણ કરેલ છે. (9) “પાઠમાળા”માં પાછળ પરિશિષ્ટમાં જે ‘ગદ્ય-પદ્યમાલા’ આપવામાં આવી છે. તેમાં જે જે ગાથાઓ આવે છે. તે બધી પણ અન્વયાનુસા૨ી આંક અને સંસ્કૃત છાયા-ગુજરાતી સાથે તેમજ ગદ્ય લખાણ સંસ્કૃત છાયા અને ગુજરાતી અર્થ સાથે આપવામાં આવેલ છે. પ્રાકૃત ધાતુઓ તેમજ પ્રાકૃત શબ્દોના પ્રયોગો પાઠમાળામાં થયા છે. તેનો યથાશકય સંગ્રહ કરી એકી સાથે પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. (૮) જે (૯) “પાઠમાળા”ના ૨૫ પાઠોમાં અને ગદ્ય- પદ્યમાલામાં જેટલી ગાથાઓ આવી છે. તેમાંથી કોઇપણ ગાથા જોવી હોય તો તરત મળવી સુગમ પડે તે દૃષ્ટિએ તે ગાથાઓનો અકારાદિક્રમ પણ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 496