Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika Author(s): Somchandravijay Gani Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh View full book textPage 6
________________ - પ. તેથી જીજ્ઞાસુ જીવોને ત્યાંથી અવશ્ય વાંચી લેવા નમ્ર વિનંતિ. અહીં તો આ માર્ગદર્શિકા અંગે કંઈક વિચારીશું. જ્યારે ચતુર્થ આવૃત્તિનું સંપાદન કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક વિદ્વાન મુનિઓનાં તેમજ શિક્ષકોના પોતપોતાના અનુભવના આધારે જે કંઈ વિશિષ્ટ સૂચનો આવ્યા, તે સર્વનો બનતા પ્રયત્ન તેમાં સમાવેશ કરવામાં આવ્યો અને મુખ્યતયા પ્રાકત લખાણ સિવાયનું બધું જ લખાણ જે બાલબોધ લીપીમાં પ્રથમની ત્રણ આવૃત્તિમાં હતું તે ગુજરાતી લીપીમાં લેવામાં આવ્યું. જેથી અધ્યયનમાં સરળ પડે. જો કે ત્યારે જ કેટલાકની સલાહ તો હતી જ કે પાઠમાલાની સાથોસાથ માર્ગદર્શિકા પણ પ્રકાશિત થઈ જાય તો સારું પરંતુ તે વખતે એવો કંઇ યોગ ન આવતા, તે અધૂરું રહેલા કાર્ય હવે પૂર્ણ થઇ રહ્યું છે. માર્ગદર્શિકાની વિશેષતાઃ (૧) આ “માર્ગદર્શિકા” – “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા”ના આધારે તૈયાર કરવામાં આવી હોવાથી, પાઠમાળામાં પાઠોનો જે ક્રમ વગેરે છે તેમાં તેમજ પાઠમાળામાં જે જે પાઠોમાં જે જે વિષયો આપેલ છે તેમાં, કંઈ પણ ફેરફાર કરેલ નથી. “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા”ની મૂળ કોપી કદાચ પોતાની પાસે ન હોય અને છતાંય તેનો અભ્યાસ આ “માર્ગદર્શિકા”ના આધારે કરવો હોય, તે દૃષ્ટિએ પાઠમાળાના દરેક પાઠોમાં જે જે નિયમો આપેલા છે, તે બધા જ નિયમો, જે જે રૂપો સ્વરાંત કે વ્યંજનાંત શબ્દોનાંઆપેલા છે, તે બધા જ રૂપો, ધાતુના પણ પ્રાકૃતમાં વપરાતાં દરેક કાળનાં રૂપો, પ્રે૨કના રૂપો, કૃદંતો, સમાસ યાવતુ સંખ્યાદર્શક શબ્દોની સમજ આદિ પાઠમાળાના એક એક પાઠમાં આવતી સઘળી હકીકતો પાઠની શરૂઆતમાં લેવામાં આવી છે. “પાઠમાળામાં ટિપ્પણીમાં સ્વરસંધિ, વ્યંજનસંધિના કે બીજા જે જે નિયમો આવે છે, તે બધા જ નિયમો પણ જ્યાં જ્યાં તે નિયમો લાગતા હોય તેવા વાકયોની સાથે જ ક્રમાંક આપીને તે પાઠની ટિપ્પણીમાં લેવામાં આવેલ છે. જેથી પાઠમાળાના મૂળપાઠોની સાથે વિશિષ્ટ નિયમો અને ટિપ્પણીના નિયમોનું સાતત્ય જળવાયેલું રહે. (૪) “પાઠમાળા”ના દરેક નિયમો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 496