Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh

View full book text
Previous | Next

Page 5
________________ ન્યાય, વ્યાકરણ, સાહિત્યના વિપુલ ખેડાણને કારણે સંસ્કૃત ભાષાનો વિકાસ તો ખૂબ ખૂબ થયો છે અને થઈ રહ્યો છે. પરંતુ પ્રભુ શ્રી વીરના મુખારવિંદમાંથી નીકળેલી અમૃત સરખી અર્ધમાગધી (પ્રાકત) ભાષા તો જેનોની “માતૃભાષા” જેવીગણાય. છતાંય તેના વિકાસ માટે લોકો સતર્ક કેમ નહિ? તેની ઉપેક્ષા શા માટે રાખી રહ્યા છે? તેથી જ તેઓશ્રીએ પ્રાકૃત ભાષાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી પ્રાકૃતભાષાને આત્મસાતુ. બનાવી દીધી અને પછી.... પ્રાકૃતભાષાના રસિક બાળજીવો ભાષાનું જ્ઞાન સરળતાથી સારી રીતે મેળવી શકે તે માટે “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા”ની રચના કરી. વિ.સં. ૧૯૯૯માં તે પાઠમાળાની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ અને પ્રાકૃત ભાષાના પ્રચાર અને પ્રસારના રસિક વિદ્વાનો તથા અભ્યાસીઓને તેની એટલી ઉપયોગિતા જણાઇ તેથી વિ.સં. ૨૦૦૪માં જ તેની બીજી આવૃત્તિ છપાવવાની જરૂરિયાત ઊભી થઇ અને વિ.સં. ૨૦૧૪માં તો ફરી પાછી ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી. પૂજ્ય દાદા ગુરુદેવશ્રીએ પણ તે તે આવૃત્તિના પ્રકાશન સમય દરમ્યાન પોતાના પ્રાકૃત ભાષાના બહોળા અનુભવના આધારે અભ્યાસીઓને અભ્યાસમાં સરળતા રહે તે દૃષ્ટિએ જ્યાં જ્યાં જે જે પણ વિશિષ્ટ સુધારા વધારાની જરૂરિયાત ઊભી થઈ અને યોગ્ય સ્થળેથી જે કંઈ વિવિધ સુચનો આવ્યા તે બધાનો સમાવેશ નવી નવી આવૃત્તિમાં કરતા રહ્યા. તેથી જેમ જેમ નવી આવૃત્તિ થતી રહી તેમ તેમ તેની ઉપાદેયતા - ગ્રાહ્યતા વધતી ગઇ. આજે એમ કહી શકાય કે પ્રત્યેક પ્રાકૃતભાષાના અભ્યાસીઓ ભાષાકીય બોધ મેળવવા માટે બીજા પુસ્તકોની અપેક્ષાએ-“પ્રાકત-વિજ્ઞાન પાઠમાળા” ને પોતાના અભ્યાસના આદર્શ તરીકે સ્વીકારી રહ્યા છે. જૈન સાહિત્યની દૃષ્ટિએ પ્રાકૃત ભાષાની ઉપયોગિતા તેમજ વિશિષ્ટતા અંગે સઘળી હકીકતો પૂજ્યપાદૂ દાદાગુરુદેવશ્રીએ સ્વયં તેમજ અન્ય વિવેચકો - શ્રુતસ્થવિર, દર્શનપ્રભાવક પ્રવર્તક પૂજ્યપાદ્ મુનિપ્રવર શ્રી જંબૂવિજયજી મહારાજ, પ્રો. કે. વી. અભ્યકર, પ્રો. હરાલાલ ૨. કાપડિયા, પં. શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધી વગેરે વિવેચકોએ પોતાની આગવી શૈલીથી વર્ણવી છે, તે “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા”ની ચતુર્થ આવૃત્તિ (પ્રકાશનવિ. સં. ૨૦૪૪)માં જણાવી જ છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 496