________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
અર્થ :— આવા શાતા અશાતામય જીવનકાળમાં એક માત્ર સુખી સાચા સંત પુરુષો છે કે જે જીવિત એટલે જીવવાની કે ધનની આશાને તજી ભવસાગરને તરી જાય છે. કર્મના ફળમાં આવેલ ભારે કર્યો એટલે ઉપસર્ગો, પરિબળો વગેરેને તે શરીરથી સહન કરે છે. તથા જેમના પવિત્ર હૃદયમાં સદા સત્પુરુષો દ્વારા આપેલ બોઘની ધારા નીતરતી રહે છે, જે સંતપુરુષોની સ્મૃતિ માત્રથી સર્વ દુઃખના કારણે ગળી જાય છે એવા સંતપુરુષોની હું સદા સેવા ચાહું છું. તથા તેવા સંતપુરુષોના ચરણ સમીપમાં વસવાની સદા કામના હૃદયમાં ઘારી રાખું છું કે જેથી શીઘ્ર મારા આ સંસારનો અંત આવે. ।।૮।।
ઘણા શિષ્યો ટોળે કરી ભજન ગાતો ભગતમાં, બની સાધુ સૂરિ જગગુરુ ગણાયો જગતમાં; ઘણાં શાસ્ત્રો શીખ્યો, પરભવ વિષે જ્ઞાન ન થયું, ગણી ‘હું ને મારું’ ભ્રમણ ભવમાં પુષ્કળ થયું. હ
અર્થ :ઘણા શિષ્યોના ટોળા કરી ભગત બની અનેક ભવોમાં ભજન કર્યાં તથા સાધુ કે સૂરિ એટલે આચાર્ય બની અથવા મોટો મહંત બનીને જગતમાં જગદ્ગુરુ તરીકે પંકાયો, પરભવમાં ઘણા શાસ્ત્રો શીખ્યો છતાં શાન ન થયું. કેમકે પરપદાર્થમાં રહેલ હું અને મારાપણાનો ભાવ હજું સુધી મારા હૃદયમાંથી વિલય ન પામ્યો. તેના ફળસ્વરૂપ ચાર ગતિરૂપ સંસારમાં મારું પુષ્કળ ભ્રમણ થયું અને હજું પણ તે ચાલુ છે. કેમકે સાચા ભાવે ભગવંતને ઓળખી તેમની આજ્ઞાને હૃદયમાં અવધારી નથી, તો હે પ્રભુ! મારો કેવી રીતે ઉદ્ધાર થાય. ।।૯।।
‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથમાં પત્રાંક ૧૬૬માં ઉપરોક્ત ભાવ નીચે પ્રમાણે :
“અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.'' (વ.પૃ.૨૪)
નહીં સાચે સાચા કદી મળી ગયા સંત સુગુરુ, નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પૂરું; નહીં શ્રદ્ધા સાચી કરી લીઘી કદી કોઈ ભવમાં, નહીં. તેથી ભ્રાંતિ ટળી હજી, ભર્યું આમ ભવમાં, ૧૦
અર્થ :– અનંતકાળના પરિભ્રમણમાં કદી સાચા સંત કે સદ્ગુરુ ભગવંતનો મને યોગ મળ્યો નથી. જો મળ્યો હોય તો તેમના ઉપદેશનું સાચા ભાવે મેં પૂરેપૂરુ શ્રવણ કર્યું નથી. તેને સત્ જાણી પૂર્વ ભવોમાં સાચી શ્રદ્ધા કરી નથી. તેના કારણે હજી મારી આત્મસ્રાંતિ ટળી નહીં; અર્થાત્ દેહને જ આત્મા માની આ ચારગતિરૂપ સંસારમાં હું ભમ્યા કરું છું.
'શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૧૬૬માંનો ભાવ ઉપરોક્ત કડીમાં વડ્યો છે, તે નીચે પ્રમાણે ઃ
‘‘માત્ર ‘સત્’ મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી, અને ‘સત્' શ્રવ્યું નથી, અને એ મળ્યું, એ સુલ્યે અને એ શ્રવ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (પૃ.૨૪૬) ||૧૦||
હવે તો હે ! સ્વામી, તવ ચરણની ભેટ થઈ તો, સુણાવો સોઘો, ભવત૨ણ શ્રદ્ધા પ્રગટો; ‘છૂટું, છૂટું ક્યારે ?’ સ્વગત ભણકારા જગવજો, વિસારું શા સારું? સમરણ તમારું સતત હો! ૧૧