________________
૨૩૮ પણ પરણે નારી હરખે છે કે, બાંધવ પૂરૂં કરશે જે બહુ બળીયા નામ ધરાવો છે કે, બલને આપ લજાવો જે. ૫. તું કાંઈ દીયરીયા જાણે છે કે, સાંભળે નારી ટાણે જે; એમ સખીઓ મલી સમજાવે છે કે, રૂષભ કવીશ્વર ગાવે છે. ૬,
ઢાળ ચેથી.
રાગ-મનમંદિર આરે. સત્યભામા ભાખે, કે માનીએ વાતલડી; દીયર એક પરણેરે, કે માનની પાતલડી. કુણ નારી ના વરીયારે, કે સાંભળ સામળીયા સઘલા અબલાને રે, કે સબલા વશ પડીયા. જેણે નીપાઈરે, કે આદીશ્વર રાયા; તે પણ પરણ્યા છે, કે લાલ શિવાના જાયા. પછી સંજમ લીને કે, જઈ સિદ્ધમાં વસીયા, તું કેણ ને જાગ્યોરે, કે સિદ્ધ તણે રસી. કુણ કણ દલવાને રે, કે જલ ભરવા જાશે; દિયર મત રહેજો રે, કે ભોજાઈના વિશ્વાસે. પરણ્યા વિણ કહો કુણરે, કે પોતાની પાવે; નિજ નારી વિના કુણ રે, કે સર્વ વાગે નવરાવે. અલબેલા સાહેબ રે, કે શું રહ્યા હઠ તાણું, એક પાણી પર રે, કે ઇષભ તણું વાણું.