________________
૩ આમિનિશિક મિથ્યાત્વ, તે કેવું છે ? ખોટું જાણે પણ છોડે નહિ. વીતરાગને મારગ સાચો જાણે પણ આદરે નહિ. કેની પેઠે? જેઓ પાર્શ્વનાથજીના ચારિત્ર થકી ભ્રષ્ટ થઈને ગોસાળા પાસે રહ્યા તેની પેઠે.
૪ સંશયિક મિથ્યાત્વ, જે વીતરાગના વચનમાં સમયે સમયે સંશય પડે, જેમ કે એ વચન સાચું છે કે જાણ્યું છે અથવા એ વાત આમ હશે કે નહિ હેય એમ ડામા ડાળ મન રહે,
૫ અનાભોગ મિથ્યાત્વ કહેતાં અજાણપણું જેથી ધર્મની કશી ખબર છે નહિ. તે સર્વથી અજાણ નબળે છે. ચા વાતે જે જાણે અજાણના ભાગા આઠ છે. એ આઠ ભાંગાને વિરતાર ઘણે છે. તે ગ્રંથ ગૌરવ થાય માટે લખ્યો નથી. તથા દશ ભેદ મિથ્યાત્વના કહ્યા છે તે શ્રી ઠાણુંગાજીમાં છે તે રીતે જાણજે. એવી રીતે મિથ્યાત્વને ભજો જીવ અનતિ કાળ પરિભ્રમણ કરે. માટે મિથ્યાત્વનો ત્યાગ કરી, દેવ ગુરૂ ધર્મને ઓળખી, સમકિત સહિત ધર્મ કરણી કરે તે લેખામાં આવે, અને સમકિત વિના સર્વ ધર્મ કરણી છાર પર લીંપણ જેવી કોઈ કામ આવે નહીં. કહ્યું છે કે “પ્રથમ જાણ પછી કરે કિરિઆ, એ પરમાર્થ ગુણકા હરિયા,” માટે દેવ ગુરૂ ધર્મને પીછાની સમકિત સહિત ધર્મ કૃત્ય કરવા.