Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ (૧૯૯૧માં દેશની કુલ વસ્તી ૮૩.૮૬ કરોડની હતી.) એટલે દેશમાં જેનો ધાર્મિક લઘુમતી જ છે, જે સત્ય હકીકત સરકારે તથા જૈનોએ સ્વીકારવી જ રહી. પ્રબુદ્ધ જીવન ભારતના બંધારણની ૧૩ થી ૩૦ સુધીની કલમો ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારી-ફંડામેંટલ રાઈટ્સ અંગે છે. આમાં સર્વ નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર સરખી તકો તથા સરખું સંરક્ષણ આપવાની છે. દરેક ધર્મના લોકોને ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ સ્થાપવાની, તેનો વહીવટ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે બંધારણમાં ખાસ અધિકારો આપવામાં આવેલ છે. ભારતના બંધારામાં મૂળભૂત અધિકારો (|Fundamental Rights)માં (આર્ટિકલ) અનુચ્છેદ, ૨૯ તથા ૩૦ માયોરિટી અંગે છે. જે મુજબ માયનોરિટીની માન્યતા મેળવેલ ધર્મને નીચે મુજબના સંરક્ષણ તથા લાભ મળે છે. (૧) તે ધર્મના સિદ્ધાંતો મુજબ આચરણ ક૨વા, તેમના ધર્મ-સ્થાનકોનો તેમના નીતિ-નિયર્મા મુજબ વહીવટ કરવાનો અધિકાર આપેલ છે. (૨) રાષ્ટ્રીય હિતના મામલા સિવાય તેમના આ અધિકારમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ જાતનો હસ્તક્ષેપ કરી શકતી નથી કે વહીવટ લઈ શકતી નથી. દા. ત. સમ્મેતશિખરજી માટે જ્યારે ૧૯૯૪માં વટહુકમ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને દિગંબરોએ એ વખતના પ્રધાનમંત્રી શ્રી નરસિંહરાવ ઉપર ખૂબ દબાણ કરેલું ત્યારે તે વખતના ગૃહપ્રધાન, હાલના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી અશોક ચવ્હાણના મરહુમ પિતાશ્રી, શ્રી શંકરરાવ ચવ્હાણે એમ લખીને મોકલ્યું કે આ લઘુમતી કોમની ધાર્મિક સંસ્થા છે એટલે સ૨કારે વચ્ચે આવવું જોઈએ નહીં. ન્યાયાલય જે નક્કી કરે તે મુજબ વર્તવું જોઈએ. આ કારણથી વટહુકમને અમલમાં મૂકવામાં આવ્યો ન હતો. આ રીતે લઘુમતીની માન્યતાથી બહુમતી સંપ્રદાય તરીકે ગણાવાથી થતાં નુકશાનોથી સંરક્ષણ મળી શકે છે. (૩) આ ઉપરાંત દરેક લઘુમતી ધર્મોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો તથા તેનું સંચાલન કરવાનો સંપૂર્ણ અધિકાર આપેલ છે. આ સંસ્થાઓમાં સીટોના ૫૦% સુધીની સંખ્યામાં પોતાના ધર્મના અનુયાયીઓને એડમિશન આપી શકે છે. આમાં સરકાર કશી જ દખલ કરી શકતી નથી. આજ અધિકાર દરેક રાજ્યમાં ભાષાકીય લઘુમતીને પણ મળે છે. (૪) માયનોરિટીના ધર્મસ્થાનો, સંસ્થાઓ તથા અનુયાયીઓના જાનમાલના રક્ષાની વિશેષ જવાબદારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની બને છે. ઉપરોક્ત અધિકારોની વિરુદ્ધનો અગર તો તેમાં હસ્તક્ષેપ કરતો કોઈપણ કાયદો કેન્દ્ર કે રાજ્ય સરકારો ઘડે તો તે વોઈડ (Void) ૧૩ તેમજ અલ્ટ્રા-વાયરલ ગણાય છે. કાનૂની પગલા લઈને તેવા કાયદાને કેન્સલ તેમજ બિન-બંધનકર્તા બનાવી શકાય છે. આ ઉપરાંત અલ્પ સંખ્યકોના કલ્યાણ માટે નક્કી કરેલ વડાપ્રધાનના ૧૫ મુદ્દાના કાર્યક્રમો અંતર્ગત શિક્ષણ માટે એક ખૂબ જ મહત્ત્વની ઉપયોગી સોફ્ટ લોન (હળવા વ્યાજની લોન)ની યોજના છે. જે આજે વધતી જતી મોંઘવારી તથા ઉચ્ચ શિક્ષણના આસમાનને અડતા ફીના ધોરણોમાં અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. આ યોજના અંતર્ગત, ૧૬ થી ૩૨ વર્ષના અલ્પસંખ્યક સમાજના યુવક-યુવતીને અભ્યાસ પૂર્ણ કરવા, અભ્યાસક્રમના પૂર્ણ કાળ માટે વર્ષે ૩ ટકાના વ્યાજના દરે, રૂપિયા અઢી લાખ જેટલી લોન ઉપલબ્ધ કરવામાં આવશે. આ લોન ગુણવત્તાના ધોરણે અપાશે. લોનની ચુકવણી અભ્યાસ પૂરો થાય તે પછી છ મહિના પછી અથવા નોકરીએ લાગે તે પૈકી જે પહેલા નક્કી થાય ત્યારથી ૩ (ત્રણ) વર્ષમાં લોન પરત કરવાની રહેશે. લઘુમતીની તરફેણ કે વિરોધ કરનારા મોટા ભાગના જૈન આગેવાનો, સાધુ-ભગવંતો તથા લોકોમાં એક ખોટી ગેરસમજ પ્રવર્તે છે કે લઘુમતીમાં જવાથી સરકારી નોકરીઓ તથા શાળાકૉલેજોના એડમિશનમાં ક્વોટાનો લાભ મળે છે. આ લાભ ફક્ત બંધારણ મુજબ માન્યતા પામેલ પછાત વર્ગ, પછાત જનજાતિ, અનૂસુચિત જાતિ તથા અનૂસુચિત જન-જાતિ (B.C., OBC, ST and SC) ને જ મળે છે. કોઈપણ લઘુમતી આ લાભ મેળવવાને હકદાર નથી. અગાઉ આપેલ વિગતો મુજબ-જૈનોની સંખ્યા સમસ્ત દેશમાં તેમજ કોઈપણ રાજ્યમાં ફક્ત એક ટકા જેટલી જ હોઈને જેનો લઘુમતી છે જેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. સૂર્ય સામે આંખો બંધ કરવાથી ધરતી પર અંધકાર છવાઈ જતો નથી, માટે જેનો લઘુમતી છે—તે સત્ય હકીકત છે, જેનો સ્વીકાર સહુએ કરવો જ રહ્યો. કોર્ટોના ચુકાદા, બંધારણ તથા કાયદા મુજબ લઘુમતી એ સંખ્યા આધારિત હોઈને જૈનો માટે લઘુમતીમાં જવું કે ન જવું તે પસંદ કરવાનો કોઈ પર્યાય (Choice) નથી. આ નિર્ણય કેન્દ્ર સરકારે કરવાનો હોઈ ને પણ આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જો જેનો લઘુમતી હતા અને છે, તો પછી માયનોરિટીની માન્યતા મેળવવાનો પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો ? અંગ્રેજોના સમયથી મૂળ છ ધર્મના અનુયાયીઓને લઘુમતી ગણાતા આવ્યા છે. જેમાં (૧) બૌદ્ધ, (૨) શીખ, (૩) જૈન, (૪) ઈસાઈ, (૫) પારસી તથા (૬) મુસ્લિમ. સ્વતંત્રતા પછી પણ ભારતીય બંધારણે આ છ ધર્મના અનુયાયીઓને લઘુમતી ગોલા તથા બંધારણમાં લઘુમતીને આપવામાં આવેલા દરેક રમો તેઓ ભોગવતા હતા. ૧૯૫૦ થી ૧૯૯૨ સુધી જૈન લઘુમતી અંગે કોઈ જ પ્રશ્ન ઉભો થયો ન હતો. પરંતુ ૧૯૯૨માં ભારત સરકારે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28