________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
રમત અને તોફાનમાં આનંદભેર પસાર થતું હતું. એ સમય એવો હતો કે સ્વપ્ના પણ જાણે સોનાના આવે. એને સ્વપ્નમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને આકાશમાં અહીંતહીં ઊડતી પરીઓ દેખાતી હતી. સોનાના પર્વતો, રૂપેરી પંખીઓ અને દૂધની મોટી મોટી નદીઓ સ્વપ્નમાં આવતી હતી. મામાના ઘરનું સુખ ભીખો સ્વપ્નસૃષ્ટિમાં પણ અનુભવવા લાગ્યો.
મામાના ઘરમાં સાહ્યબી બધી હતી, માત્ર દુઃખ એ વાતનું હતું. કે કુળને ઉજાળે એવો દીપક નહોતો. આજથી શતાબ્દી પૂર્વેના સમયમાં સંતાન ન હોય એના જેવો બીજો મોટો શાપ નહોતો. નિઃસંતાન નારીને સતત મહેણાં-ટોણાં સાંભળવા પડતાં. એ હીન કે ઉપક્ષિત હોય એમ એના પ્રત્યે તિરસ્કારયુક્ત નજરે જોવાતું અને અપમાનજનક વર્તન કરાતું. એને વાંઝિયાપણા માટે કટુ વેણ
સાંભળવા પડતાં. સંતાનપ્રાપ્તિ માટે કેટલીય બાધા-માનતાઓ રાખવામાં આવતી. ભૂવાઓ આવીને ધુણાવતા હતા. એ સમયે એમ કહેવાતું કે વાંઝિયાના ઘરનું ચણ્ય ચલકાં પણ ન ચણે.
સંતાનપ્રાપ્તિ એ જ સ્ત્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય. નિઃસંતાન સ્ત્રીને માટે જીવવું ઝેર સમું બની જતું. મામાને લગ્ન કર્યા ઘો સમય વીતી ગયો, પરંતુ મામીને કોઈ સંતાન થયું નહીં. મોટા મોટા વૈદ્યરાજો પાસે કેટલાંય ઔષધ લીધાં, દોરા-ધાગા કરાવ્યા. ક્યાંક કોઈ નાનકડી આશા બતાવે એટલે દોડી જાય; પરંતુ સંતાન ન થયું તે ન જ થયું.
પ્રબુદ્ધ જીવન
ભલાભોળા મામી પર એક સ્ત્રીને ભારે દાઝ હતી. એ દાઝ દ્વેષમાં પરિણમી અને દ્વેષ એટલો બધો વકરી ગયો કે એ સ્ત્રીએ ભોળી મામીને ભરમાવીને એનું કાસળ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. સંતાનભૂખી મામીને એણે ઠાવકું મોં રાખીને સંતાનપ્રાપ્તિનો સિદ્ધ ઉપાય બતાવતાં કહ્યું, ‘વાંઝિયાપણું દૂર કરવા માટે એક રસાયણ બતાવું, મોરથૂથું છાશમાં ઘોળીને નરણા કોઠે પી જજો એટલે દલમાં દીવા થશે, રોગ-દોગ, સંતાપ જશે અને દીકરા રહેશે.'
મામીને સંતાનની તીવ્ર લાલસા હતી. સમાજ પણ તે વખતે એવો હતો કે નિઃસંતાનને માટે જીવન દોહ્યલું બની જતું. સંતાનપ્રાપ્તિનો ઉપાય બતાવનારી સ્ત્રીના મનોભાવને ભલાંોળાં મામી પારખી શક્યાં નહીં. એના હૃદયનો દ્વેષ જીભ પર હેત બનીને આવ્યો હતો. મામીએ એના હેતને જોયું અને એને પરિણામે એક દિવસ કોરી ભરીને પેલું 'રસાયણ' ગટગટાવી ગયાં, પછી તો પેટમાં વાઢ ારૂ થઈ, ભારે દોડાદોડી થઈ, એટલી બધી ઊલટીઓ થઈ કે મામીનો જીવ નીકળી ગયો. સંતાનપ્રાપ્તિની તીવ્ર ઝંખનાએ એમના પ્રાણ હરી લીધા. એ પછી મામાએ બીજા લગ્ન કર્યાં. દુર્ભાગ્યે, બીજીવારના પત્નીને પણ સંતાન થયું નહીં. આવા નિઃસંતાન મામાના ઘે૨ ભીખો આવતા ઘર ખીલી ઊઠ્યું. સંતાનની ખોટ ઓછી લાગવા માંડી અને ભીખો મોસાળમાં સહુનો માનીતો
૨૧
બની ગયો. ચાર વર્ષની વયે માતાએ વિદાય લીધી હોવા છતાં ભીખાલાલને વાત્સલ્યનો શીળો છાંયડો સદાય મળતો રહ્યો, પણ બનતું એવું કે આ બાળકનો જીવ કોઈ જગાએ થોડો ઠરીઠામ થાય, ત્યાં વળી બીજે જવાનું બનતું,
દોમદોમ સાહ્યબી ધરાવતા મામા એકાએક બીમાર પડ્યા અને થોડા દિવસોમાં તો અવસાન પામ્યા. એમનો વેપાર ઘણો બહોળો હતો. એ આખોય વેપાર એકાએક સમેટાઈ ગર્યો. ઉઘરાણીનો લાંબો-પહોળો પથારો એમ ને એમ રહ્યો. બાળક ભીખાના આનંદના સ્વપ્નો આથમી ગયા. મામા વિનાનું ઘર ખાવા ધાતું હોય એમ લાગ્યું. એક સમયે જે ઘરમાં લોકોની સતત અવરજવર રહેતી, ત્યાં હવે બધું સૂમસામ બની ગયું. પોતાનું શું? ભીખાને થયું કે આ ગામ છોડીને જવું પડશે. ફરી કોઈ બીજે ગામ વસવું
પડશે.
આ ભૂમિ ભીખાને અત્યંત પ્રિય બની ગઈ હતી. સ્વપ્નાની આ સોનેરી ભૂમિ છોડતાં જીવ ચાલતો નહોતો, એક બાજુ મામાં વિનાના ઘરમાં ગોઠતું પણ નહોતું, તો બીજી બાજુ આ પ્રિય ભૂમિને છોડવી નહોતી! પણ કરે શું ? પિતાનો સંદેશો આવ્યો હતો અને તેઓ એમની પાસે વરસોડા ખોલાવવા માગતા હતા. ભીખાને વિજાપુર તાલુકાના વરસોડા ગામે મોકલવા માટે મામી કોઈ સારો સથવારો શોધવા લાગ્યાં. એક દિવસ સારા સથવારા સાથે ભીખાએ પોતાની પ્રિય ભૂમિની વિદાય લીધી.
ગામનું એ પાદર, નિશાળના એ ગોઠિયાઓ અને મામાના ઘરના એ ઢોરઢાંખર – બધાની યાદ ભીખાના મનમાં સતત ઘૂમતી હતી; પણ પછી બન્યું એવું કે ફરી બાળપણની એ પ્રિય ભૂમિમાં જઈ શકાયું.
ભીખાલાલ વરસોડા આવ્યા. પિતા વીરચંદભાઈની છત્રછાયામાં રહેવા લાગ્યા, પણ કોણ કેમ વીંછિયા અને બોટાદ ભુલાતા નહોતાં. વરસોડામાં બધી વાતે સુખ હતું, છતાં મન સતત ઉદાસ રહેતું હતું. એમને વીંછિયા અને બોટાદના સ્વપ્નાં આવતા હતા. એમ લાગ્યા કરતું કે આ ગામ એ મારું ગામ નથી, આ ઘર એ મારું ઘર નથી, આ સગાં મારા સગાં નથી, હું તો બહારથી આવેલો કોઈ પરદેશી છું. વીંદિયાના તોફાનો અને બોટાદનો રઝળપાટ યાદ આવતા હતા અને જાણે પોતે કોઈ અાગમની ભૂમિ પર આવી ગયા હોય એવો ભાવ અનુભવતા હતા.
મનમાં ભારે બોજ હતો, ગામમાં ક્યાંય ગોઠતું નહોતું. સમય પસાર થતો ગયો તેમ તેમ ધીરે ધીરે મન વળવા લાગ્યું. નિશાળમાં નવા નવા ગોઠિયાઓ મળ્યા; એમની સાથે ભીખાલાલ અનેક પ્રકારની રમત ખેલવા લાગ્યા. પિતા વીરચંદભાઈ પુત્ર ઉપર સ્નેહ વરસાવે. ધીરે ધીરે ભીખાલાલને એ સત્ય સમજાયું કે આખી પૃથ્વીમાં મારું કાયદેસરનું સરનામું તો આ જ છે. આ જ મારું પોતાનું ઘર