Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16 Author(s): Chimanlal Chakubhai Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ તા. ૧-૫-૭૬ પ્રબુદ્ધ જીવન ભારત-ચીન સબંધા ૧૩ વર્ષના લાંબા ગાળા પછી ભારત અને ચીન વચ્ચે ફરી રાજકીય સંબંધા બંધાયા છે. આપણે રાજદૂતની નિમણૂક કરી છે જે ચીને માન્ય રાખી છે અને ટૂંક સમયમાં ચીન નિમણૂક કરશે. ચીન સાથે આવા સંબંધા શરૂ કરવા આપણે સદા તત્પર હતા પણ ચીન તરફથી તેના જવાબ મળતો નહિ. હવે કેમ ચીન કબૂલ થયું? ચીનમાં જે બને છે તેના પૂરાં કારણો જાણવા મુશ્કેલ છે, પણ અનુમાન કરી શકાય. ચાઉ - એન - લાઈના અવસાન પછી ચીનમાં સત્તા માટે આંતરિક સંઘર્ષ વધી ગયા છે. જમણેરી અને ડાબેરી પક્ષા વચ્ચે અતિ તીવ્ર ઘર્ષણ છે. તેફાનો થયા છે. હાલ સુરત માની આગેવાની નીચે ડાબેરી પક્ષનું જોર રહ્યું છે. પણ માઓની વૃદાવસ્થા જોતાં, તેની હયાતી પછી તુમુલ સંઘર્ષ થશે એ સ્પષ્ટ છે. એવા આંતરિક સંજોગામાં, બાહ્ય સલામતી સ્થિર કરવી એમ ચીને માન્યું હશે. ચીનને સૌથી વધારે ભય રશિયાના છે. રશિયા સાથે આપણાં સારા સંબંધા જોતાં, ચીન અને રશિયાનાં સંબંધે સુધારવામાં આપણે સહાયભૂત થઈએ એ પણ એક ગણતરી હોય. ચીન સાથે શરૂ થયેલ રાજકીય સંબંધને રશિયાએ આવકાર્યો છે, આપણે અણુબોમ્બ ધરાવીએ છીએ અને આપણી લશ્કરી તાકાત વધી છે એ પણ એક કારણ હાય. ચીન, રશિયા અને ભારત વચ્ચે સમજૂતી થાય તે અમેરિકા જદુ પડી જાય. અમેરિકાએ રશિયા અને ચીન બન્ને સાથે સંબંધો બાંધી નાજુક પરિસ્થિતિ ઊભી કરી હતી. એશિયામાં, ખાસ કરી દક્ષિણ - પૂર્વમાં - વિયેટનામમાં અમે રિકાની હાર થઈ પછી, રશિયાનું વર્ચસ વધ્યું છે. અમેરિકા ઉપર આધાર રાખી, રશિયાના ભય આછા થવાની ચીનની માન્યતા ઢીલી પડે તે સ્વાભાવિક છે. કેમ્બોડિયા, લાઓસ, થાઈલેન્ડ વગેરે દેશમાં અમેરિકાની પીછેહઠ થતી રહી છે. સામ્યવાદનું જોર વધે છે. ચીન સાથેના સંબંધ ફરી શરૂ થયા તે આપણે માટે આવકારપાત્ર છે. તેને કારણે પાકિસ્તાનના આપણી સામેના વિરોધ કાંઈક ઓછા થશે. ચીન – પાકિસ્તાન ધરી ભારતવિરોધી રહી છે તેમાં પરિવર્તન થશે. તેથી પાકિસ્તાન સાથે પણ આપણે વાટાઘાટો ફરી શરૂ કરી છે. આપણા બીજા પડોશી રાજ્યો, નેપાલ, લંકા, તથા બ્રહ્માદેશ સાથે પણ સમજૂતી થઈ છે. એટલે, બહારના ભય, જો હતો, તા, જરૂર ઓછા થયા છે. માત્ર બંગલા દેશની સ્થિતિ હજી ચિન્તાજનક છે. ભારતિવરોધી વાતાવરણ વધતું જાય છે. શેખ મુજીબુર રહેમાન અને બીજાઓના ખૂન માટે જવાબદાર લશ્કરી અમલદારો બંગલા દેશ ફરી પાછા આવ્યા છે. પાકિસ્તાન કે ચીનની ઉશ્કેરણી ન હાય તો પણ બંગલા દેશની આંતરિક સ્થિતિ સ્ફોટક રહેશે, જે આપણે માટે ચિંતાનું કારણ રહેશે. ચીન અને ભારતના રાજકીય સંબંધો સુધરતા, તેની અસર ચીન અને ભારતને જ થશે એટલું નથી, પણ દુનિયાના બીજા ઘણા દેશોમાં તેની અસર થશે. અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશાએ પાતાની વિદેશનીતિની પુનર્વિચારણા કરવી પડશે. સમાધિ–મરણ સમાધિ મરણ વિષે સાંભળ્યું હતું, કાંઈક વાંચ્યું હતું પણ જોયું ન હતું. મારી માતાનું શનિવાર તા. ૧૭-૪-૭૬ ને દિને બપોરે ૨-૪૫ વાગે અવસાન થયું ત્યારે આના કાંઈક અનુભવ થયો. મારી બાની ઉંમર લગભગ ૮૭ વર્ષની હતી. તબિયત પ્રમાણમાં સારી હતી. હંમેશ ઉપાશ્રયે જવું, સવાર સાંજ સામાયિક - પ્રતિક્રમણ કરવા, જ્યારે સમય મળે ત્યારે દિવસમાં બીજી ત્રણ ચારે સામાયિક કરવી, આયંબિલ, ઉપવાસ, પૌષધ કરવા. લગભગ બધા ર સમય ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળતા. ત્રણ મહિના પહેલાં કમળા થયા. મહિના – દોઢ મહિના દવા કરી પણ કાંઈ સુધારો ન થયો. ડૅાકટરને વહેમ હતો કે લીવરનું કેન્સર હોવાનો સંભવ છે. મારી બા પણ પામી ગયા કે ઉપચાર કરવા વૃથા છે, એટલે દવા છેાડી દીધી. ખોરાકની રૂચિ મંદ થઈ, છેવટ નાબુદ થઈ અને ખારાક છેાડી દીધા. પ્રવાહી લેવાનું પણ ધીમે ધીમે ઓછું થતું ગયું. ડૉક્ટરો નસથી ગ્લુકોઝ આપતા તે ગમતું નહિ. ડૉકટરે હોસ્પિટલમાં જવાનું કહ્યું તે ના પાડી, મને કહેતા કે હવે મૃત્યુ નિશ્ચિત છે, મને શાન્તિથી દેહ છોડવા દો, વલખાં મારવા છોડી દો. જીવિતની આશા તેમણે પોતે છોડી દીધી અને વહેલી તકે દેહ છૂટી જાય એવી જ ભાવના રહી. લગભગ પંદર દિવસ પહેલાં મહારાજ સાહેબ દર્શન આપવા આવ્યા હતા ત્યારે કહ્યું કે મને સંથારો કરાવા પણ મહારાજશ્રીએ ના પાડી. શનિવારે ૧૭ મી એપ્રિલે હું સવારે ૧૦-૩૦ ના પ્લેનમાં દિલ્હી જવાના હતા. સાંજે પાછા આવવાના હતા. ૧૬મી તારીખે રાત્રે મેં તેમને સહેજ કહ્યું કે બા, હું કાલે સવારે દિલ્હી જઈશ, સાંજે પાછા આવીશ. મને કહે, તારાથી જવાશે નહિ. મને લાગ્યું કે સહેજ કહે છે. શરીર અતિ કૃશ થઈ ગયું હતું. પ્રવાહી પણ લેતા ન હતા એટલે શોષણ થઈ ગયું હતું. શનિવારે સવારે હું ઉઠયા ત્યારે મેં જોયું કે શ્વાસ કાંઈક વધ્યા છે. તુરત ડૉકટરને બાલાવ્યા, તેમણે કહ્યું, મારે દિલ્હી જવું ઠીક નથી, તેથી બંધ રાખ્યું. આઠ વાગે કાન્તિઋષિજી મહારાજ પધાર્યા. માંગલિક સંભળાવી, સાગારી સંથારો કરાવ્યો. શ્વાસ વધ્યો એટલે ડૉકટરને થયું આકસિજન આપીએ તો કાંઈક રાહત રહે, પણ કિસજન લેવાની ના પાડી. ડૉકટરે ગ્લુકોઝ નસમાં આપવા પ્રયત્ન કર્યો પણ નસ મળી નહિ. બધા વખત સભાન હતા. આપણે કહીએ તે સાંભળતા પણ બોલતા નહિ. લગભગ બાર વાગ્યે શ્વાસ વધ્યા. ફરીથી ડૉકટર આવ્યા. અમને કહે હવે લાંબો સમય નથી. પછી મેં ભકતામર, આત્મસિ િ, શ્રીમદ્ રાચંદ્રના પદો, અપૂર્વ અવસર, હે પ્રભુ, હે પ્રભુ શું કહું, વગેરે સંભળાવ્યાં. છેવટ નવકાર મંત્ર કહી, ચત્તારી મંગલમ કહ્યું. તેનું છેલ્લું પદ હું બાલ્યા અને તેમણે છેલ્લા શ્વાસ લીધા, જાણે ચત્તારી મંગલમ સાંભળવા રોકાઈ રહ્યા હોય. દેહાધ્યાસ છૂટી જાય છે ત્યારે મન મુકિત તરફ વળે છે અને દેહના વળગણામાંથી વહેલામાં વહેલું કેમ છૂટાય તેની રાહ જુએ છે તે પ્રત્યક્ષ અનુભવ્યું. અત્યંત શાન્તિ અને સમતાભાવથી મૃત્યુને ભેટવા તૈયાર થાય છે. કાંઈ જ હાયવાય કે વલખાં નહિ, આળપંપાળ નહિ, ગમે તેમ કરી જીવિત ટકાવી રાખવાની જરા પણ ઇચ્છા નહિ, દેહપીડા તિતિક્ષાથી સહન કરવી, અથવા તે પ્રત્યે ઉપેક્ષા સેવવી. સંસાર સાથે પ્રેમ બંધનથી પ્રબળપણે મને બાંધી રા નાર બે બળા હતા, મારી પત્ની અને મારી માતા, મારી પત્ની કરતાં પણ મારી માતાનું વધારે. બન્ને ગયા. મારી એકલતા વધતી જાય છે તે સાથે અંતર નિરીક્ષણ વધે છે. આ મારી બીજી બા હતી. એ બહુ થોડા જાણતા. મારી જન્મદાતા માતા હું બે વર્ષના હતા ત્યારે ગુજરી ગઇ. બીજી માતાને કોઇ સંતાન ન હતું. તેણે મને ઉછેર્યા, તેનાં સ્મરણેા લખવા બેસું તે કેટલાક એવા છે જે કોઈ માને નહિ, મારી અંગત બાબત લખવાની મને કોઈ દિવસ ઈચ્છા થતી નથી. પણ આ બનાવે મારા મન ઉપર જે સંવેદન મૂક્યું છે તે લખવાની ઈચ્છા રોકી શક્યા નહિ. ચીમનલાલ ચકુભાઈPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 160