Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ ૨૦૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જીર્ણોદ્ધાર હાલમાં જ શ્રી સંઘ તરફથી સુપ્રસિદ્ધ સ્થપતિ (સ્વ) શ્રી પ્રભાશંકર સોમપુરાના નિદર્શન તળે થયો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રભાસમાં લખાયેલી હસ્તપ્રતોની પુષ્પિકાઓમાં પ્રભાસના કોઈ પણ જૈન મંદિરનો ઉલ્લેખ નથી", એમ છતાં ૧૩મી શતાબ્દીના સમાયિકાળ પૂર્વે ચંદ્રપ્રભચૈત્ય ઉપરાંત અહીં બીજાં ચાર શ્વેતાંબર સંપ્રદાયનાં જિનમંદિરો હતો એમ માનવા પૂરતાં પ્રમાણ છે. - ગુર્જરેશ્વર કુમાળપાળે દેવપત્તનમાં પાર્શ્વનાથ-ચૈત્ય બંધાવ્યાનું આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ વયાશ્રદ્યકાવ્યમાં કહે છે. પ્રબંધચિંતામણિમાં શ્રી સોમેશ્વરપત્તનના કુમારવિહારનો ઉલ્લેખ છે, તે જિનાલયને હેમચંદ્રાચાર્યે કહેલ પાર્શ્વનાથચૈત્ય માનવામાં હરકત નથી. આ મંદિર ૧૨મી શતાબ્દીના ત્રીજા ચરણમાં કયારેક બંધાયું હોવાનું અનુમાન કરી શકાયલ, પ્રભાસમાં એક ત્રીજા મંદિર વિશે નિર્દેશ પ્રબંધચિંતામણિના પોતે બંધાવેલા અષ્ટાપદપ્રાસાદના કલશવિધિ માટે પ્રસ્થાન કરતાં મંત્રીશ્વર વસ્તુપાલના ચિત્રણમાંથી પ્રાપ્ત થાય છે. ઉત્તરકાલિક હોવા છતાં પણ અતિ પ્રમાણભૂત ગણી શકાય તેવું જિનહર્ષગણિરચિત વસ્તુપાલ-ચરિત્ર (રચનાકાલ ઈસ્વી ૧૪૪૧) ઉપર્યુક્ત વિધાનની પુષ્ટિ આપે છે; એટલું જ નહિ પણ વધુમાં એમ કહે છે કે મંત્રીના (વસ્તુપાલના) અનુજે (તેજપાલે) ત્યાં આદિ જિનેન્દ્રનું મંદિર બંધાવ્યું, પરંતુ સંભ્રમમાં મૂકી દે એવી હકીકત તો એ છે કે વસ્તુપાલના વિદ્યાશ્રિતો અને સમકાલીન પ્રશંસકો આ બંને બંધુઓ પ્રભાસમાં નિર્માણ કરેલ સ્થાપત્યોનો પોતાની ગ્રંથરચના કે પ્રશસ્તિઓમાં ક્યાંય ઉલ્લેખ કરતા નથી. આ બાબતમાં કવિ સોમેશ્વરના મૌનનો બહુ અર્થ નથી. એની કીર્તિકૌમુદીમાં વસ્તુપાલની સ્થાપત્ય-નિર્માણ પ્રવૃત્તિઓ વિશે અતિ આછોપાતળો અહેવાલ છે; અને એનું કારણ એ છે કે આ ગ્રંથની રચના વસ્તુપાલની કારકિર્દીના આરંભકાળમાં થઈ હોય એમ જણાય છે. મોટે ભાગે તો વસ્તુપાલની ઈશુ વર્ષ ૧૨૨૧ની મહાતીર્થયાત્રા પછી તરતમાં થયેલ હોય તેમ લાગે છે. સોમેશ્વર વસ્તુપાલને પ્રભાસમાં તો લાવે જ જેની નોંધ અત્રે લઈએ. રચનાકાળની દૃષ્ટિએ સોમેશ્વરની કીર્તિકૌમુદી પછી મૂકી શકાય એવી તો છે વસ્તુપાલે ભૃગુકચ્છના શકુનિકાવિહારમાં ધર્મપ્રીત્યર્થે કરાવેલ સુકૃત્યોને અનુલક્ષીને એ મંદિર માટે રચાયેલી જયસિહસૂરિની પ્રશસ્તિ. એની હસ્તપ્રત ઈ. સ. ૧૨૩૦માં વર્ષની પ્રાપ્ત થયેલી હોઈ, વસ્તુપાલની દેવપત્તનની બીજી યાત્રા કરતાં દેખીતી રીતે જ વહેલી હોઈને આ સમસ્યા પર કોઈ પ્રકાશ પાડી શકે એમ નથી. ત્યાર પછી આવે છે કે ઉદયપ્રભસૂરિરચિત ધર્માસ્યુદયમહાકાવ્ય. આ ગ્રંથની રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25