Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિર ૨૦૩ જ્યારે બીજો ભીમદેવ બીજાના સમયનો છે. આ લેખો દ્વારા એટલું જ કહી શકાય કે આ સમય દરમિયાન અહીં કોઈ જૈન મંદિર હતું; પણ “અચલગચ્છ-પટ્ટાવલી'માં મંત્રી (કે શ્રેષ્ઠી) આંબાકે આચાર્ય જયસિંહસૂરિના ઉપદેશથી ચંદ્રપ્રભના જિનાલયનો ઉદ્ધાર કરાવ્યાનું જે કથન છે તે સાચું હોય તો ૧૨મા શતકના ઉત્તરાર્ધ પહેલાં આ મંદિરનું અસ્તિત્વ હોવા અંગે પ્રબળ પ્રમાણ સાંપડી રહે. પણ ૧૩મી શતાબ્દીના પ્રારંભકાળે ચંદ્રપ્રભ-જિનાલયનું અસ્તિત્વ હતું એ પુરવાર કરવા માટે તો સમકાલીન અને ઉત્તરકાલીન સંખ્યાબંધ ગ્રંથસ્થ પ્રમાણો મોજૂદ છે; અને એ તમામ આ વિશે એકમત છે. વસ્તુપાળના સમય દરમિયાન પ્રભાસનું ચંદ્રપ્રભ-જિનાલય સુપ્રસિદ્ધ અને સ્વયં-પ્રસિદ્ધ હતું. કવિ સોમેશ્વર, કવિ બાલચંદ્ર”, મેરૂતુંગાચાર્ય', રાજશેખરસૂરિ અને જિનહર્ષગણિ, એ સૌ લેખકોએ પ્રભાસની યાત્રા સમયે વસ્તુપાલ શ્રી ચંદ્રપ્રભની કરેલ અર્ચનાનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી પાર્શ્વનાથની પ્રતિમાના પબાસણ પરના ઈ. સ. ૧૨૮રના તુલ્યકાલીન લેખમાં એની પ્રતિષ્ઠા ચંદ્રપ્રભચૈત્યમાં થયાનો અતિ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેરમી શતાબ્દીના અંતભાગમાં થયેલ મુસ્લિમ આક્રમણ પછી એ મંદિરનું અસ્તિત્વ જીર્ણોદ્ધાર પામી ચાલુ રહ્યાનો નિર્દેશ અગાઉ પાદટીપ નં. ૨માં ચલી અંબિકાની મૂર્તિ નીચેના શિલાલેખમાંથી મળી રહે છે. પંદરમી શતાબ્દીમાં ઈશુ વર્ષ ૧૪૬૫ના તુલ્યકાલીન લેખો ધરાવતી ચંદ્રપ્રભની બે ધાતુપ્રતિમાઓ ચંદ્રપ્રભના મંદિરમાં જ પ્રતિષ્ઠિત છે, અને એ આ મંદિરમાં એ કાળ દરમિયાન પણ પૂજા ચાલુ હોવાનું સૂચન કરી જાય છે. સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળે તો આ મંદિરનો મોટા પાયા પર જીર્ણોદ્ધાર થયો જણાય છે. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ ઈ. સ. ૧૬૧૦માં આ મંદિરમાં લગભગ દશેક જેટલી પ્રતિમાઓ અધિવાસિત કરી હતી. શહેનશાહ અકબર અને એ પછીનાં તરતનાં વર્ષો જૈન ધર્મને અનુલક્ષીને સાર્વત્રિક જીર્ણોદ્ધારનો કાળ હતો, અને તેથી અહીં પણ જીર્ણોદ્ધાર થવા અંગે આશ્ચર્યજનક નથી. શહેનશાહ અકબરનું શાહી ફરમાન મેળવી શ્રીહીરવિજયસૂરિ અને એમના શિષ્યગણે આ સમય દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ઘણાં સ્થળોએ જીર્ણોદ્ધાર અને પુનઃપ્રતિષ્ઠા કરાવેલાં. એ વાત સાચી છે કે પ્રભાસના ચંદ્રપ્રભજિનાલયના જીર્ણોદ્ધાર વિશે ચંદ્રપ્રભના મંદિરમાંથી ક્યાંયે સ્પષ્ટ અને સીધો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી; પણ ઈશુ વર્ષ ૧૬૧૦માં મોટી સંખ્યામાં એ મંદિરમાં થયેલ પ્રતિમા પ્રતિષ્ઠાના સંદર્ભમાં તેમ જ મંદિરની સ્થાપત્યશૈલીના સંદર્ભમાં એટલું તો જરૂર નક્કી થઈ શકે કે મંદિરનો પણ જીર્ણોદ્ધાર એ સાલ આસપાસ અવશ્ય થયો હોવો જોઈએ. ત્યાર પછી આજ દિવસ સુધી ચંદ્રપ્રભજિનાલયનું અસ્તિત્વ અબાધિત રીતે ચાલુ રહ્યું જણાય છે, અને એ એટલે સુધી કે ઔરંગઝેબના સમયમાં થયેલી વિનાશલીલામાંથી પણ સંભવતઃ એ બચવા પામ્યું હતું. છેલ્લો મોટા પાયા પરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25