Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 19
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૯ પ્રતિમા ઉલ્લેખનીય છે. એવી જ આરસની અંબિકાની પ્રતિમા પ્રભાસમાં હાલના નવા નેમિનાથના મંદિરમાં છે. આ છેલ્લી બે પ્રતિમાઓ ચંદ્રપ્રભ-જિનાલયમાં ઈશુ વર્ષ ૧૩૦૯ના તુલ્યકાલીન લેખવાળી અંબિકાની પ્રતિમા સાથે સંપૂર્ણ સામ્ય ધરાવતી હોઈને એ જ સમયની હશે. ત્રિવેણીકાંઠે સૂર્યમંદિર પાસે એક ફલક પર કંડારેલ પાંચ જોડાજોડ ઊભી શ્વેતાંબર કાયોત્સર્ગ-પ્રતિમાઓ છે. દરેકને શિરે રાજછત્ર છે. આ ફલક પાંચ પાંડવ તરીકે હાલ પૂજાય છે. સંભવ છે કે આ પાંચ પાંડવ જૈનપરંપરા અનુસારના પાંચ પાંડવો છે, અને કદાચ પેથડસાહવાળા નેમિનાથ-મંદિરમાં એની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. શૈલીને ચકાસતાં આ પ્રતિમાઓમાં રૂક્ષતા અને કનિષ્ઠતા બંને પ્રદર્શિત થાય છે, અને ૧૩મા શતકના અંતભાગ કરતાં એને પ્રાચીન ગણી શકાય એમ નથી. સોલંકીયુગના આથમતા દિવસો પહેલાં અહીં જૈન મંદિરોની ખૂબ જ જાહોજલાલી હશે અને મોટી સંખ્યામાં જિનબિંબો ભરાયાં હશે એની કંઈક કલ્પના આપણને અત્યારના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં સંગ્રહાયેલી જિન-પ્રતિમાઓના અવશિષ્ટ પરિકરો પરથી સહેજે આવી શકે છે. ત્યાં હાલ જુદાં જુદાં દશ પબાસણ અને દશેક પરિકરના છત્રવૃત્તના ખંડો સંગ્રહાયેલા જોવામાં આવે છે. આ ઉપરાંત, પ્રભાસપાટણ મ્યુઝિયમમાં ૧૨મા-૧૩મા શતકમાં મૂકી શકાય તેવી ચાર ખંડિત પદ્માસન-મૂર્તિ અને ત્રણ પરિકરના ઉપલા ભાગના ખંડો અને એક જિનશીર્ષ પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ સિવાય પ્રભાસપાટણના બ્રાહ્મણ-મંદિરોમાં છૂટાછવાયા ચારેક પરિકરના ખંડો અને ત્રણેક જિનપ્રતિમાના ખંડાવશેષો તેમ જ જૂનાગઢ મ્યુઝિયમમાં ત્રણ પરિકરના ઉપલા ભાગો, બે જિનશીર્ષ, અને એક કાયોત્સર્ગ-પ્રતિમા પ્રભાસથી લઈ જવામાં આવેલાં છે. થોડા માસ પહેલાં પ્રભાસના મ્યુઝિયમની પાછળના વંડામાં સાર્વજનિક હૉસ્પિટલના પાયાના ખોદકામમાંથી ઈ. સ. ૧૨૨૯ના તુલ્યકાલીન વર્ષવાળો લેખ ધરાવતો પબાસણનો ટુકડો મળી આવ્યો છે. કોઈ સજનની ભાર્યા સહજમતીના શ્રેય માટે ભદ્રસૂરિએ જિનબિંબની પ્રતિષ્ઠા કરી એવું એમાં વંચાય છે. આ સિવાય દ્વિતીય લેખકના સંગ્રહમાં લેખવાળા ત્રણ ખંડિત પબાસણોના ટુકડા છે જેની વિગતો અહીં નોંધી લઈએ : એમાંનો એક કાળા પથ્થરનો મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો છે. દિસાવાલ જ્ઞાતિના કોઈ શ્રેષ્ઠીએ પ્રતિમા કરાવી એટલું જ એમાંથી જાણવા મળે છે. બીજો લેખ પણ ત્રુટિત અને કાળા પબાસણ પર છે, જેમાં લેખનો અવશિષ્ટ રહેલો ભાગ નીચે મુજબનો છે. સં. ૨૩૩૮ વૈશષ કુ. રૂ શની જ સ્ત્રીવા... सचालेन ढ आवड श्रेयसे श्रीपार्श्व... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25