Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
શૈવ ધર્મનું મહાતીર્થ પ્રભાસ મધ્યયુગમાં પ્રશસ્ય જિનક્ષેત્ર તરીકે પણ પ્રસિદ્ધ હતું. શત્રુંજયમાહાત્મ્ય (ઈસ્વી ૧૪મી સદીપૂર્વાર્ધ) અને એવા પ્રકારના જૈન ગ્રંથોનાં પાછલા કાળના પ્રક્ષેપસૂત્રોમાં પ્રભાસપાટણનો ‘ચંદ્રપ્રભાસ’તરીકે ઉલ્લેખ થયેલો મળે છે, એટલું જ નહિ પણ જૈન દૃષ્ટિએ એ તીર્થનું મહત્ત્વ સૌરાષ્ટ્રપ્રદેશમાં શત્રુંજયેશ શ્રીયુગાદિદેવ અને રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિ પછી તરતનું સ્વીકારાયેલ છે. આ પુરાણ-પવિત્ર તીર્થની પ્રાચીનતા અંગે જૈન સાહિત્યમાં જે દંતકથાઓ અને આખ્યાયિકાઓ પ્રચલિત છે તેને બાજુએ રાખીએ તોપણ એટલું તો ચોક્કસ સ્વીકારવાનું રહેશે કે વલભીભંગ સમયે ચંદ્રપ્રભ, અંબિકા, અને ક્ષેત્રપાલની પ્રતિમાઓ ત્યાંથી પ્રભાસમાં લાવવામાં આવેલી. ને એ હકીકત લક્ષમાં લેતાં પ્રભાસમાં જૈન તીર્થની પ્રાચીનતા એ કાળ સુધીની ગણવી જ જોઈએ. એ પરંપરાગત હકીકત ખાસ કરીને ૧૪મા-૧૫મા શતકના જ પ્રબંધાત્મક અને તીર્થ નિરૂપણ સાહિત્યમાં જળવાયેલી જોવામાં આવે છે; પરંતુ એ ગ્રંથોની રચના પ્રમાણમાં પાછલા કાળે થયેલી છે એવું કારણ દર્શાવી આ સબળ પરંપરા કાઢી નાખવા જેવી નથી. પ્રભાસમાં પાછળથી બંધાયેલાં કેટલાંયે જૈન મંદિરો આજે વિલીન થઈ ગયાં છે, એનું વિસ્મરણ પણ થઈ ગયેલ છે, પણ મધ્યકાલીન જૈન સાહિત્યમાં આ તીર્થના જૈન અધિષ્ઠાતા દેવ ચંદ્રપ્રભનો ઉલ્લેખ વારંવા૨ થયેલ છે એ હકીકત નકારી શકાય નહીં. સંભવ તો એવો છે કે આ પ્રતિમાઓ વલભીથી પ્રભાસમાં લાવવામાં આવી તેનું કારણ એ યુગનું એ જાણીતું જૈન કેન્દ્ર હશે. આજે પણ પરંપરાગત ચંદ્રપ્રભ જિનાલય કાળના વારાફેરાઓ સહી સ્થળાંતર, રૂપાંતર પામ્યા છતાં ટકી રહી પ્રભાસતીર્થને ગ૨વું બનાવી રહ્યું છે. બારમા શતકના અંતમાં અને ૧૩મા શતકની શરૂઆતમાં દિગંબર જૈન સંપ્રદાયને પ્રભાસના ચંદ્રપ્રભની જાણ હતી, એટલું જ નહિ પણ એ સંપ્રદાયપ્રસ્થાપિત ચંદ્રપ્રભ મંદિર પણ ત્યાં હોવાની સંભાવના છે. ઉપર નિર્દેશાયેલ ગ્રંથ-પરંપરાની સામગ્રી હકીકતમાં સાચી હોય તો પ્રભાસમાં શ્રીવલભીચંદ્રપ્રભની પ્રતિષ્ઠા ઈસ્વી વર્ષ ૭૮૮-૮૯ કે એની આસપાસ થઈ હોવી જોઈએ . આ સ્થળે એ પણ નોંધવું જોઈએ કે પ્રબંધકોશ(રચના કાળ ઈ. સ. ૧૩૪૯)માં બપ્પભટ્ટિસૂરિ(૯મી શતાબ્દી પ્રથમ ચરણ)એ પ્રભાસમાં ચંદ્રપ્રભુને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ છે; પણ એની વિશ્વસ્તતા ચકાસવાનું કોઈ સાધન આજે ઉપલબ્ધ નથીપ. આ અંગે જે હોય તે, પણ એટલું ખરું છે કે પ્રભાસમાં શ્રીચંદ્રપ્રભુના આગમનના કા૨ણે જૈન દૃષ્ટિએ આ તીર્થનું મહત્ત્વ પ્રસ્થાપિત થઈ જતાં, ઈશુની બીજી સહસ્રાબ્દીના પ્રારંભિક સમયમાં જ જૈન મંદિરોની નિર્માણપ્રવૃત્તિને ખૂબ જ વેગ સાંપડ્યો હતો.
પ્રભાસનાં જૈન મંદિરો ગુજરાતની સોલંકી યુગમાં પ્રચલિત અલંકારપ્રધાન નિ ઐ ભા ૨-૨૬
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૦૨
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
સ્થાપત્યશૈલીના સર્વોત્તમ નમૂના સમાં હતાં એ હવે પછી વિચારીશું. પથ્થરના પ્રકાર-ભેદ છોડતાં એની શિલ્પસમૃદ્ધિ આબૂનાં મંદિરો સાથે સ્પર્ધા કરી શકે તેવી હતી. પરંતુ સોમનાથના પ્રસિદ્ધ દેવાલય સિવાય બ્રાહ્મણ સંપ્રદાયના પ્રણાલિકાગત પ્રભાસનાં અન્ય મહત્ત્વનાં સ્થળોની જેમ જૈન મંદિરો પરત્વે પણ સંશોધકોનું લક્ષ દોરાયું નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યે ઉપેક્ષા પણ સેવવામાં આવી. સ્કંદપુરાણ સરખા બ્રાહ્મણીય ગ્રંથોમાં જૈનમંદિરોના ઉલ્લેખની અપેક્ષા રાખી ન શકાય, પરંતુ જૈન ગ્રંથોમાં પ્રભાસનાં જૈનમંદિરોના ઉલ્લેખ કેવળ સંક્ષિપ્ત, પરોક્ષ અને અસ્પષ્ટ જ થયેલા જોવામાં આવે છે; અને એને પરિણામે પ્રભાસમાં નિર્માણ થયેલા જવલંત અને જાજવલ્યમાન, ભવ્ય અને ભદ્ર જૈન પ્રાસાદોનો ખ્યાલ આજે તો અલ્પ પ્રમાણમાં જ રહેલો છે.
સૌ પહેલાં આપણે પ્રાચીનતમ અને પુરાણપવિત્ર ચંદ્રપ્રભ-જિનાલયના ઇતિહાસની કડીઓ શોધવા પ્રયાસ કરીએ. ઉપલબ્ધ સાધનસાહિત્યનું નિરીક્ષણ કરતાં સોલંકીયુગના પૂર્વાર્ધ સુધી પ્રભાસના ચંદ્રપ્રભ વિશે કોઈ ઉત્કીર્ણ લેખ કે ગ્રંથસ્થ ઉલ્લેખ મળતો નથી. હાલના ચંદ્રપ્રભ-જિનાલયમાં ધાતુની એક મનોરમ કાયોત્સર્ગ પ્રતિમા પર સં. ૧૦૬૫ | ઈ. સ. ૧૦0૯નો લેખ છે. પરંતુ એની પૂર્ણ વાચના થઈ શકી ન હોવાથી, આ પ્રતિમાની પ્રતિષ્ઠા પ્રભાસમાં જ થયેલી કે કેમ એ અંગે નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી. એ પ્રતિમાની મૂળ પ્રતિષ્ઠા પ્રભાસમાં જ થઈ હોય તો મહમૂદ ગઝનવીના પ્રભાસ પર થયેલા આક્રમણ પૂર્વે ત્યાં કોઈ જૈન મંદિરની હસ્તી હોવાની સંભાવના અવશ્ય પ્રગટ થાય છે; પરંતુ જૈન સંપ્રદાયમાં પ્રતિમાઓનું અને એમાંય ખાસ કરીને ધાતુપ્રતિમાઓનું સ્થળાંતર કર્યાનાં કેટલાંયે દષ્ટાંતો હોઈ, પ્રસ્તુત કાયોત્સર્ગ-પ્રતિમા વિશે પૂરક માહિતીના અભાવે એની વાસ્તવિક પરિસ્થિતિ અંગે કશું ચોક્કસ અનુમાન દોરી શકાય નહિ.
પણ એ ખરું કે પ્રબંધચિંતામણિ(રચનાકાળ ઈ. સ. ૧૩૦૫)માં એક પ્રસંગમાં દેવપત્તન-ચંદ્રપ્રભનો ઉલ્લેખ આચાર્ય હેમચંદ્રને કરતા બતાવ્યા છે. એમાંથી એટલું જરૂર ફલિત થાય છે કે ૧૨મી શતાબ્દીમાં ચંદ્રપ્રભ-જિનાલયનું અસ્તિત્વ હતું. પ્રબંધકોશ (વિ.સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯)અને પુરાતનપ્રબંધસંગ્રહમાંહેની બી' સંજ્ઞક હસ્તપ્રત (રચનાકાળ ૧૫મી શતાબ્દી)માં કુમારપાળે દેવપત્તન-ચંદ્રપ્રભની યાત્રા કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે; પરંતુ એ અતિ આશ્ચર્યજનક છે કે જેમની દૃષ્ટિએ આ પ્રસંગ ખૂબ જ મહત્ત્વનો ગણાય તેવા સ્વયં આચાર્ય હેમચંદ્ર કે મેરુતુંગાચાર્યે આ પરત્વે મૌન સેવેલું છે. હાલના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં લેખ ધરાવતાં બે પબાસણો પર અનુક્રમે ઈશુ વર્ષ ૧૧૬૪ અને ૧૧૮૪ના તુલ્યકાલીન લેખો છે‘; પણ એમાં ચંદ્રપ્રભ-જિનાલયનો ઉલ્લેખ ન હોવાને લીધે, એ લેખો ચંદ્રપ્રભ-જિનાલયની હસ્તી દર્શાવવા માટે પૂરતા ન ગણાય. આ પૈકીનો પહેલો લેખ કુમારપાળના શાસનકાળનો છે
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિર
૨૦૩
જ્યારે બીજો ભીમદેવ બીજાના સમયનો છે. આ લેખો દ્વારા એટલું જ કહી શકાય કે આ સમય દરમિયાન અહીં કોઈ જૈન મંદિર હતું; પણ “અચલગચ્છ-પટ્ટાવલી'માં મંત્રી (કે શ્રેષ્ઠી) આંબાકે આચાર્ય જયસિંહસૂરિના ઉપદેશથી ચંદ્રપ્રભના જિનાલયનો ઉદ્ધાર કરાવ્યાનું જે કથન છે તે સાચું હોય તો ૧૨મા શતકના ઉત્તરાર્ધ પહેલાં આ મંદિરનું અસ્તિત્વ હોવા અંગે પ્રબળ પ્રમાણ સાંપડી રહે.
પણ ૧૩મી શતાબ્દીના પ્રારંભકાળે ચંદ્રપ્રભ-જિનાલયનું અસ્તિત્વ હતું એ પુરવાર કરવા માટે તો સમકાલીન અને ઉત્તરકાલીન સંખ્યાબંધ ગ્રંથસ્થ પ્રમાણો મોજૂદ છે; અને એ તમામ આ વિશે એકમત છે. વસ્તુપાળના સમય દરમિયાન પ્રભાસનું ચંદ્રપ્રભ-જિનાલય સુપ્રસિદ્ધ અને સ્વયં-પ્રસિદ્ધ હતું. કવિ સોમેશ્વર, કવિ બાલચંદ્ર”, મેરૂતુંગાચાર્ય', રાજશેખરસૂરિ અને જિનહર્ષગણિ, એ સૌ લેખકોએ પ્રભાસની યાત્રા સમયે વસ્તુપાલ શ્રી ચંદ્રપ્રભની કરેલ અર્ચનાનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી પાર્શ્વનાથની પ્રતિમાના પબાસણ પરના ઈ. સ. ૧૨૮રના તુલ્યકાલીન લેખમાં એની પ્રતિષ્ઠા ચંદ્રપ્રભચૈત્યમાં થયાનો અતિ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેરમી શતાબ્દીના અંતભાગમાં થયેલ મુસ્લિમ આક્રમણ પછી એ મંદિરનું અસ્તિત્વ જીર્ણોદ્ધાર પામી ચાલુ રહ્યાનો નિર્દેશ અગાઉ પાદટીપ નં. ૨માં ચલી અંબિકાની મૂર્તિ નીચેના શિલાલેખમાંથી મળી રહે છે. પંદરમી શતાબ્દીમાં ઈશુ વર્ષ ૧૪૬૫ના તુલ્યકાલીન લેખો ધરાવતી ચંદ્રપ્રભની બે ધાતુપ્રતિમાઓ ચંદ્રપ્રભના મંદિરમાં જ પ્રતિષ્ઠિત છે, અને એ આ મંદિરમાં એ કાળ દરમિયાન પણ પૂજા ચાલુ હોવાનું સૂચન કરી જાય છે. સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળે તો આ મંદિરનો મોટા પાયા પર જીર્ણોદ્ધાર થયો જણાય છે. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ ઈ. સ. ૧૬૧૦માં આ મંદિરમાં લગભગ દશેક જેટલી પ્રતિમાઓ અધિવાસિત કરી હતી. શહેનશાહ અકબર અને એ પછીનાં તરતનાં વર્ષો જૈન ધર્મને અનુલક્ષીને સાર્વત્રિક જીર્ણોદ્ધારનો કાળ હતો, અને તેથી અહીં પણ જીર્ણોદ્ધાર થવા અંગે આશ્ચર્યજનક નથી. શહેનશાહ અકબરનું શાહી ફરમાન મેળવી શ્રીહીરવિજયસૂરિ અને એમના શિષ્યગણે આ સમય દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ઘણાં સ્થળોએ જીર્ણોદ્ધાર અને પુનઃપ્રતિષ્ઠા કરાવેલાં. એ વાત સાચી છે કે પ્રભાસના ચંદ્રપ્રભજિનાલયના જીર્ણોદ્ધાર વિશે ચંદ્રપ્રભના મંદિરમાંથી ક્યાંયે સ્પષ્ટ અને સીધો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી; પણ ઈશુ વર્ષ ૧૬૧૦માં મોટી સંખ્યામાં એ મંદિરમાં થયેલ પ્રતિમા પ્રતિષ્ઠાના સંદર્ભમાં તેમ જ મંદિરની સ્થાપત્યશૈલીના સંદર્ભમાં એટલું તો જરૂર નક્કી થઈ શકે કે મંદિરનો પણ જીર્ણોદ્ધાર એ સાલ આસપાસ અવશ્ય થયો હોવો જોઈએ. ત્યાર પછી આજ દિવસ સુધી ચંદ્રપ્રભજિનાલયનું અસ્તિત્વ અબાધિત રીતે ચાલુ રહ્યું જણાય છે, અને એ એટલે સુધી કે ઔરંગઝેબના સમયમાં થયેલી વિનાશલીલામાંથી પણ સંભવતઃ એ બચવા પામ્યું હતું. છેલ્લો મોટા પાયા પરનો
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૦૪
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
જીર્ણોદ્ધાર હાલમાં જ શ્રી સંઘ તરફથી સુપ્રસિદ્ધ સ્થપતિ (સ્વ) શ્રી પ્રભાશંકર સોમપુરાના નિદર્શન તળે થયો છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રભાસમાં લખાયેલી હસ્તપ્રતોની પુષ્પિકાઓમાં પ્રભાસના કોઈ પણ જૈન મંદિરનો ઉલ્લેખ નથી", એમ છતાં ૧૩મી શતાબ્દીના સમાયિકાળ પૂર્વે ચંદ્રપ્રભચૈત્ય ઉપરાંત અહીં બીજાં ચાર શ્વેતાંબર સંપ્રદાયનાં જિનમંદિરો હતો એમ માનવા પૂરતાં પ્રમાણ છે.
- ગુર્જરેશ્વર કુમાળપાળે દેવપત્તનમાં પાર્શ્વનાથ-ચૈત્ય બંધાવ્યાનું આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ વયાશ્રદ્યકાવ્યમાં કહે છે. પ્રબંધચિંતામણિમાં શ્રી સોમેશ્વરપત્તનના કુમારવિહારનો ઉલ્લેખ છે, તે જિનાલયને હેમચંદ્રાચાર્યે કહેલ પાર્શ્વનાથચૈત્ય માનવામાં હરકત નથી. આ મંદિર ૧૨મી શતાબ્દીના ત્રીજા ચરણમાં કયારેક બંધાયું હોવાનું અનુમાન કરી શકાયલ,
પ્રભાસમાં એક ત્રીજા મંદિર વિશે નિર્દેશ પ્રબંધચિંતામણિના પોતે બંધાવેલા અષ્ટાપદપ્રાસાદના કલશવિધિ માટે પ્રસ્થાન કરતાં મંત્રીશ્વર વસ્તુપાલના ચિત્રણમાંથી પ્રાપ્ત થાય છે. ઉત્તરકાલિક હોવા છતાં પણ અતિ પ્રમાણભૂત ગણી શકાય તેવું જિનહર્ષગણિરચિત વસ્તુપાલ-ચરિત્ર (રચનાકાલ ઈસ્વી ૧૪૪૧) ઉપર્યુક્ત વિધાનની પુષ્ટિ આપે છે; એટલું જ નહિ પણ વધુમાં એમ કહે છે કે મંત્રીના (વસ્તુપાલના) અનુજે (તેજપાલે) ત્યાં આદિ જિનેન્દ્રનું મંદિર બંધાવ્યું, પરંતુ સંભ્રમમાં મૂકી દે એવી હકીકત તો એ છે કે વસ્તુપાલના વિદ્યાશ્રિતો અને સમકાલીન પ્રશંસકો આ બંને બંધુઓ પ્રભાસમાં નિર્માણ કરેલ સ્થાપત્યોનો પોતાની ગ્રંથરચના કે પ્રશસ્તિઓમાં ક્યાંય ઉલ્લેખ કરતા નથી.
આ બાબતમાં કવિ સોમેશ્વરના મૌનનો બહુ અર્થ નથી. એની કીર્તિકૌમુદીમાં વસ્તુપાલની સ્થાપત્ય-નિર્માણ પ્રવૃત્તિઓ વિશે અતિ આછોપાતળો અહેવાલ છે; અને એનું કારણ એ છે કે આ ગ્રંથની રચના વસ્તુપાલની કારકિર્દીના આરંભકાળમાં થઈ હોય એમ જણાય છે. મોટે ભાગે તો વસ્તુપાલની ઈશુ વર્ષ ૧૨૨૧ની મહાતીર્થયાત્રા પછી તરતમાં થયેલ હોય તેમ લાગે છે. સોમેશ્વર વસ્તુપાલને પ્રભાસમાં તો લાવે જ જેની નોંધ અત્રે લઈએ.
રચનાકાળની દૃષ્ટિએ સોમેશ્વરની કીર્તિકૌમુદી પછી મૂકી શકાય એવી તો છે વસ્તુપાલે ભૃગુકચ્છના શકુનિકાવિહારમાં ધર્મપ્રીત્યર્થે કરાવેલ સુકૃત્યોને અનુલક્ષીને એ મંદિર માટે રચાયેલી જયસિહસૂરિની પ્રશસ્તિ. એની હસ્તપ્રત ઈ. સ. ૧૨૩૦માં વર્ષની પ્રાપ્ત થયેલી હોઈ, વસ્તુપાલની દેવપત્તનની બીજી યાત્રા કરતાં દેખીતી રીતે જ વહેલી હોઈને આ સમસ્યા પર કોઈ પ્રકાશ પાડી શકે એમ નથી.
ત્યાર પછી આવે છે કે ઉદયપ્રભસૂરિરચિત ધર્માસ્યુદયમહાકાવ્ય. આ ગ્રંથની રચના
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૦૫
ગિરનારના વસ્તુપાલવિહારના શિલાલેખો (ઈ. સ. ૧૨૩૨)ના સમય પહેલાં તો થઈ હોવી જોઈએ, કેમ કે આ ગ્રંથમાં વસ્તુપાલે કરાવેલાં બાંધકામોની નોંધમાં ગિરનાર અને શત્રુંજય પરનાં કામોની પૂરી યાદી આપવામાં આવી નથી. શત્રુંજય પરના યુગાદિદેવના મંદિર સંમુખ વસ્તુપાલે કરાવવા માંડેલો ઈન્દ્રમંડપ એ સમયે હજુ બંધાતો હશે એમ એના લખાણ પરથી જણાય છે.
શત્રુંજય પરના ઉપરકથિત ઈન્દ્રમંડપમાં લગાવવા માટે આ બન્ને બંધુઓનાં સુકૃત્યોની પ્રશસ્તિ કરતી આ જ લેખકની સુશ્રુતકીર્તિકલ્લોલિનીમાં ધર્માસ્યુદય મહાકાવ્યમાં નહિ ઉલ્લેખાયેલ, શત્રુંજય પર વસ્તુપાલે કરાવેલ સત્યપુર-મહાવીર અને ભૃગુપુર-મુનિસુવ્રતના મંદિરનો ઉલ્લેખ છે. પરંતુ આ પ્રશસ્તિમાં પણ ગિરનાર પરના વસ્તુપાલનાં સ્થાપત્યકામોની નોંધ લીધેલ નથી અને તેથી એની રચના પણ ગિરનારના શિલાલેખોના સમય પૂર્વે થયેલી હોવી જોઈએ.
અરિસિંહરચિત સુકૃતસંકીર્તનમાં વસ્તુપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે; પરંતુ એમાં પણ પ્રભાસમાં નિર્માણ કરાયેલાં મંદિરોની વાત વિશે ઉદાસીનતા સેવવામાં આવી છે. સુકૃતસંકીર્તનનો રચનાકાળ ઈશુ વર્ષ ૧૨૩૧ પૂર્વેનો માનવામાં આવ્યો છે, કેમ કે એમાં આબૂ પરના તેજપાલે બંધાવેલ નેમિનાથ મંદિરનો ઉલ્લેખ નથી. એની ઉત્તર સીમા ઈશુ વર્ષ ૧૨૨૨ પછીની ગણવામાં આવે છે, કારણ કે વિમલવસહીમાં મલદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઈસ. ૧૨૨૨માં કરાવેલ દેવકુલિકાનો એમાં ઉલ્લેખ છે; પરંતુ આ મુદ્દો જરા વિવાદાસ્પદ ગણાય, કારણ કે સુકૃતસંકીર્તનમાં ગિરનાર પર વસ્તુપાલે કરાવેલાં આદિનાથ અને પાર્શ્વનાથનાં મંદિરનો ઉલ્લેખ છે આનો સૂચિતાર્થ એટલો જ થાય કે ગિરનાર પરનાં પાર્શ્વનાથ અને આદિનાથનાં મંદિરો વહેલા પૂર્ણ થઈ ગયાં હશે; અને આદિનાથના મંદિરની સાથે વામ અને દક્ષિણ ભાગે જોડેલ અષ્ટાપદ-મંડપ તેમ જ સમેતશિખરમંડપ (કે જે બંનેમાં ઈશુ વર્ષ ૧૨૩૨ની સાલવાળા ત્રણ ત્રણ લેખો સ્થિત છે) તેની રચના જરા પાછળથી થયેલી હશે. સંભવ છે કે ગિરનાર પરનું આદિનાથ મંદિર પેલા બે પાર્થમંડપો બાદ કરતાં, થોડું પ્રાચીન હોય. આ સિવાય વિજયસેનસૂરિકૃત રેવંતગિરિરાસુ અને પાલ્ડણપુત્રકૃત આબૂરાસ(૨૦ કાર ઈ. સ૧૨૩૩)માં અનુક્રમે ગિરનાર અને આબૂ પર કરાવેલાં સુકૃત્યોનો જ ઉલ્લેખ હોઈ મંત્રીશ્ચયનાં પ્રભાસનાં બાંધકામો વિષયે કશું કહેવામાં આવ્યું નથી.
વસ્તુપાલના સમકાલીન લેખકોમાં કદાચ સૌથી છેલ્લા નરેન્દ્રભસૂરિ છે. એમની વિરલ અને અત્યંત પ્રમાણભૂત કહી શકાય તેવી ૧૦૪ શ્લોકપ્રમાણ-પ્રશસ્તિ અત્યાર સુધી મળી આવેલ પ્રશસ્તિઓમાં સૌથી મોટી અને સવિશેષ વિગતવાળી છે; પણ એમાંયે પ્રભાસનાં મંદિરો વિશે કશું જ કહેવામાં આવ્યું નથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૦૬
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ગિરનારના ઉપર ચર્ચેલ વસ્તુપાલવિહારના શિલાલેખોમાં આ બન્ને બંધુઓની વાસ્તુવિષયક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી આપવામાં આવેલી હોવા છતાં એ લેખો પ્રભાસમાં હાથ ધરાયેલ કામો વિશે કશું કહેતાં જણાતાં નથી; આથી એટલું સ્પષ્ટ થાય છે કે આ તમામ ગ્રંથો અને પ્રશસ્તિઓ પ્રભાસમાં એમણે કરાવેલ મંદિરો પૂર્વે રચાઈ ગયેલાં હોવા જોઈએ.
આ અનુસંધાને હવે છેલ્લી નોંધ બાલચંદ્રના વસંતવિલાસની લઈએ. એની રચના વસ્તુપાલના સ્વર્ગગમન (ઈશુ વર્ષ ૧૨૪૦) પછી થયેલી હોઈ એમાંથી કંઈક માહિતી મેળવવાની આશા રાખી શકાય; પણ એ ગ્રંથમાં તો વસ્તુપાલની કીર્તિનાત્મક પ્રવૃત્તિઓનો સામાન્ય –અતિસામાન્ય–નિર્દેશ છે તેથી એ ગ્રંથની સંદર્ભગત વિષય બાબતમાં કશી ઉપયુક્તતા રહેતી નથી.
પરંતુ વસ્તુપાલના સમયથી બહુ દૂર નહિ એવા મેરૂતુંગાચાર્યનું પ્રમાણ બાજુએ રાખતાં પહેલાં વિચાર કરવો પડે એમ છે. જિનહર્ષ તો એ અષ્ટાપદ-પ્રાસાદ ચંદ્રપ્રભ-જિનાલયના અંતભાગે બંધાયો કહી એના સ્થાનનો પણ નિર્દેશ કરે છે. એટલે આ બાબતમાં પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપલબ્ધ થઈ શકે તો અષ્ટાપદ-પ્રાસાદની અને સાથે સાથે તેજપાલે કરાવેલ આદિનાથના મંદિરની સંભાવના સ્વીકારવામાં ખાસ વાંધો નથી. અહીં તવિષયક આગળ ઉપર વિશેષ વિચાર કરીશું.
તેરમાં શતકમાં પ્રભાસમાં ભગવાન નેમિનાથનું પણ એક સ્વતંત્ર મંદિર અસ્તિત્વમાં હતું. ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષિત રાખવામાં આવેલા એક ભગ્ન પબાસણના ઈશુ વર્ષ ૧૨૮૭ તુલ્યકાલીન વર્ષના મહત્ત્વના શિલાલેખના ખંડમાં એ મંદિરનો સીધો ઉલ્લેખ છે. એમાં કહ્યું છે કે મુનિસુવ્રતસ્વામીની સમલિયા-વિહાર-ચરિત્રસહિત દેવકુલિકા શ્રી સોમેશ્વ૨પત્તનદેવમાં શ્રી નેમિનાથત્યમાં કરવામાં આવી. આ નેમિનાથ-જિનાલય કયારે બંધાયું હશે એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય છે. શત્રુંજયપ્રકાશના કથન મુજબ ઈશુ વર્ષ ૧૨૬૪માં માંડવગઢ(મંડપદુર્ગ)ના પેથડશાહે મહાતીર્થયાત્રા કરી તે દરમિયાન દેવપત્તનમાં એક જિનાલય કરાવેલું. રત્નમંદિરગણિના ૧૫મા શતકનાં લખાણોમાં મંડપદુર્ગના પેથડસાહે જૈન તીર્થોમાં જે સુકૃત્યો કરાવ્યોનો ઉલ્લેખ છે તેમાં સોમેશ્વરપત્તનનો પણ ઉલ્લેખ છે. ઈશુ વર્ષ ૧૩૦૪ના અરસામાં રચાયેલા પેથડરાસુમાં પેથડસાહને સોમનાથ અને ચંદ્રપ્રભને વંદન કરતા દર્શાવ્યા તો છે જ..., અને તેથી એ સંભવિત છે કે પ્રભાસપાટણમાં ઈશુ વર્ષ ૧૨૬૪ની આસપાસ કોઈ જિનાલય બંધાયું હોય અને એ કદાચ ઉપર્યુક્ત નેમિનાથનું જિનાલય હોય. ઉપર્યુક્ત વિગતોનું પુનરાવલોકન કરતાં એટલું ચોક્કસ જણાય છે કે ઉલૂધખાનના પ્રભાસ પરના આક્રમણ પૂર્વે પ્રભાસમાં નીચે દર્શાવેલ જૈન મંદિરો વિદ્યમાન હતાં :
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
(૧) ચંદ્રપ્રભ જિનાલય (દિગંબર સંપ્રદાય)
(૨) ચંદ્રપ્રભ જિનાલય (શ્વેતાંબર સંપ્રદાય)
(૩) રાજા કુમારપાળ-વિનિર્મિત કુમારવિહારપ્રાસાદ (પાર્શ્વનાથ ચૈત્ય)
(૪) વસ્તુપાલ-નિર્મિત અષ્ટાપદપ્રાસાદ.
(૫) તેજપાલ-નિર્મિત આદિનાથ-જિનાલય, અને
(૬) પેથડસાહ-નિર્મિત (?) નેમિનાથ ચૈત્ય
આ મંદિરોના અસ્તિત્વ વિશે આપણને ઉપલબ્ધ સ્થાપત્યકીય અવશેષોના પરીક્ષણ દ્વારા જે કંઈ પ્રમાણો પ્રાપ્ત થયા છે તે હવે વિચારીએ :
૨૦૭
(૧) આઠમા શતકના અંતભાગમાં કે નવમા શતકની શરૂઆતમાં પ્રભાસમાં દિગંબર કે પછી બોટિક-ક્ષપણક સંપ્રદાયનું કોઈ મંદિર વિદ્યમાન હતું એવાં થોડાંક, પણ ચોક્કસ પ્રમાણો પ્રાપ્ત થયાં છે. પ્રભાસપાટણથી લાવવામાં આવેલી કહેવાતી અને હાલ જૂનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત થયેલી આદિનાથની શીવિહીન પણ અતિસુંદર અને સૌમ્ય પ્રતિમા (જો પ્રભાસથી લાવવામાં આવી હોય તો) આ પરત્વે પ્રથમ દાર્શનિક પુરાવો પૂરો પાડે છે (ચિત્ર નં. ૧). એનું સિંહાસન પ્રાચીન શૈલીનું છે; વચ્ચે ધર્મચક્ર છે; એની બાજુ સામસામા મુખ માંડી બેઠેલાં સત્યમૃગ અને કરુણામૃગીની સુરેખ આકૃતિઓ કંડારેલ છે. બન્ને છેડે પીઠ વાળી બેઠેલા સિંહો છે. આસનના બન્ને પક્ષે જોવામાં આવતા ‘ગજમકરવ્યાલ’ તદ્દન ખંડિત થયેલા છે. ખભા પર કેશવલ્લરી શોભે છે. પ્રતિમાનું દેહસૌષ્ઠવ ઉચ્ચ પ્રકારનું છે. શીર્ષવિહીન હોવા છતાંયે પ્રતિમા પ્રભાવશાળી લાગે છે. નિર્માણકાળ આઠમાનો અંત કે નવમા શતકનો આરંભ હોઈ શકે છે. આ ઉપરાંત પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં લાવવામાં આવેલી ભૂરા પથ્થરની એક ખૂબ ખંડિત બાહુબલીની નગ્ન કાયોત્સર્ગ પ્રતિમા પણ ગણનાપાત્ર છે. પ્રતિમા જરા વિશેષ ખંડિત હોઈ એના કાળનો નિર્ણય કરવો મુશ્કેલ છે, છતાં પગ પાસે કંડારેલ વલ્મિક તેમ જ શિર ઉપર વૃક્ષના છાયાછત્રના વળાકાઓ જોતાં આ પ્રતિમાને નવમા શતકની આસપાસ મૂકી શકાય, માત્ર ચરણારવિંદો બાકી રહ્યાં છે તેવી શ્વેત પાષણની એક પદ્માસનસ્થ જિન-પ્રતિમા પ્રભાસના રામપુષ્કરકુંડ સમીપની વાવની દીવાલમાંથી પ્રભાસપાટણ મ્યુઝિયમને પ્રાપ્ત થયેલી છે. ચરણોનો પથ્થર દશમા શતક સુધીમાં પ્રભાસમાં વપરાતો તે પ્રકારનો છે. આ દૃષ્ટિએ આ પ્રતિમા મોડામાં મોડી દશમા શતકમાં જરૂર કંડારવામાં આવી હોય એવા અનુમાનને વિશેષ આધાર મળે છે. આ જ પ્રકારના પાષાણના પરિકરનો પાર્થસ્તંભિકાનો કાયોત્સર્ગ દિગંબર જિન ધરાવતો એક ખંડ પણ ઉપર્યુક્ત સ્થળેથી પ્રાપ્ત થયો છે. આ જ સ્થળેથી એક સુંદર દિગંબર
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦૮
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ચોવિસીજિનપટ્ટના બે ખંડો પણ પ્રાપ્ત થયા છે. આ પૈકીનો એક જૂનાગઢ મ્યુઝિયમમાં લઈ જવામાં આવેલ છે જ્યારે બીજો પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત પાષાણના કંડારેલા ત્રણ ફલકો હાલ ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે, એની વિગત જોઈ જઈએ. ફલક નં. ૧ ત્રણેમાં સૌથી પ્રાચીન છે અને ખૂબ જ ઘસારો લાગેલ હોવા છતાં વિરલ પ્રકારના નમૂના માંહેનો છે. ફલકની રચના જોતાં એના ત્રણ ખંડ પડી જાય છે. નીચેના ભાગમાં વચ્ચે ચૈત્યવૃક્ષના થડની વામપક્ષે અશ્વારૂઢ આકૃતિઓ અને દક્ષિણ પક્ષે એવી જ ચાર આકૃતિઓ બતાવી છે. મધ્યખંડમાં વચ્ચેથી એક કલ્પતરુ સમું ત્રિશાખાયુક્ત ચૈત્યવૃક્ષ પાંગરી રહ્યું છે. એના પર વચ્ચે પદ્માસનસ્થ જિનમૂર્તિ વિરાજમાન છે. એના મસ્તક પર છત્રછાયા ઢોળી રહ્યું છે અને બન્ને બાજુની શાખાની ઘટા પર ઊભી કાયોત્સર્ગ દિગંબર જિનાકૃતિઓ કંડારેલી છે. આ બન્ને મૂર્તિઓની એક બાજુ આકાશચારી માલાધર અને બીજી બાજુ વસંતરાજ શોભી રહ્યા છે. વૃક્ષની નીચે જમણી બાજુ માતુલિંગ-ધારી સર્વાનુભૂતિ યક્ષ અને ડાબી બાજુ કદાચ લક્ષી અંબિકા અર્ધપર્યકાસને સ્થિર થયેલાં છે. યક્ષ અને પક્ષીની બાજુએ એક એક આરાધકની મૂર્તિની પાર્શ્વદર્શિત આકૃતિ બતાવવામાં આવી છે. પ્રતિમાઓનાં મુખ ખૂબ ઘસાઈ જવાને લીધે એનો કાળનિર્ણય કરવાનું કામ જરા કપરું છે. આખુંયે આયોજન શ્વેતાંબર સંપ્રદાયનું નહિ પણ સ્પષ્ટ રીતે દિગંબર પ્રણાલી અનુસારનું છે. ગુજરાતની કેટલીક તળપદી લાક્ષણિકતાઓ બાદ કરીએ તો મધ્યપ્રદેશમાં ૧૦મા-૧૧મા સૈકામાં જોવામાં આવતા દિગંબર સંપ્રદાયના આવા પ્રતિભા-ફલકો સાથે ઘણે અંશે સામ્ય ધરાવે છે. આ ફલક દશમી શતાબ્દીમાં કંડારાયો હશે. ફલક નં. ૨ પંચતીર્થી છે. મસૂરક નીચે યક્ષ અને પક્ષીની ઘસાઈ ગયેલ મૂર્તિઓ છે. વચ્ચેની પદ્માસનસ્થ પ્રતિમાને ખાસ ઘસારો લાગ્યો નથી. એના મસ્તક પર છત્ર છે. બાજુમાં એક એક કાયોત્સર્ગપ્રતિમા છે. એ બન્ને પર પદ્માસનસ્થ મૂર્તિઓ છે. ફલક નં. ૧ની ત્રિતીર્થી જેટલી આ પંચતીર્થી પ્રાચીન નથી. વધુમાં વધુ ૧૧મી શતાબ્દીના મધ્યભાગે ભરાવવામાં આવી હશે.
ફલક નં. ૩ની પંચતીર્થી આગલા ફલક કરતાં પણ પાછળના કાળની છે. એનું કંડારકામ રૂક્ષ અને ઊંડાણ વિનાનું છે અહીં યક્ષ-યક્ષિી પ્રમાણમાં વધારે મોટા હોઈ સ્પષ્ટ છે. મસૂરક વિસ્તીર્ણ કમલ પર આધારિત છે. વચલી જિન-પ્રતિમાના મસ્તક પર છન્નત્રય શોભે છે. ૧૩મા શતકના અંતભાગ કરતાં આ પ્રતિમા પ્રાચીન જણાતી નથી.
આ સિવાય આ જ સંગ્રહમાં આરસની એકાદ ફૂટ ઊંચી નાગછત્રધારી કાયોત્સર્ગ પાર્શ્વનાથની ત્રણ દિગંબર પ્રતિમાઓ છે. એક પૂર્ણ કદની પીળા આરસની ખંડિત જિન-પ્રતિમા પણ છે. આ છેલ્લી ચાર પ્રતિમાઓ ૧૨મા શતકના અંતભાગ કરતાં પ્રાચીન જણાતી નથી અને મોટે ભાગે ભીમદેવ બીજાના સમયે થયેલા જીર્ણોદ્ધાર સમયે કે એ પછીનાં થોડાં વર્ષોમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
પ્રતિષ્ઠિત થઈ હશે.
આ જ કાળમાં મૂકી શકાય તેવો એક નગ્ન જૈન મુનિની આકૃતિવાળો, મંદિરની જંધાનો ખંડ, રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલો અને હાલ એને પ્રભાસપાટણ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
શિલ્પોનાં આ પ્રમાણો જોતાં એમ જણાય છે કે આઠમા-નવમા શતકની આસપાસ પ્રભાસમાં કોઈ દિગંબર જૈન મંદિર અવશ્ય હતું. મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે આ મંદિર નષ્ટ થયું હોય અને ત્યાર પછી એના પર કાંઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોય, ભીમદેવ બીજાના સમયમાં દિગંબર મુનિ હેમકીર્તિએ જે જીર્ણશીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરાવેલો તે મોટે ભાગે આ જ ચંદ્રપ્રભનું મંદિર હોઈ શકે. આ શિલાલેખનો નિર્દેશ ટિપ્પણ ૩માં અગાઉ અપાયેલ છે.
૨૦૯
ક્ષપણક મંદિરને લગતા તમામ શિલ્પખંડો રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલા છે. અને તેથી આ મંદિર એ કુંડની આસપાસમાં જ હોવું જોઈએ. આ રામપુષ્કરકુંડ પાસે પાનવાડી સ્જિદના પ્રવેશદ્વા૨માં મંદિરના કાટમાળામાંથી બનાવેલી પીળા પાષાણની સાદી પણ સૌમ્ય જૈન મંગલમૂર્તિ ધરાવતી દ્વારશાખા છે. મસ્જિદમાં હિ સં૰ ૭૨૦નો ફારસી લેખ હતો. સંભવ છે કે હેમકીર્તિએ કરેલ જીર્ણોદ્વારવાળા મંદિરનો જ કાટમાળ આ મસ્જિદમાં રૂપાંતર પામ્યો હોય. પીળા પાષાણનો બહોળો ઉપયોગ કુમારપાળના સમયથી થવા લાગેલો. આ દ્વારશાખા એની શૈલીની દૃષ્ટિએ ૧૨મા-૧૩મા શતકની જણાય છે. મસ્જિદની સંભાવલી પ્રમાણમાં સાદી છે.
(૨) શ્વેતાંબર સંપ્રદાયનાં મંદિરોમાં સૌથી પ્રાચીન મંદિર પરંપરા અનુસા૨ વલભી ચંદ્રપ્રભનું હશે એ અંગે આ અગાઉ ચર્ચા થઈ ગયેલી છે. આ મંદિર સાથે સીધી રીતે સાંકળી શકાય તેવાં આઠમા શતકથી ૧૧મા શતકના પ્રથમ ચરણ સુધીનાં શિલ્પ કે સ્થાપત્યનાં કોઈ પ્રમાણો દુર્ભાગ્યે હજી સુધી મળી શક્યાં નથી. સંભવ છે કે મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે ચંદ્રપ્રભના આ મંદિરનો નાશ થયો હોય અને પાછળથી જીર્ણોદ્ધારકોએ ખંડન પછીના તમામ જૂના અવશેષો દૂર કર્યા હોય; પરંતુ ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકી શકાય તેવી પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં આવેલી શ્વેત પાષાણની એક શીર્ષવિહીન પદ્માસનસ્થ સવસ્ર પ્રતિમા આ સમય પૂરતું તો મહત્ત્વ પ્રમાણ પૂરું પાડે છે. એના પબાસણનો ભાગ હજી આગલા યુગની પ્રથાને અનુસરે છે, પણ એ સારી રીતે ખંડિત હોઈ આ પ્રતિમા કયા જિનની હશે એ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. પ્રતિમાની બન્ને બાજુએ કંડારેલી ચામરધારી મૂર્તિઓની શૈલી સ્પષ્ટપણે ૧૧મી સદીના પ્રારંભકાળની છે. જિનપ્રતિમાનું વસ્ત્ર પણ ઘણું જ પાતળું અને
નિ. ઐ. મા. ૨-૨૭
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૧૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર
કટિસૂત્રરહિત છે. આ સિવાય હાલના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં એક ત્રિકોણાકાર પરિકરના ઉપરનો છત્રવૃતનો વેણુકા-પાષાણનો ખંડ સંરક્ષિત કરવામાં આવેલો છે. (ચિત્ર નં. ૨). શૈલીની દષ્ટિએ આ ખંડ ૧૧મી શતાબ્દીમાં મૂકી શકાય એમ છે. સામાન્ય રીતે પરિકરનો છત્રવૃત અર્ધવર્તુળાકાર હોય છે, પણ અહીં એ ત્રિકોણાકાર હોઈ વિશેષતા અને વિરલતા સૂચવી રહે છે. વિગતની દષ્ટિએ અહીં પણ ઐરાવતારૂઢ હિરયેન્દ્રો, ગંધર્વો, દુંદુભિધારી દેવો, શંખપાલ વગેરેની પરિકરોમાં સામાન્ય રીતે જોવામાં આવતી આકૃતિઓ ઉપસ્થિત છે.
આ ઉપરાંત પ્રભાસમાં પંચમુખમહાદેવ સામેની ઓરડીની ભીંતમાં યક્ષી(અજિતા?)ની અત્યંત સુડોળ અને ભાવવાહી આરસની પ્રતિમા જડેલી છે. પ્રતિમાના નીચલા બે હસ્તો ખંડિત છે. ઉપરના બે હાથોમાં અનુક્રમે અંકુશ અને પાશ જોવામાં આવે છે. નીચે વૃષનું વાહન છે. દેવીના મસ્તકે કરંડ મુકુટ શોભે છે. ગ્રીવામાં પહેરેલ રત્નજડિત હાર અને બાહુબલોની કારીગરી ખૂબ ઝીણવટભરી અને સુંદર છે. સુરેખ, લલિતલયમથી આ સુંદર પ્રતિમાનો કંડારકાળ ૧૧મા શતકના મધ્ય ભાગનો જણાય છે.
અત્યારનું પ્રભાસનું ચંદ્રપ્રભ-મંદિર તપાસી જોતાં અવશિષ્ટ રહેલો જૂનો ભાગ સ્પષ્ટ રીતે જ ૧૭મી સદીનો જણાઈ આવે છે. જામનગરમાં વર્ધમાન શાહે બંધાવેલ શાંતિનાથ જિનાલય (ઈશુ વર્ષ ૧૬૧થી ૧૬૨૨) તથા રાયસીશાહવાળા ચતુર્મુખ સંભવનાથના મંદિર (ઈશુ વર્ષ ૧૯૪૦) અને પોરબંદરના શાંતિનાથ મંદિર(ઈશુ વર્ષ ૧૬ ૩૫)ની કારીગરી સાથે આ મંદિરને સરખાવતાં આ હકીકત વિશેષ સ્પષ્ટ થશે. આગળ જોયું તેમ પ્રભાસના આ ચંદ્રપ્રભ જિનાલયમાં ઈશુ વર્ષ ૧૬૧૦ના વર્ષવાળા એક જ માસના લેખોનું બાહુલ્ય હોઈને આ સાલમાં જ ચંદ્રપ્રભનું મંદિર ફરીને બંધાયું લાગે છે. આ મંદિરમાં જૂના ભાગમાં ધ્યાન ખેંચે તેવો એનો ગૂઢમંડપ છે. ગૂઢમંડપના નીચેના સ્તંભો ૧૨મા-૧૩મા શતકના છે, જ્યારે ઉપરના સ્તંભો પૈકી બે સ્તંભો સભામંડપ પર વેદિકામાં રાખવામાં આવે છે તેવા “ધટપલ્લવ' પ્રકારના છે. એની શૈલી ૧૧મા શતકના અંતભાગની જણાય છે; પણ સ્તંભો વચ્ચે ભરાવેલી જાળીઓ તેમ જ મંડપનો વિતાન ૧૭મા સૈકાની શૈલી બતાવે છે. દ્વારશાખાઓ પણ ૧૭મી સદીની જ જણાય છે. આથી એટલું સ્પષ્ટ થાય છે કે પહેલાના ચંદ્રપ્રભ-મંદિરના કાટમાળનો ઉપયોગ ૧૭મા સૈકાના જીર્ણોદ્ધાર સમયે કરવામાં આવ્યો હશે અને ચંદ્રપ્રભ-મંદિરનું મૂળ સ્થાન એના હાલના સ્થાનથી કદાચ બહુ દૂર નહિ હોય.
કુમારપાળે જે ચંદ્રપ્રભ-જિનાલયની યાત્રા કરી હશે અને વસ્તુપાળે જેમાં અર્ચના કરેલી તે મંદિર કેવું હતું, કેવડું હતું, એ જાણવાને અત્યારે કોઈ સાધન ઉપલબ્ધ નથી. મોટે ભાગે એ મંદિર મહમૂદ ગઝનવીના આક્રમણ પછી જીર્ણોદ્ધાર સમયે બંધાયું હશે તે જ હોવું
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
જોઈએ. ઉલૂઘખાનના આક્રમણ વખતે ફરીથી આ મંદિરનો નાશ થયો હશે અને ૧૪મા શતકના પહેલા દશકામાં અંબિકાની પ્રતિમાના શિલાલેખમાંથી જે પરોક્ષ નિર્દેશ સાંપડે છે તે અન્વયે એ કાળે એનો પુન્દ્ધાર થયો હશે. ત્યાર પછી ૧૭મા સૈકાના જીર્ણોદ્ધારની વાત તો આપણે કરી ગયા.
(૩) કાલક્રમાનુસાર ચંદ્રપ્રભ પછી બંધાયેલું મંદિર કુમારપાળ કારિત પાર્શ્વનાથ-ચૈત્ય હતું. એની શોધ માટે ગામની મધ્યમાં આવેલી આશરે ત્રણસો જેટલા દેવાલયના મંડપોમાં હોય તેવી કારીગરીવાળા સ્તંભો ધરાવતી જુનામસ્જિદ તરફ વળીએ; એમાં સારી સંખ્યામાં બ્રાહ્મણીય અને જૈન સંપ્રદાયના મંદિરના અવશેષો છુપાયેલા છે. આ સ્થળે સૂર્યમંદિર હોવાનો અને સૂર્યકુંડ પૂરીને મસ્જિદનો વચલો ભાગચો—બનાવ્યો હોવાનો તર્ક કઝિન્સ કરે છે. પ્રભાસપાટણની બ્રાહ્મણ-અનુશ્રુતિ પણ આ જ કથા કહે છે. આ માન્યતાનું સમર્થન દીવાન રણછોડજી પોતાની ‘સોરઠી તવારીખ'માં કરે છે”. પરંતુ સ્કંદપુરાણના કથન અનુસાર સોમનાથની ઉત્તરે આવેલા સામ્બાદિત્યનું મંદિર એમાં આપેલી ધનુષ-ગણતરીના આધારે આ મસ્જિદના સ્થાન સાથે બંધબેસતું નથી. આ સામ્બાદિત્યનું મંદિર સોમનાથ અને મસ્જિદ એ બન્ને વચ્ચેના કોઈ સ્થળ પર હશે. સ્કંદપુરાણમાં ઉલ્લેખાયેલાં તમામ બ્રાહ્મણીય મંદિરોને એક નકશા પર ઉતારતાં એમ જણાય છે કે આ મસ્જિદના સ્થળ જેટલા ભાગમાં શૂન્યાવકાશ રહે છે. આ ઘટના જરા આશ્ચર્યજનક લાગે છે; પણ એનું કારણ એ જણાય છે કે આ મસ્જિદને મૂળ સ્થાને એકથી વધુ વિશાળ જૈન મંદિરો ઊભાં હશે અને પ્રભાસખંડકાર આ નોંધ ન લે એ તદ્દન
સ્વાભાવિક છે.
૨૧૧
પ્રભાસનાં કેટલાંક જૈન મંદિરોના અસ્તિત્વના અનુમાનને સંપૂર્ણ સમર્થન આપી રહેતાં પ્રમાણો તો આ જ મસ્જિદની અંતર્ગત રહેલા સ્થાપત્યના સહજ અવલોકનથી આપોઆપ મળી રહે છે. જુમામસ્જિદનો પ્રવેશમંડપ છોડી આગળ રહેલ વિશાળ ચોગાન વટાવી બંદગીગૃહમાં આવી પહોંચતાં ત્યાં સ્તંભો વડે ટેકાવેલા પાંચ વિતાનો નજરે પડે છે. એમાંનો વચલો વિતાન છોડતાં બાકીના ચાર વિતાનો સાદા છે, પરંતુ આ મધ્યનો વિતાન ધ્યાન ખેંચે તેવો પૂર્ણ અલંકારમય છે. વચમાં અઠ્ઠાંશ કરી દ્વાદશ સ્તંભો પર આ સુંદર છતને ટેકવેલી છે. આ સ્તંભો બધા લગભગ એકસરખી કોરણીવાળા અને ૧૨મા શતકમાં બંધાયેલા સેજકપુરના પ્રસિદ્ધ નવલખા મંદિરના સભામંડપના અડ્ડાંશ સ્તંભોને મળતા આવે છે. અાંશના ભારપટ્ટની સંધો પર પરિકર્મ કરેલાં છે; તેમાંથી મૂર્તિઓ તો નષ્ટ થઈ ચૂકી છે. વિતાનનાં અંગઉપાંગો જોવા જેવા છે. કર્ણદર્દરિકા ઉપરના રૂપકંઠમાં જિન-દર્શને જતા લોક-સમુદાયનાં દશ્યો એમાં આલેખાયેલાં છે. રૂપકંઠમાં મદલ (ઘોડા) ઘાટના સોળ વિદ્યાધરો શોભી રહ્યા છે. એની ઉપર વિદ્યાદેવીઓ માટેનાં આસનો ખાલી પડેલાં છે. રૂપકંઠ ઉપર ગજતાલુના ત્રણ થર અને ત્યારબાદ ત્રિખંડી
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૧૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
કોલના ત્રણ થર, અને છેવટે મધ્યમાં સાત કોલવાળું નયનાભિરામ લંબન ઝૂમી રહ્યું છે. આ લંબન ત્રિખંડા કોલના સંક્રમણથી નિર્મિત કરેલ છે. એમાં વચ્ચે પધકેસરયુક્ત મુકુલિ સોહી રહી છે (જુઓ ચિત્ર ૧-૨). આવા પ્રકારનું લંબન કુંભારિયાના નેમિનાથ મંદિરમાં મેઘનાદમંડપના વિતાન(પ્રાય ઈસ્વી ૧૧૩૫)માં જોવામાં આવે છે. સમસ્ત વિતાનનો વ્યાસ ૧૭-૬" છે. આ સુંદર છત વિશે કઝિન્સ બિલકુલ મૌન સેવે છે, એ અતિ આશ્ચર્યજનક છે.
આ વિતાનમાં જૈન લક્ષણ અંગે ઉપર કહ્યાં તે કારણોસર કોઈ શંકા રહેતી નથી; અને એની રચનાવિધિ સ્પષ્ટ રીતે ૧૨મા શતકના ઉત્તરાર્ધ સરખી હોઈ કુમારવિહારપ્રાસાદની કલ્પનાને બરોબર અનુરૂપ થાય તેવો આ વિતાન છે. વધુમાં જુમા મસ્જિદમાં કારીગરી-યુક્ત કુલ ત્રીસ નાની છતો પૈકીની થોડીક ૧૨મા શતકના પ્રકારની છે જે મૂળે કુમારવિહારમાં હોવી સંભવે છે. તેમાંની એક ચિત્ર ૧૨માં રજૂ કરી છે. આ છત ‘પદ્મમંદારક' જાતિની છે. તેના વિકર્ણોમાં કિન્નર-યુગ્મો કંડારેલાં છે. તે પછી ગજતાલુ, હંસપટ્ટી, ગજતાલુ, વચ્ચે અષ્ટ લૂમાઓ અને મધ્યમાં ખંડિત લંબન જોઈ શકાય છે.
આ મંદિરને લગતા કોઈ પ્રતિભાવશેષો સાંપડી શકે તેમ છે કે કેમ તે હવે તપાસીએ. અહલ્યાબાઈ હોલ્કરના સોમનાથના મંદિરના ભૂમિગૃહમાં ઉત્તર દિશાના ગોખમાં પ્રતિષ્ઠિત કરેલ શ્યામ પાષાણની લક્ષ્મી તરીકે પૂજાતી પ્રતિમાનું મૂર્તિવિધાન જરા ઊંડા ઊતરી તપાસવા જેવું છે. અહલ્યાના સોમનાથના મંદિરના પાયાના ખોદકામ(ઈશુ વર્ષ ૧૭૮૨)માં મળી આવેલી પ્રતિમાઓ માંહેની આ એક હતી. (હઠ પ્ર. શાસ્ત્રી પાસેના એક જૂના હસ્તલિખિત પત્રમાં આ હકીકત જણાવેલી છે).
આ પ્રતિમાના હસ્તોમાં અનુક્રમે પધ, પાશ, અંકુશ અને બીજપૂરક છે. નીચે કુક્ટનું વાહનો અને શિર પર ત્રિવલ્લી છત્રછે. પ્રતિમા ત્રિભંગ-લચિત અને કરંડા મુકુટ, હાર, ડ્રીણમાલા, બાહુબલ, મેખલા, કટિસૂત્ર આદિ અલંકારોથી શોભિત છે. શૈલીની દૃષ્ટિએ આ પ્રતિમાનો વિચાર કરીએ તો એમાં ૧૧મી શતાબ્દીની પ્રતિમાઓમાં જોવામાં આવતું લલિત ડોલન નથી, જ્યારે બીજી બાજુથી ૧૩ શતકથી દેખાતાં જડ થયેલાં અંગો પણ નથી.. કંડારકામ એકંદરે શુદ્ધ અને સફાઈદાર છે. સોમનાથના કુમારપાળે બંધાવેલ મંદિરની જંઘાની દેવી પ્રતિમાઓની સાથે એનો મેળ બેસતો હોઈ આ પ્રતિમાને ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં સહેજે મૂકી શકાય. મૂર્તિવિધાનની દૃષ્ટિએ આ પ્રતિમા લક્ષ્મીની નહિ પણ પદ્માવતીની છે. કુકુટનામના સર્પને બદલે અહીં શિલ્પીએ કુક્કુટનો અર્થ કૂકડો કરી એ વાહન કરી નાખ્યું છે. આ મુદ્દો જરા મહત્ત્વનો ગણાય; કેમ કે શૈલીની દષ્ટિએ ૧૨મા શતકના ઉત્તરાર્ધથી જણાતી પદ્માવતીની આ પ્રતિમાને સ્વાભાવિક રીતે જ કુમારપાળે બંધાવેલ પાર્શ્વનાથ-ચૈત્યમાં યક્ષ-કુલિકામાં મૂકવાનું મન થાય, અને આ સંભાવના કાઢી નાંખવાને આમ તો કોઈ પણ કારણ નથી પણ એક સંભવ એવો પણ છે કે તે કદાચ ઉપરચર્ચિત દિગંબર
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૧૩
મંદિરની પણ હોય. કૂકડાનું વાહન એવી શંકા ઉપસ્થિત કરી જાય છે.
(૩) કુમારવિહાર પછીથી બંધાયેલા જૈન પ્રાસાદોમાં હવે અષ્ટાપદના શોધ તરફ વળીએ. જુમા મસ્જિદના મજલાવાળા પ્રવેશમંડપનો વિતાન લાપૂર્વકનો અભ્યાસ માગી લે છે (ચિત્ર ૩, ૪). એના રૂપકંઠમાં વિદ્યાધરોની વચ્ચે જિન પ્રતિમા પર કળશ ઢોળતી હાથણીઓનાં આલેખન છે. આલેખન કઝિન્સના ધ્યાન બહાર ગયેલાં હોય એમ જણાય છે. વળી એ જ રૂપકંઠમાં સોળ વિદ્યાધરો છે જે સ્પષ્ટ રીતે જૈન રંગમંડપમાં જોવામાં આવતી સોળ વિદ્યાદેવીઓ માટેના આધારરૂપ હોઈ આ વિતાનના જૈનત્વને સવિશેષ પુષ્ટિ મળે છે. વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છામાં કહેલ આ સભામંદારક પ્રકારના વિતાનનું વિગતવાર નિરીક્ષણ કરવાથી એનો કાળનિર્ણય થઈ શકે. આ વિતાનનો વ્યાસ ૧૬-૯" છે અને એનાં અંગોમાં કર્ણદરિકા, રૂપકંઠ, ક્રમશઃ ત્રણ ગજલાલુ અને ત્રણ ત્રિભંગી કોલ અને વચ્ચે સુંદર લંબન શોભી રહ્યાં છે. લંબનના પહેલા થરમાં દ્વાદશ ગુરલૂમા અને દ્વાદશ લઘુલુમા પદ્મના સમૂહ સમી લટકી રહી છે. બીજા થરમાં એ જ પ્રમાણે અષ્ટ લૂમાનો સમૂહ વિલસી રહ્યો છે. ત્યારપછીનો પદ્મhસરસહિતનો હશે તે મધ્યવર્તી થર નષ્ટ થયો છે. આ પ્રવેશમંડપના ઉપરના અને નીચેના સ્તંભો પ્રમાણમાં સાદા છે અને વિશેષે ગ્રાકિકણિકાથી અલંકૃત કરેલા છે, એક ભારપટ્ટ બાદ કરતાં તમામ પર પલ્લવાન્વિત કિંકણિકાની અલંકારપટ્ટિકા શોભી રહી છે. અષ્ટાંશની ખૂણીના નીચલા માળના ચાર તથા ઉપલા માળના ચાર એમ કુલ આઠ ત્રિકોણાકાર વિકર્ણ વિતાનોમાં “માયૂર કિન્નર યુગ્મનાં સ્વરૂપ કંડારવામાં આવ્યા છે. મંડપના સ્તંભોના ઘાટવિધાનની એકરૂપતા અને કારીગરીનું સામંજસ્ય જોતાં આ સમગ્ર પ્રવેશમંડપ કોઈ એક જ મંદિરમાંથી ઉઠાવી લઈ અહીં મસ્જિદમાં ફરીને અસલ ઢબછબે ગોઠવી દેવામાં આવેલો છે. આ મંડપને ઉપલો મજલો હોવાથી એ આયોજનને મુસ્લિમ ખયાલાત માની લેવાની ભૂલ ન કરીએ, કારણ કે આવા જ પ્રકારનો પણ આથી વિશાળ રંગમંડપ ૧૨મા શતકના મધ્યભાગમાં બંધાયેલા કુંભારિયાના નેમિનાથ મંદિરમાં એના મૂળ સ્થાને વિદ્યમાન છે અને તેથી મસ્જિદ માંહેના પ્રવેશમંડપનું આયોજન હિંદુ શિલ્પીઓનું જ મૂળ આયોજન સમજવાનું છે. આ પ્રવેશમંડપના કાલ-નિર્ણયનો વિચાર કરીએ. એમાં લંબન પર લટકતી લૂમાઓનું સ્વરૂપ સહાયભૂત થશે (જુઓ ચિત્ર ૪). આબૂના તેજપાલ મંદિરમાં પણ આવી જ લૂમાઓ છે અને એથી આ મંડપનું જૈન લક્ષણ જોતાં, શૈલીની દષ્ટિએ ૧૩મા શતકના પૂર્વાર્ધનો એનો સમય વિચારતાં, અને ગ્રંથસ્થ પ્રમાણોને અન્વયે અહીં વસ્તુપાલે અષ્ટાપદપ્રાસાદનું નિર્માણ કરાવેલ એ હકીકતના સંદર્ભમાં જુમામસ્જિદના આ પ્રવેશમંડપને એ મંદિરનો મૂળ ભાગ માનવામાં જરાયે હરકત નથી, લંબન પ્રમાણમાં ચિપ્પટ છે એ મુદ્દો ધ્યાનમાં લઈએ તો એની નીચે મંડપમાં અષ્ટાપદની રચના હોવાનો પૂરો સંભવ છે. આ અષ્ટાપદના શિખર સાથે લંબનનો નીચલો છેડો અથડાઈ ન પડે એટલા માટે તેને થોડું ચિપ્પટ કરવામાં આવ્યું હશે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૧૪
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
(૪) તેજપાલે પ્રભાસમાં આદિ જિનેન્દ્રનું મંદિર બંધાવ્યાનું વિધાન શ્રીજિનહર્ષસૂરિએ કર્યું છે. ઉપલબ્ધ સાધનો જોતાં વસ્તુપાલ-તેજપાલના તત્કાલીન કે ઉત્તરકાલીન કોઈ પણ અન્ય લેખકો આ વિધાનને પુષ્ટિ આપતા નથી, પરંતુ એ પણ યાદ રાખવું ઘટે કે કોઈ પણ અન્ય લેખક કરતાં જિનહર્ષસૂરિ પાસે એવાં અને એટલાં વિશેષ અને ચોક્કસ સાધન પ્રાપ્ત હતાં કે જેના આધારે એમણે વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ વિશે વિગતપૂર્ણ, વિપુલ, અને સર્વાંગીણ માહિતી આપી છે. આ માન્યતાને પુરવાર કરવા એટલું કહેવું પૂરતું થઈ પડશે કે કેવળ જિનહર્ષે જ સેરિસામાં વસ્તુપાલે કરાવેલી જિનબિંબોની પ્રતિષ્ઠાનો, આબૂના અચલેશ્વરના જીર્ણોદ્ધારનો, અને તારંગામાં અજિતનાથપ્રાસાદમાં કરાવેલી પ્રતિમાપ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરેલો છે. એમનાં આ કથનોનું સંપૂર્ણ સમર્થન કેટલાક દાયકા પહેલાં એ સ્થળોએ પ્રાપ્ત થયેલ શિલાલેખોથી મળી રહે છે. આથી જિનહર્ષની માહિતી પૂરેપૂરી આધારભૂત હોવા પ્રત્યે જરા પણ શંકા સેવવા સરખું નથી. આ બાબતમાં એક ઝાંખો પણ રસપ્રદ પ્રકાશ ફેંકતો ઈશુ વર્ષ ૧૨૩૩નો તુલ્યકાલીન લેખવાળો પબાસણનો સફેદ આરસનો ખંડ હાલ ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષવામાં આવેલો છે. એમાં આસદેવ તથા તેજપાલની પત્ની અનુપમાદેવી અને વિજયસેનસૂરિનાં નામો સ્પષ્ટ રૂપમાં જણાવ્યાં છે. અલબત્ત, આ શિલાલેખને તેજપાલે ત્યાં આદિનાથનું મંદિર બંધાવ્યાના પ્રમાણ તરીકે સ્વીકારી ન શકાય; પરંતુ એ નિર્વિવાદ છે કે આ વિખ્યાત પરિવારને પ્રભાસ સાથે એ સાલમાં સાંકળે છે ખરો. સદ્ભાગ્યે આ મંદિરને લગતું એક બહુ જ અગત્યનું સ્થાપત્યનું પ્રમાણ મોજૂદ છે.
પ્રભાસપાટણ અને વેરાવળ વચ્ચેના રસ્તા પર દક્ષિણે આવેલી માઈપુરી મસ્જિદ પ્રાચીન અવશેષોમાંથી બનાવેલી છે. એમાં તળભૂમિ ઉપર ૩૬ સ્તંભો છે. એ પૈકીના વચ્ચે વિતાનને ટેકવતા ૧૨ સ્તંભો પર બીજા નાના સ્તંભો તેના પર ચડાવી ઊર્ધ્વ ભૂમિકાની રચના કરી, એને ઊંચો લીધેલો છે. સ્તંભો પ્રમાણમાં સાદા અને સરખા છે. એ જ પ્રમાણે ભારપટ્ટ પર એકસરખી કારીગરી કરેલી છે. દેખીતી રીતે જ આ બધા જ સ્તંભો અને ભારપટ્ટો વિતાન સહિત કોઈ એક જ મંદિરમાંથી ઉઠાવવામાં આવ્યા હોય એવું ભાસે છે. વિતાનને મજલો આપી ઊંચો કરવાની પદ્ધતિ અત્રે અન્યત્ર ચર્ચાયેલ જુમા મસ્જિદના પ્રવેશમંડપનું સ્મરણ કરાવે છે. મસ્જિદ ત્રણ બાજુ ખુલ્લી છે. પશ્ચિમ ભાગ બંધ કરી ત્યાં ત્રણ મહેરાબો કરવામાં આવેલી છે. આ મહેરાબ પાસેની ચોકીઓમાં નાનકડી ચોરસ છતોમાં આબુના તેજપાલના મંદિરની નવચોકીની ડાબી તેમ જ જમણી ચોકીઓનાં જેવું કામ છે. ભારપટ્ટોમાં નીચલા થરમાં વલ્લી અને ઉપલા થરમાં મત્તાલંબની શોભન-આકૃતિઓ છે. આવું અલંકરણ કંડારવાની પ્રથા ૧૩માં શતકથી પ્રચારમાં આવેલી એવું આબૂના તેજપાલ જિનાલયનું અને ડભોઈની હીરાભાગોળનું અવલોકન કરતાં સહેજે જણાઈ આવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
મસ્જિદનો મધ્યવર્તી વિતાન (ચિત્ર ૫) તો સઘનતા અને સૌંદર્યના ભવ્ય અવતાર સમો છે. એની અલંકાર-૨ચના નભોમંડળમાં ચમકતા નક્ષત્રમંડળ સમી સુશ્લિષ્ટ, ગહન, અને કલ્પના થંભાવી દે તેવી અદ્ભુત છે. ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા વિતાનોમાં મૌલિમંડન મહાતેજસ્વી રત્ન સમો છે. આ મસ્જિદ વિશેના કઝિન્સના ખ્યાલો ભ્રમજનક છે. કઝિન્સની માન્યતા મુજબ આ મસ્જિદ ઈશુ વર્ષ ૧૨૬૪માં નરઉદ્-દીન પીરોજે બંધાવેલી. (આ હકીકતને સંબંધકર્તા શિલાલેખ હાલ વેરાવળમાં હર્ષદ માતાના મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.) કઝિન્સનો બીજો તર્ક એ છે કે આ મસ્જિદનો સુંદર વિતાન સોમનાથ મંદિરની સંમુખના કોઈ મંડપનો જો એ હોય તો, અથવા તો હર્ષદ માતાના શિલાલેખમાં ઉલ્લેખાયેલા બાલેશ્વર મહાદેવ કે જેની પડિકા આ મસ્જિદ માટે ખરીદવામાં આવેલી હોય તો એનો, કઝિન્સનો ત્રીજો તર્ક એ છે કે આ વિતાનના કંઠમાં ગજલક્ષ્મીનાં સ્વરૂપો કંડારેલાં છે. એમની આ ત્રણે ધારણાઓ સત્યથી વેગળી છે૮.
સોમનાથ-મંદિરની સંમુખ ભીમદેવ બીજાએ ઈશુ વર્ષ ૧૨૧૭માં મેનિ કે મેઘનાદ મંડપ, બંધાવેલો, પરંતુ એ મંડપ સોમનાથ જેવા વિશાળ મંદિર સામે શોભે તેવો મહાકાય મંડપ જ હોઈ શકે છે, અને આ ગણતરી મુજબ માઈપુરી મસ્જિદના વિતાન કરતાં એ મંડપના વિતાનનો વિસ્તાર વધુ હોવો ઘટે અને એથી આ તર્ક બંધબંસતો નથી નીવડતો. બીજી બાજુ બાલેશ્વરના મંદિરના વિતાનનો તર્ક પણ સાનુકૂળ નથી. એ કાળના બ્રાહ્મણધર્મીઓ આવા સુંદર અને આટલા મોટા વિતાનવાળા ભાગને મસ્જિદના ઉપયોગ માટે સ્વયમેવ સ્વાધીન કરી દે કે વેચી નાખે એમ માની લેવું વધુ પડતું ગણાય. વધુમાં આ વિતાનના રૂપકંઠમાં કઝિન્સે જેને ગજલક્ષ્મીનાં સ્વરૂપો માન્યાં છે તે વસ્તુતઃ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, અને એની બન્ને બાજુ શુંડિકાઓ કલશ ઢોળી રહેલ છે. આ યોગમુદ્રામાં સ્થિર મૂર્તિઓ સ્રીમૂર્તિઓ નથી, પુરુષમૂર્તિઓ છે એ નિઃશંક છે (ચિત્ર ૬)”. આવાં જ સ્વરૂપો પાછળ ચર્ચા કરી ગયા તે અષ્ટાપદના વિતાનમાં પણ દૃષ્ટિગોચર થાય છે. વિશેષમાં અહીં પણ ઈસ્વી ૧૧૩૫-૩૭ના ૧૬ વિદ્યાદેવીઓ માટેના આસનરૂપે ૧૬ વિધાધરો રૂપકંઠમાં છે. (કુંભારિયા—આરાસણ—ના નેમિનાથ જિનાલયના અરસામાં બંધાયેલા મેધનાદમંડપના વિતાનમાં રૂપકંઠ અંતર્ગત ચતુર્દિશામાં શુંડિકાઓ સમેત પદ્માસનસ્થ જિન બતાવ્યાં છે.)
૨૧૫
આ વિતાન પૂર્ણાંગ અને સર્વાંગસુંદર છે. અઠ્ઠાંશ ઉપર કર્ણદર્દરિકા, એના પછી રૂપકંઠ, ઉત્તરોત્તર ત્રણ ગજતાલુ અને ત્યારબાદ ત્રણ કોલ અને છેલ્લે પાંચ થ૨વાળું અનુપમ કોલજ લંબન આખાયે વિતાનને સામર્થ્ય, ગૌરવ, અને શોભા આપી રહે છે. ધ્યાનપૂર્વક જોઈએ તો આ લંબન આબૂના વિશ્વવિખ્યાત તેજપાલના મંદિરના વિતાન સાથે રચના અને રૂપમાં ઘણું સામંજસ્ય ધરાવે છે. ફેર માત્ર એટલો જ કે ત્યાં બે થર વિશેષ હોઈ એ વિશાળ
Page #16
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
છે; પણ અહીંના વિતાનમાં નાવીન્ય અને વિશેષતા તો એના લંબનના નાભિચક્રમાંથી ગતિમાન થતી ૧૬ ત્રિજ્યાની રેખાઓ ૫૨ કોલ અને ગજતાલુના ગર્ભમાં ઊગમ પામતી ગુરુક્રમમાં પ્રયોજાયેલી લૂમાઓની માલિકાઓ છે. આ રચના એક અપૂર્વ શોભામંડળ રચી રહે છે. આવા પ્રકારનું અપ્રતિમ રચના-કૌશલ તો આબૂમાં પણ નથી. બીજી રીતે આ લૂમાઓનું સ્વરૂપ, અલબત, આબૂના એ મહાન વિતાનમાં સ્થિત લૂમાઓ જેવું છે. ૧૩મી શતાબ્દીના આરંભકાળે ચરમ સીમાએ પહોંચી ચૂકેલી ગુજરાતની અભિજાત વિતાન-વિધાનકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાં આ વિતાન મોખરે રહે છે. લંબન પણ થરે થરે લુમાઓથી યુક્ત હતું; પરંતુ હાલ તો એક જ લૂમા શેષ રહી ગયેલી છે (ચિત્ર ૫, ૭).
૨૧૬
માઈપુરીના વિતાનની તમામ લાક્ષણિકતાઓ ૧૩મા શતકના આરંભકાળની અચૂક છે. એમાં રહેલાં જૈન ચિહ્નાંકનોને કારણે આ વિતાનનું એ કાળના કોઈ જૈન મંદિર સાથે સંયોજન સાધવું એ સંપૂર્ણ રીતે સુસંગત છે. વસ્તુસ્થિતિ એમ જ હોય તો મંત્રી તેજપાલે બંધાવેલા આદિનાથ મંદિરના રંગમંડપનો મૂળ ભાગ કેમ ન હોઈ શકે ? કુમારવિહાર અને અષ્ટાપદના વિતાનો કરતાંયે આ વિતાન વધુ વિશાળ છે; એનો વ્યાસ ૨૦'-૩” જેટલો છે. વિશેષમાં આ તો આબૂના તેજપાલ-મંદિરના વિતાન કરતાં પણ સહેજ મોટો છે. (ત્યાં એ વિતાનનો વ્યાસ ૧૯'-૫" જેટલો છે). તેજપાલે બંધાવેલું પ્રભાસનું આદિનાથ મંદિર ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ અને ઉત્તુંગ હશે. જિનહર્ષે એને ‘કૈલાસશિખરાકાર’ કહેલ છે, એ નિષ્કારણ તો નહિ જ હોય તેમ આ વિતાન જોતાં સહેજે કલ્પના થઈ શકે છે.
તેજપાલ કારિત આ મંદિરની સાથે સાંકળી શકાય તેવી કારીગરીની સમતાવાળી એક નાની પણ એક બીજી છતની નોંધ પણ લઈએ. જુમા મસ્જિદની મધ્ય મહેરાબની બરોબર ઉપર ગુજરાતના વિતાન-વિધાનની યશકલગી સમી એક અભિનવ ચોરસ છત ચંદ૨વા સમી શોભી રહી છે (ચિત્ર નં. ૮). અહીં ચતુરગ્ન આયોજનને છેક વચ્ચેના લંબન સુધી ખેંચી જવામાં આવેલું છે. લંબન ત્રિદલ અને ચતુરસ છે, અને ગજતાલુના ગર્ભમાં રહેલી લૂમાઓ અને પુષ્પકો ક્યાંય ખંડિત થયાં છે તો ક્યાંય વળી પૂર્ણરૂપે પણ સુવ્યવસ્થિત પ્રયોજના બનાવી રહે છે. આબૂના તેજપાલમંદિરની નવચોકીમાં પ્રવેશતાં મધ્યમાં જે ચોરસ છત દૃષ્ટિએ પડે છે તેની સાથે આ છત કેટલુંક સામ્ય ધરાવે છે. એ ચોરસ છતમાં પણ આવી જ અને વિરલ કહી શકાય તેવી ચતુરસ લંબન છે, અને આવી જ અષ્ટદલ પદ્મકની પંક્તિમાલાઓની વ્યવસ્થા છે. આ બન્ને છતો વચ્ચે વિગતોમાં થોડોક ફેર અલબત્ત છે, જેમકે રૂપકંઠની ઉપસ્થિત અને એમાં કાઢેલ અષ્ટનાયિકાઓ માટેના મદળો (ચિત્ર ૯); પણ અન્યથા બન્ને સમકાલીન હોવા અંગે કોઈ શંકા રહેતી નથી. આ અને આ મસ્જિદમાં રહેતી બીજી થોડીક નાની રૂપસુંદર છતો મૂળ તેજપાલના આદિનાથ જિનાલયમાં મૂકવા અંગે ખાસ વાંધો કાઢી શકાય એમ નથી, આવી નાની સુંદ૨ છતો
જ
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૧૭
બ્રાહ્મણમંદિરો કરતાં જૈન મંદિરોમાં વિશેષ સંભવે છે. ત્યાં છચોકી કે નવચોકીમાં અને ભમતીમાં આવી છતો માટે વિશેષ અવકાશ રહે છે. બ્રાહ્મણ-મંદિરોમાં મંડપોનું તલ-આયોજન જુદા પ્રકારનું હોવાને કારણે ત્યાં અર્ધમંડપો કે મુખમંડપોમાં આવી છતો મળી આવવાનાં ઉદાહરણો છે ખરાં, પણ જૂજવાં. અણહિલ્લવાડ પાટણ, કર્ણાવતી, સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, ધવલક્ક, વામનસ્થલી, ઉન્નતપુર, અને મંગલપુરનાં મંદિરોનાં કાટમાળમાંથી બનાવેલી મસ્જિદોનાં સમાંતર દષ્ટાંતો તપાસીએ તો ત્યાં પણ બહુધા જૈન મંદિરોમાંથી જ સામગ્રી લેવામાં આવી હોય એવું સ્પષ્ટ રીતે જ જણાઈ આવે છે. નવચોકીઓ, નૃત્યમંડપ, પાર્શ્વમંડપ, બલાનક અને ચોવીસ, બાવન, કે બોતેર દેવકુલિકાઓનો પરિવાર ધરાવતાં મધ્યકાલીન જૈન મંદિરોનું વિશિષ્ટ તલ-આયોજન અને એને કારણે પ્રગટ થતી વિપુલ સંભાવલી અને વિદ્વાનગણ મુસ્લિમોને મસ્જિદોમાં ઉપયોગ કરવા માટે ખૂબ જ સહેલાં અને સગવડભરેલાં લાગેલાં.
ચંદ્રપ્રભ-જિનાલય, કુમાર-વિહાર, અને અષ્ટાપદ-પ્રાસાદ હાલની જુમા મસ્જિદના સ્થળ ઉપર કે એને તદ્દન નિકટવર્તી હતાં, પણ આ આદિનાથ-મંદિરનું સ્થળ કયાં હોવાનો સંભવ છે એ વિચારવું ઘટે. એ સુનિશ્ચિત છે કે પ્રભાસથી ગામની બહાર આવેલી આ માઈપુરી. મસ્જિદના સ્થાને તો આ આદિનાથનું મંદિર નહિ જ હોય, કારણ કે જૈન મંદિરો નગર બહાર આમ એલાં અને અટૂલાં ભાગ્યે જ બંધાતાં. પ્રભાસપાટણ ગામમાં જુમા-મસ્જિદથી ઈશાને આવેલ સુતારવાડામાં ૧૩મી શતાબ્દીની જૈન-પ્રતિમાઓની ખંડો, પરિકરોના ભગ્નાવશેષો અને શિલાલેખો ઠીક ઠીક પ્રમાણમાં મળી આવ્યા છે. પ્રભાસપાટણની જૈન પરંપરા અનુસાર પણ એ સ્થળે કોઈ પ્રાચીન જૈન મંદિર હોવાનું કહી જાય છે. આ સ્થળની આસપાસમાં જ તેજપાલે બંધાવેલ આદિનાથ-પ્રાસાદનું મૂળ સ્થાન હોવું જોઈએ.
(૫) ઈ. સ. ૧૯૫૬માં આ લેખના લેખકોને પ્રભાસ શહેરના સર્વેક્ષણ દરમિયાન ચોગાન મસ્જિદમાંના ‘હુજરા'માં એક સુંદર વિતાન જોવામાં આવ્યો. આ ચોગાન મસ્જિદના પ્રાર્થનાગૃહમાં વચલી મહેરાબ સામે ચોરીના કુંભયુક્ત ચાર સ્તંભો હતા, જેને હમણાં જ વાટાથી પૂરી દેવામાં આવ્યા છે. હજરાવાળા વિસ્તારમાં નીચલા કોલના થરો હાલ પ્રાપ્ત નથી, પણ જયારે એ પૂર્ણ હશે ત્યારે લગભગ ૧૫-૬" જેટલા વ્યાસવાળો હશે. આ વિતાનમાં રૂપકંઠ જો કે નષ્ટ થયેલ છે, તો પણ ગજલાલુની પ્રથમ શ્રેણિમાં સંધિઓમાં સોળ સાલ જોવામાં આવે છે જે દેખીતી રીતે જ આ સોળ સાલ સોળ વિદ્યાદેવીઓના શિરપૃષ્ઠ રહેલા માંકડાઓની પકડ માટે હતાં. આ વિતાન નક્કી કોઈ જૈન મંદિરનો હોવો જોઈએ (ચિત્ર ૧૦). વિતાનની શૈલી ૧૩મી શતાબ્દીના પૂર્વાર્ધની શૈલી કરતાં પ્રમાણમાં ઊતરતી કક્ષાની છે. કોલની શિરાઓ વધુ પડતી સંખ્યામાં કરી નાખવામાં આવી છે. અંતિમ વર્તુળમાં કંડારેલ પઘો ભારેખમ અને પ્રમાણહીન છે. આ સમગ્ર કામ વાઘેલા યુગના અંત સમયની સમીપનું લાગે છે.
નિ, ઐ. ભા-૨૮
Page #18
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આ શૈલીમાં રચાયેલી એક નાની છત જુમા મસ્જિદમાં પણ છે (ચિત્ર ૧૧). તેમાં વિકર્ણમાં મોટાં ગ્રાસમુખ, પછી કર્ણદર્દરી, બે થર ગજતાલુ, એક થર કોલનો વચ્ચે પ્રમાણમાં પશ્ચાત્કાલીન જણાતી આઠ લૂમાઓ, અને છેવટે વચલા ભાગમાં લંબન કરેલું છે, જેનો પદ્મકેસરવાળો ભાગ નષ્ટ થયો છે જે એ જ મંદિરમાં હોવી જોઈએ જેની ચર્ચા ઉ૫૨ કરી ગયા.
૨૧૮
ચોરીવાળા ચાર સ્તંભોને કારણે આ મંદિર નેમિનાથનું હોવું જોઈએ અને હુજરાવાળો વિતાન એના મંડપનો હોવા સંભવ છે. આ લેખના આરંભમાં અવલોકન કર્યા મુજબ ઉત્કીર્ણ લેખના આધારે પ્રભાસમાં એક નેમિનાથ-ચૈત્ય ઈશુ વર્ષ ૧૨૮૨ પૂર્વે હતું. આપણે એ પણ જોઈ ગયા કે ઈશુ વર્ષ ૧૨૬૪ આસપાસ પેથડસાહે અહીં કોઈ મંદિર બંધાવેલું, શૈલીની દૃષ્ટિએ પરીક્ષણ કરતાં આ મસ્જિદના પ્રાર્થનાગૃહના સ્તંભોની નાની છતોની હજરાવાળા વિતાનની રચના ૧૩માં શતકના ઉત્તરાર્ધમાં થઈ હોય એવો નિર્દેશ મળે છે; અને એથી આ તમામ મુદ્દાઓનો સરસ, સરલ, સંતોષપ્રદ અને સુલભ મેળ બેસી જાય છે. નિશ્ચિત તારવણી એ થાય છે કે ચોગાન મસ્જિદ આ નેમિનાથ મંદિરના કાટમાળમાંથી જ બનાવેલી છે.
મસ્જિદનું ક્ષેત્રફળ ઠીક પ્રમાણમાં વિશાળ છે અને નેમિનાથનું અસલ મંદિર ઘણું કરીને આ જ સ્થાન ઉપર અથવા તેની સમીપમાં હશે. આ અનુમાનને સમર્થન આપી શકે તેવાં ત્રણ પ્રમાણો પ્રાપ્ત થયાં છે, આ મસ્જિદની તદ્દન નજીકમાંથી છેક ઘસાઈ ગયેલા લેખવાળો જૈન શિલાલેખ પ્રભાસપાટણના એક સલાટને મળી આવેલો. એ સિવાય અહીંથી જૈન યક્ષી નરદત્તાદેવીની ઈશુ વર્ષ ૧૨૮૮ના તુલ્યકાલીન લેખવાળી આરસની પ્રતિમા તથા એક શ્યામ પથ્થરનો ચકચકિત, મનોહર, કાયોત્સર્ગ-પ્રતિમાનો અર્ધો ભાગ મળ્યો છે. આ છેલ્લી બન્ને મૂર્તિઓ હાલ પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સંરક્ષવામાં આવેલી છે.
હવે ૧૩મા અને ૧૪મા શતકના પ્રથમ ચરણમાં મૂકી શકાય તેવી કેટલીક પ્રકીર્ણ સામગ્રીનો થોડોએક અભ્યાસ કરી લઈએ.
દ્વિતીય લેખકના સંગ્રહમાં પ્રભાસમાંથી મળી આવેલી પીળા પથ્થરની કોઈ જૈન મંદિરની મોટી પ્રશસ્તિનો એક ખંડ સચવાયેલો છે. મૂળ લેખની માત્ર નવ જ પંક્તિઓ ત્રુટિત રીતે મળતી હોઈ એમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. સાતમી પંક્તિમાં ‘જિનેન્દ્ર’ સ્પષ્ટ રીતે વંચાય છે. અક્ષરો ૧૪મા શતકના લાગે છે. સુરતના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં ઈ. સ. ૧૩૦૦ના તુલ્યકાલીન વર્ષના કાળા પબાસણ પરના લેખમાં શ્રી દેવપત્તનમાં મહેન્દ્રસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. (પ્રતિષ્ઠાકર્તા મુનિ નાગેન્દ્રગીય મહેન્દ્રસૂરિના શિષ્ય હોવાનો સંભવ છે.)
આ યુગના પ્રતિમાવશેષોમાં જોઈએ તો ભદ્રકાલીના મંદિરમાં અંબિકાની એક નાની
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૧૯
પ્રતિમા ઉલ્લેખનીય છે. એવી જ આરસની અંબિકાની પ્રતિમા પ્રભાસમાં હાલના નવા નેમિનાથના મંદિરમાં છે. આ છેલ્લી બે પ્રતિમાઓ ચંદ્રપ્રભ-જિનાલયમાં ઈશુ વર્ષ ૧૩૦૯ના તુલ્યકાલીન લેખવાળી અંબિકાની પ્રતિમા સાથે સંપૂર્ણ સામ્ય ધરાવતી હોઈને એ જ સમયની હશે.
ત્રિવેણીકાંઠે સૂર્યમંદિર પાસે એક ફલક પર કંડારેલ પાંચ જોડાજોડ ઊભી શ્વેતાંબર કાયોત્સર્ગ-પ્રતિમાઓ છે. દરેકને શિરે રાજછત્ર છે. આ ફલક પાંચ પાંડવ તરીકે હાલ પૂજાય છે. સંભવ છે કે આ પાંચ પાંડવ જૈનપરંપરા અનુસારના પાંચ પાંડવો છે, અને કદાચ પેથડસાહવાળા નેમિનાથ-મંદિરમાં એની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. શૈલીને ચકાસતાં આ પ્રતિમાઓમાં રૂક્ષતા અને કનિષ્ઠતા બંને પ્રદર્શિત થાય છે, અને ૧૩મા શતકના અંતભાગ કરતાં એને પ્રાચીન ગણી શકાય એમ નથી.
સોલંકીયુગના આથમતા દિવસો પહેલાં અહીં જૈન મંદિરોની ખૂબ જ જાહોજલાલી હશે અને મોટી સંખ્યામાં જિનબિંબો ભરાયાં હશે એની કંઈક કલ્પના આપણને અત્યારના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં સંગ્રહાયેલી જિન-પ્રતિમાઓના અવશિષ્ટ પરિકરો પરથી સહેજે આવી શકે છે. ત્યાં હાલ જુદાં જુદાં દશ પબાસણ અને દશેક પરિકરના છત્રવૃત્તના ખંડો સંગ્રહાયેલા જોવામાં આવે છે. આ ઉપરાંત, પ્રભાસપાટણ મ્યુઝિયમમાં ૧૨મા-૧૩મા શતકમાં મૂકી શકાય તેવી ચાર ખંડિત પદ્માસન-મૂર્તિ અને ત્રણ પરિકરના ઉપલા ભાગના ખંડો અને એક જિનશીર્ષ પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ સિવાય પ્રભાસપાટણના બ્રાહ્મણ-મંદિરોમાં છૂટાછવાયા ચારેક પરિકરના ખંડો અને ત્રણેક જિનપ્રતિમાના ખંડાવશેષો તેમ જ જૂનાગઢ મ્યુઝિયમમાં ત્રણ પરિકરના ઉપલા ભાગો, બે જિનશીર્ષ, અને એક કાયોત્સર્ગ-પ્રતિમા પ્રભાસથી લઈ જવામાં આવેલાં છે. થોડા માસ પહેલાં પ્રભાસના મ્યુઝિયમની પાછળના વંડામાં સાર્વજનિક હૉસ્પિટલના પાયાના ખોદકામમાંથી ઈ. સ. ૧૨૨૯ના તુલ્યકાલીન વર્ષવાળો લેખ ધરાવતો પબાસણનો ટુકડો મળી આવ્યો છે. કોઈ સજનની ભાર્યા સહજમતીના શ્રેય માટે ભદ્રસૂરિએ જિનબિંબની પ્રતિષ્ઠા કરી એવું એમાં વંચાય છે. આ સિવાય દ્વિતીય લેખકના સંગ્રહમાં લેખવાળા ત્રણ ખંડિત પબાસણોના ટુકડા છે જેની વિગતો અહીં નોંધી લઈએ : એમાંનો એક કાળા પથ્થરનો મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો છે. દિસાવાલ જ્ઞાતિના કોઈ શ્રેષ્ઠીએ પ્રતિમા કરાવી એટલું જ એમાંથી જાણવા મળે છે. બીજો લેખ પણ ત્રુટિત અને કાળા પબાસણ પર છે, જેમાં લેખનો અવશિષ્ટ રહેલો ભાગ નીચે મુજબનો છે.
સં. ૨૩૩૮ વૈશષ કુ. રૂ શની જ સ્ત્રીવા... सचालेन ढ आवड श्रेयसे श्रीपार्श्व...
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૨
નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ત્રીજો લેખ પીળા પાષાણના પબાસણ પર છે, પણ એ અત્યંત ઘસાઈ ગયેલો હોઈ એની વાચના દુર્બોધ બની છે. આ ઉપરાંત પ્રભાસપાટણ મ્યુઝિયમમાં થોડા સમય પહેલાં એક પીળા પબાસણનો લેખયુક્ત ટુકડો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એમાંથી સાલવાળો ભાગ દુર્ભાગ્ય નષ્ટ થયો છે પણ શાંતિનાથબિંબનો ઉલ્લેખ વંચાય છે અને શ્રી શ્રીમાલ જ્ઞાતિના કોઈ શ્રેષ્ઠીએ પ્રતિમા ભરાવી હોવાનું જણાય છે. લેખ ૧૩મા શતકના અંત આસપાસનો જણાય છે. દ્વિતીય લેખકના સંગ્રહમાં ૧૩મા શતકની અને નાની, આમ્રવૃક્ષ તળે સ્થિત, અંબિકાની એક પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલી પ્રતિમા અને કોઈ વિશાળકાય શ્યામ જિન-પ્રતિમાનું શીર્ષ પણ છે. પ્રભાસના પંચમુખ મહાદેવના લિંગ પર ગોઠવી દેવામાં આવેલું પાંચમું શીર્ષ પણ કોઈ જિન પ્રતિમાનું છે.
આ તમામ પરિકરો અને પ્રતિમાખંડો ૧૨મા-૧૩મા શતકથી વધારે પ્રાચીન નથી, અને આપણે વિચારી ગયા તે મુજબ પ્રભાસનાં જૈન મંદિરોની કાલગણના સાથે સમગ્ર દૃષ્ટિએ જોતાં સંપૂર્ણપણે બંધ બેસી રહે છે.
આ લેખ સમાપ્ત કરતાં પહેલાં ૧૭મા સૈકામાં બનેલાં કેટલાએક મહત્ત્વનાં સ્થાપત્યોની અંતિમ નોંધ લઈએ.
ચંદ્રપ્રભ જિનાલયના, ઈશુ વર્ષ ૧૬૧૦ના જીર્ણોદ્ધાર સમયે એની સમીપમાં બીજાં બે મંદિરો બંધાયેલાં, જેમાંના એકમાં હાલ મૂલનાયક મલ્લિનાથ વિદ્યમાન છે, અને બીજામાં મૂલનાયક મહાવીરસ્વામી છે. આ બંને મંદિરોનો થોડા દશકાઓ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પણ એ યુગનું મહત્ત્વનું કહી શકાય તેવું અને અસલ સ્વરૂપમાં હજુ કાયમ રહેલું અને એક કાળે મુસ્લિમોના વસવાટ તરીકે કોઠા નામથી ઓળખાતા જૈન મંદિર વિશે અહીં ઉલ્લેખ કરવો ઘટે. કઝિન્સે આ મંદિરનું તળદર્શન પ્રસિદ્ધ કર્યું છે. કઝિન્સના દાવા અનુસાર આ મંદિર જૈનોના પ્રાચીનતમ અને સુંદરતમ અવશેષોમાંનું એક છે, પરંતુ આ મંદિર ન તો સૌથી પ્રાચીન છે કે ન તો સૌથી સુંદર, એના ગૂઢમંડપની ચતુષ્ઠીની કઝિન્સે પ્રગટ કરેલ છતનું કામ પ્રમાણમાં અર્વાચીન છે જ્યારે અંદરના ગોખલાઓના ઉદ્ગમો અને ગર્ભગૃહમાં પીઠિકાનું તોરણ તો અહીં પ્રભાસના ચંદ્રપ્રભ જિનાલયના ઈશુ વર્ષ ૧૬૧૦ના કામ સાથે પૂર્ણપણે સામ્ય ધરાવે છે. આ મંદિરના ગૂઢમંડપની તથા ગર્ભગૃહની દ્વારશાખાઓ પણ ૧૭મા શતકની લઢણ બતાવી રહી છે. મંડપની ચોકીઓ પર ઉચ્ચાલકો દ્વારા એક મજલો કરી એને જાળીઓથી ભરી દેવામાં આવ્યો છે. આ જાળીકામ પણ ૧૭મા શતકના પ્રકારનું જ છે.
છતાં આ મંદિરની ધ્યાન ખેંચે તેવી એક વિશિષ્ટતા છે. મંદિર પૂર્વાભિમુખ છે. એના ગર્ભગૃહમાં પ્રવેશદ્વાર પૂર્વ દિશાએ એક એક ગોખલો છે. ગર્ભગૃહની દક્ષિણ દિશાની દીવાલમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૨૧
પ્રદક્ષિણા-માર્ગમાં ચાર ગોખલા છે; પશ્ચિમ દિશાએ આઠ ગોખલા છે, ઉત્તર દિશાએ દશ ગોખલા છે. ક્યાંક ક્યાંક આ ગોખલા ખંડિત થયા છે, તો પણ એની સંખ્યા બરોબર ગણી શકાય. આ ગોખલાઓની કુલ સંખ્યા ચોવીસની છે અને એનો ક્રમ બે, ચાર, આઠ, અને દશના સૃષ્ટિમાર્ગ અનુસાર હોઈ વાસ્તુગ્રંથ વૃક્ષાર્ણવ પ્રમાણે એ અષ્ટાપદ-પ્રાસાદ હોવો જોઈએ અને એથી મૂલનાયક તરીકે આ મંદિરમાં આદિનાથ વિરાજમાન હશે, નહિ કે કઝિન્સ કહે છે તેમ પાર્શ્વનાથ. આયોજનની દષ્ટિએ આ મંદિર પાછલા કાળનું હોવા છતાંયે મહત્ત્વનું કહી શકાય.
આ પછીના કાળે થયેલાં બાંધકામો પુરાતત્ત્વ અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં ન હોઈ અહીં આ ભાગ સમાપ્ત થાય છે.
ટિપ્પણો : ૧. શત્રુંજય-માહાભ્ય, સર્ગ ૯-૧૧, સર્ગ ૧૩-૩૧ અને સર્ગ ૧૪-૯૪. હરિપ્રસાદ સં. શાસ્ત્રીએ અકાટ્ય
પ્રમાણો દ્વારા આ ગ્રંથની રચના ઈ. સ. ૧૩૧૫ બાદ થઈ હોવાનું સિદ્ધ કર્યું છે. (જુઓ “મૈત્રકકાલીન ગુજરાત', ભા. ૨જો, પૃ. ૪૮૯.) આ ઉપરાંત વીરવંશાવલીમાં સંપતિએ પ્રભાસમાં જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે તેમ જ તે મંદિર ચંદ્રપ્રભનું હોવાનો તર્ક કરવામાં આવ્યો છે (જુઓ જૈનસત્યપ્રકાશ ક્રમાંક ૩૭); પણ એ માટે હાલ તો કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી. પટ્ટાવલીસમુચ્ચયકાર મુનિ શ્રી દર્શનવિજયજીએ વિચારશ્રેણી (ઈ. સ. ૧૩૪૪)માંથી જે કાલાનુક્રમ પરિશિષ્ટ ૩(સી)માંથી ઉદ્ધત કર્યો છે તેમાં વિરનિર્વાણ ૪૧૬ પછી દેવપત્તનમાં ચંદ્રપ્રભજિનભવન થશે તેવો ઉલ્લેખ છે. तदा च देवपत्तने चंद्रप्रभजिनभवनं भविष्यति । પણ આ કથનને શ્રદ્ધેય ગણી શકાય એવાં કોઈ ઐતિહાસિક પ્રમાણો ઉપલબ્ધ નથી. ૨. મેરૂતુંગાચાર્ય વિરચિત પ્રબંધચિંતામણિ, સર્ગ ૫૦ (ઈ. સ. ૧૩૦૫), શ્રી જિનપ્રભસૂરિ-રચિત કલ્પપ્રદીપ
અંતર્ગત “સત્યપુરતીર્થ કલ્પ” (ઈસ. ૧૩૧૧) અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન-પ્રબંધસંગ્રહ માંહેની હસ્તપ્રત “પી'(ઈ. સ. ૧૪૭૨)માં આ ત્રણ પ્રતિમાઓ અધિષ્ઠાતા દેવના વ્યોમમાર્ગે પ્રભાસ આવ્યાનો ઉલ્લેખ છે. વર્તમાન ચંદ્રપ્રભ-જિનાલયમાં અંબિકાની પ્રતિમા પર ઈ. સ. ૧૩૦૯નો તુલ્યકાલીન લેખ છે; જોકે વલભી વિશે એ મૌન સેવે છે. લેખ વધુમાં આ અંબિકાની દેવકુલિકા જીર્ણોદ્ધાર એ વર્ષમાં થયાનો નિર્દેશ કરે છે; પણ શૈલીની દષ્ટિએ એ પ્રતિમાને લેખના સમય કરતાં પ્રાચીનતર કહી શકાય એમ નથી. એટલે તારતમ્ય એ નીકળે છે કે ઈ. સ. ૧૨૯૮માં ઉલુઘખાને કરેલા વિનાશ પછી અંબિકાની નવી જ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. “નાણાવાલગચ્છ-પટ્ટાવલી’ અનુસાર આચાર્ય પ્રભાનંદસૂરિનો પ્રવાસમાં ઈ. સ. ૮૨૪માં સ્વર્ગવાસ થયો. આ વાત તથ્યપૂર્ણ હોય તો પ્રભાસ નવમા શતકના પ્રારંભમાં શ્વેતાંબર જૈનોનું કેન્દ્ર હોવાની હકીકતને વિશેષ સમર્થન મળી રહે.
૩. હાલ જુનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત કરવામાં આવેલ ભીમદેવ બીજાના સમયના, પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા સં૧૨xx ખંડિત લેખમાં કોઈ જીર્ણશીર્ણ જિનાલયનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ છે; અને એમાં પહેલી જ પંક્તિમાં (શ્રેયારીષ્ટ સદ્ગલં વંદg(N:) અને ૨૩મી પંક્તિમાં (1) ચંદ્રાપ: 1 કપુરતી
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨૨
. નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
શ સાર ગયેતાત્તિવાસણાં શાસન કહ્યું છે. લેખ દિગંબર સંપ્રદાયને લગતો છે. એનું વિશેષ પ્રમાણ ૧૨મી પંક્તિમાં મળી રહે છે : (નં)વિષે નેશ્વર વ્યંજૂર્વ વાધ્યા સાક્ષાતત: ગત્યાત્રા જોકે આ લેખના અવશિષ્ટ રહેલ ભાગમાં ક્યાંયે પ્રભાસનો સીધો ઉલ્લેખ નથી તોપણ એ કલ્પવું અઘરું નથી કે એવું જ “સોમેશ’ શબ્દના પ્રયોગથી છત્રીસમી પંક્તિમાંથી સૂચન નીકળે છે : સીતારા: સ્થાપના વત્ર પક્ષપત વૃત ા જુઓ D. B. DISKALKAR, Poona Orientalist, Vol. II, No. 4 (1938), p. 222 Blau-l 4912- V. P. JHOHRAPURKAR, Epigraphia Indica, Vol. XXXIII, July 1959 Plate lil, pp. 110-120. આ પ્રતિમાના સ્નાનપયથી કુષ્ટરોગ જતો હોવાનું શિલાલેખમાં જણાવ્યું છે, મદનકીર્તિરચિત શાસન-ચતુઢિશિકા(૧૩મી સદીના પૂર્વાર્ધ)માં દિગંબર જૈનતીર્થોનું ટૂંકું વર્ણન કરેલું છે. તેમાં આ જ શ્લોક શબ્દશઃ આપેલો છે. સંભવ છે કે એ પ્રભાસના ચંદ્રપ્રભને ઉદેશીને કહેવાયું હશે. એમ છતાં દિગંબર સાહિત્યમાં પ્રભાસના ચંદ્રપ્રભને લગતો કોઈ ઉલ્લેખ નથી, એવું સ્વ.
પંડિત નાથૂરામ પ્રેમીજીએ પત્ર દ્વારા પ્રથમ લેખકને જણાવેલું. ૪. હદ . શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃષ્ઠ ૧૫૯-૬૦. ૫. પ્રબંધકોશ અંતર્ગત બપ્પભટ્ટ-પ્રબંધ”. ૬. શ્રી સારાભાઈ નવાબે ભારતીય જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્યમાં આ પ્રતિમાનું ચિત્ર પ્રગટ કર્યું છે (ચિત્ર ૩૨), આ પ્રતિમા પશ્ચિમ ભારતની ધાતુપ્રતિમવિધાન-પ્રણાલીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી છે. એના નીચેના ખંડમાં પદ્મપીઠિકા પર ગરડાસના દેવી ચક્રેશ્વરી શોભી રહ્યાં છે. એમના હસ્તોમાં અનુક્રમે માલા, ચક્ર, અને શંખ રહેલાં છે. ફરતું સુંદર પરિકર્મ ભદ્રભાગે સ્થિત છે. એમના વામપક્ષે શિશુ અને આમલંબી-ધારી પક્ષી અંબિકા ઘટાટોપ નીચે ઊભેલાં જણાય છે, જ્યારે દક્ષિણ પક્ષે માલધારિણી ઊભેલી જણાય છે. ઉપરના ખંડમાં ભદ્રપીઠ પર કાયોત્સર્ગમાં સ્થિર જિનેશ્વરની અત્યંત પ્રભાવશાળી પ્રતિમા રહેલી છે. એમની ધોતી પરની સળી અને ગ્રંથિબંધ પશ્ચિમ ભારતની શિલ્પપ્રથાન જાણે કે અંતિમ અવશેષરૂપે ઉપસ્થિત છે. પગ પાસે બંને બાજુ વાહિકો ત્રિભંગમાં ઊભાં રહેલાં છે, જયારે પરિકરની ખંભિકાઓમાં ઉભય પક્ષે ત્રણ ત્રણ કાયોત્સર્ગ જિનની પ્રતિમાઓ પરિકર્મમંડિત શોભી રહી છે. મુખ્ય જિન-પ્રતિમાના શિર પર મુક્તાદામયુક્ત છન્નત્રય રહેલું છે, જ્યારે મસ્તકની બન્ને બાજુએ ગગનગામી માલધરો દષ્ટિગોચર થાય છે. દક્ષિણ પક્ષની પાર્થતંભિકા પર ગજ અને બાલ શિરોભાગે રહેલાં છે. એ જ પ્રમાણે વામપક્ષે મકર અને વ્યાલ આવી રહેલાં છે. છત્રત્રયની આજુબાજુ ગજારૂઢ હિરયેન્દ્રો નિયમાનુસાર ઉપસ્થિત છે. આ પરિકરયુક્ત સમસ્ત પ્રતિમવિધાન બેનમૂન કહી શકાય તેવું છે. . પ્ર. ચિ, અંતર્ગત “દેવબોધિ-પ્રબંધ”. ૮. સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યે આ બે પૈકીના સંવત ૧૨૪૦(ઈ. સ. ૧૧૮૪)ના લેખનો નિર્દેશ વૉટસન
મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં કર્યો છે; જયારે ઈસ. ૧૧૬૪વાળો લેખ દ્વિતીય લેખકે ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં જોયેલો. ૯. કીર્તિકૌમુદી સર્ગ ૯ + ૭૦. ૧૦. વસંતવિલાસ સર્ગ ૧૧. ૧૧. પ્ર. ચિં, સર્ગ ૪.
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૨૩
૧૨. ચતુર્વિશતિ-પ્રબંધ. ૧૩. વસ્તુપાલ-ચરિત પ્રસ્તાવ-૬ . १४.स. १३३८ वर्षे अद्येह श्रीदेवपत्तने श्रीचन्द्रप्रभस्वामीचैत्ये वैशाख शुदि ३ खौ श्री पल्लीवालजातीय भां. आसा
सुत भा. धांधपुत्रेण भां. सीडहेन स्वपितृ श्रेयसे श्री पार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं मलधारि स्वगुरु श्री
(મારે) ચંદ્રભૂષિઃ | ૧૫. આ લેખ આ પ્રમાણે વંચાય છે :
संवत् १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्रीदेवपत्तनवास्तव्य श्री श्रीमालज्ञातीय पितृ. ठ. सोमसीहस्य मातृगुउडरदेव्याश्च पुण्याय श्री चन्द्रप्रभस्वामीचैत्य पूर्वं व्योममार्गेण समागतायाः अम्बिकाया मूर्ते जीर्णोद्धार पूर्वक द्वयालंकृता या देवकुलिका...उ. सुहडसीहेन कारितः पेटलापद्रीय श्रीमदनसुरिणां प्रसादेन धवलक्कीय श्री धर्मदेवसूरिभिः प्रतिष्ठिता शुभं भवतु ।
૧૬ શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧૮, અંક ૬, ૭, પૃ. ૧૪૫.
૧૭. એજન, પૃ. ૧૪૫-૧૪૬–૧૪૭-૧૪૮. ૧૮. સ્વ. શ્રી સી. ડી. દલાલ સં. પત્તનભાંડાગારીય ગ્રંથસૂચિ તેમ જ જેસલમીર ભાંડાગારીય ગ્રંથસૂચિ
(પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા, પ્રકાશિત) અને મુનિશ્રી પુણ્યવિજયજીસંપાદિત દેશવિરતિધર્મારાધક સભા દ્વારા પ્રકાશિત પ્રશસ્તિસંગ્રહ તેમ જ મુનિશ્રી જિનવિજયજીસંપાદિત જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ અને થોડા સમય પહેલાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની મહામૂચિના બન્ને ભાગી પણ તપાસી જોયા છે. આ લેખ તૈયાર કરવામાં ઉપયોગી નીવડે તેવા જૈન ગ્રંથોની સંદર્ભસૂચિ મોકલવા માટે મુનિશ્રી પુણ્યવિજયજી તથા ડૉ. હરિપ્રસાદ ગંદુ શાસ્ત્રીના લેખકો
ઋણી છે. ૧૯ શ્રી કે. કા. શાસ્ત્રી અનુશીલનમાં મેરતંગ-કથિત કુમારવિહારપ્રાસાદ પ્રભાસપાટણમાં નહીં, પણ
અણહિલપાટણમાં હોવા વિશેની માન્યતા પ્રગટ કરે છે; પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષમાં લેતાં કુમારવિહાર પ્રભાસપાટણમાં પણ હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત કુમારપાલ
ચરિત્રસંગ્રહમાં પ્રભાસપાટણના કુમારવિહાર વિશે કોઈ ખાસ નવીન નોંધ નથી. ૨૦. પ્ર. ચિં, સર્ગ. ૪
૨૧. વ. ચ., પ્રસ્તાવ ૬. ૨૨, જુઓ કીર્તિકૌમુદીના ગુજરાતી ભાષાંતરની સ્વ. શ્રી. વલ્લભજી હરિદત્ત આચાર્યની પ્રસ્તાવના તેમ જ
ડે. ભોગીલાલ સાંડેસરા-રચિત મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ. ૨૩. જુઓ ધર્માસ્યુદય મહાકાવ્યની પ્રસ્તાવના તેમ જ મ વ સામં. ૨૪. જુઓ પ્રસ્તાવના, સુકૃતસંકીર્તનમ્ જૈિન આત્માનંદ-સભા, ભાવનગર). ૨૫. આ સારાયે ઝૂમખાનો ગિરનાર પરના રાજુલની ગુફા પાસેના ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં
વસ્તુપાલવિહાર'તરીકે પરિચય આપવામાં આવ્યો છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨૪
નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
२६.संवत १३४३ वर्षे माघ वादि १ शनीवोह श्रीसोमेश्वरपत्तनदेव श्रीनेमिनाथचैत्ये श्रीआगमिक संघेन
श्रीमुनिसुव्रतस्वामी बिंब समलीयाविहारचरित्रसहितं आत्मश्रेयार्थं देवकुलिकासहितं कारापितं प्रतिष्ठितं
શ્રીચંદ્ર છે શ્રીકૃથ્વવન્દ્રસૂરિશિષ્ય શ્રીવિનયચંદ્રસૂરિમ: શ્રી સિદ્ધચક્ર, વર્ષ ૧૮, અંક ૬-૭, પૃષ્ઠ ૧૪૫). ૨૭, જુઓ રત્નમંદિરકૃત ઉપદેશ-નરગિણી (આ૦ ઈ. સ. ૧૪૫૯) તેમ જ રત્નમંડનકૃત સુકૃત-સાગર(આત
૧૫મો સૈકો); પેથડસાહ અંગેની નોંધ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (મો. દ. દેશાઈ),
પૃ. ૪૦૫. ૨૮. શ્રી કે. કા. શાસ્ત્રી, આપણા કવિઓ, ખંડ ૧લો પૃ૧૯૭. ૨૯, મધ્યપ્રદેશમાં આવેલા દેવગઢ અને ખજુરાહોમાં જિનનાં માતા-પિતાવાળી દિગંબર સંપ્રદાયની પ્રતિમાઓ
આ ફલક સાથે સારું સામ્ય ધરાવે છે. ૩૦. આ લેખ હાલ જૂનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત કરવામાં આવ્યો છે. ૩૧. જુઓ નવાબ સારાભાઈ, ભારતનાં જૈનતી અને તેનું શિલ્પ સ્થાપત્ય (એમાં આ મંદિરના ભાગનાં ચિત્રો
૧૮૪-૧૮૫.) 32. A. S. I. Vol. XVI, p. 250 H A. S. I. Vol. IX. Somanātha and other Mediaeval
Temples in Kathiawar p. 28. શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ-પ્રથમ ખંડ, પૃ ૧૩૪)માં છતના જૈન લક્ષણ તરફ ધ્યાન ખેંચે છે, તે વાજબી જ છે. ઈ. સ. ૧૯૨૭માં ડો. શાલોર્ટે ક્રાઉઝએ એમની પ્રભાસપાટણની મુલાકાત વખતે આ મસ્જિદની નિરીક્ષા કર્યા બાદ એ જૈનમંદિર હોવાનો અભિપ્રાય આપેલો, અને સ્વ. શ્રી શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ એમને ત્યાં આવેલ દ્વિતીય લેખકને પ્રભાસના કાજી પાસે રહેલા એક ફારસી ખતની વાચના પરથી આ મસ્જિદને સ્થળે મૂળ “મંદિર
ઈ-પારસનાથ'હતું એવું પ્રમાણ કહેલું. (જુઓ શાલોર્ટે ક્રાઉઝ, જૈન રીપ્ય મહોત્સવ ગ્રંથ, પૃ ૧૯૦). ૩૩. વૉટ્સન મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્ય આ મસ્જિદના
સ્થાનને “અર્કસ્થળ તરીકે ઓળખાવ્યું છે, તથા હોજને હિંદુ લોકો સૂર્યકુંડ ગણે છે એવી નોંધ કરી છે; પણ
અર્કસ્થળ તો ત્રિવેણીકાંઠે હતું, જે અંગે સ્કંદપુરાણ અને પ્રભાસની પરંપરા એકમત છે. ૩૪. સોરઠી તવારીખ, ગુજરાતી ભાષાંતર, પૃ. ૫૪. ૩૫. ઉપરાંત A. S. H. Vol. 1X, Plate XX. ૩૬. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ અષ્ટાપદનું મંદિર કુમારપાળે બંધાવ્યાનો તેમ જ એના પર એ નરેશે સુવર્ણ
ક્લશો ચઢાવ્યાનો ઉલ્લેખ પ્રચિના આધાર પર કરે છે. (જુઓ જૈ તી. સ. પૃ. ૧૩૪); પણ પ્રર્ચિ,
આ અષ્ટાપદપ્રસાદને સ્પષ્ટ રીતે જ વસ્તુપાલ સાથે સાંકળે છે. ३७. संवत १२८९ वर्षे वैशाख वदि १२ शुक्रे ती. आसदेव...भार्या ता...अणुपमादेविभ्यामात्म श्रेयसे
શ્રીમહાવોલિંવ તે નિકિતા શ્રીહરિમક શિષ્ય શ્રી વિનયનસૂરિ I (શ્રી સિદ્ધચક્ર, વર્ષ ૧૮, અંક ૬-૭, પૃ. ૧૪૬), આ લેખને હાલમાં તપાસી જોતાં એમાં તેજપાલનું નામ કોતરનાર ભૂલી ગયો હોય એમ જણાય છે, નહિ કે અસ્પષ્ટ છે. શ્રી સિદ્ધચક્રમાં એ સ્થાને બતાવેલો ગાળો એથી જરૂરી નથી. આ સિવાય પ્રભાસપાટણમાં ભટ્ટ કાનજી રણછોડના ઘરમાં પૂજાતી શ્યામ પાષાણની ગણેશની પ્રતિમાની
Page #25
--------------------------------------------------------------------------
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો 225 ગાદી પર ઈ. સ. ૧૨૩પનો તુલ્યકાલીન લેખ છે, તેમાં શ્રીપત્તનનિવાસી મહું શ્રી તેર(જ)પાલ શ્રી કરણિય આદિ કાર્ય પ્રસંગે દેવપત્તન આવ્યા હશે ત્યારે ગણપતિની પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. (જુઓ કે. કા. શાસ્ત્રી, સાપ્તાહિક “ગુજરાતી', ૭મો શ્રી કુષ્ણાંક, 29 ઑગસ્ટ, 1937, પૃ. 1355 પ૬), આ તેરપાલ તે જ મંત્રી તેજપાલ હોવાનો ઘણો સંભવ છે. 38. H. coUSENs, Somanatha, pp. 21-22. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે આને જૈન મંડપ માન્યો છે એ યોગ્ય જ છે. (જુઓ. જૈ તી. સસં, પૃ. 135) 36. Epigraphia indica, Vol. II. 40. મૂળ શિલાલેખમાં “ચકલેશ્વર' નામ આપેલું છે. 41. કઝિન્સ, એજન, પ્લેઇટ્સ xvi & xviv. 42. આ સ્થળેથી પ્રાપ્ત થયેલા ઈ. સ૧૨૭૪ તથા ૧૨૮૪ના તુલ્યકાલીન બે શિલાલેખોની ટૂંકી નોંધ ભાવનગર શોધસંગ્રહ પુસ્તક પહેલામાં પાછળ પ્રસિદ્ધ થયેલ છે. આ સૂચિપત્રમાં પૃ. 28 પર અનુક્રમે લેખાંક નં. 100 અને નં૧૪૧થી પ્રસિદ્ધ થયેલ છે. આ બન્ને લેખોની સંશુદ્ધ વાચના શ્રી ફાર્બસ ગુજરાતી સભાના સૈમાસિક, પૃ. ૧૮/૨-૩માં દ્વિતીય લેખકે પ્રગટ કરેલ છે. 43. કઝિન્સ, એજન, પ્લેઇટ્સ xv & xvi. વિશેષ નોંધ : પુસ્તકનો આ ભાગ તૈયાર કરવામાં પ્રભાસપાટણના શ્રી જૈન શ્વેતામ્બર તપાગચ્છ સંધ, એના સન્નિષ્ઠ પ્રમુખ શેઠશ્રી રામચંદ માણેકચંદ તથા કાર્યરત મંત્રી શેઠશ્રી જાદવજી રતનજીએ ખૂબ જ રસ લઈ સહકાર તથા સહયોગ આપી સહાયતા આપી છે, જેનો અહીં હાર્દિક ઋણસ્વીકાર કરતાં આનંદ અનુભવીએ છીએ. અહીં પ્રકટ કરેલાં ચિત્રો ગુરગાંવસ્થિત American Institute of Indian Studiesના ચિત્ર - સંગ્રહાલયમાંથી પ્રાપ્ત થયાં છે, જે અહીં સાભાર પ્રગટ કરવામાં આવી રહ્યાં છે. નિ, ઐ, ભા. ર-૨૯