SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ત્રીજો લેખ પીળા પાષાણના પબાસણ પર છે, પણ એ અત્યંત ઘસાઈ ગયેલો હોઈ એની વાચના દુર્બોધ બની છે. આ ઉપરાંત પ્રભાસપાટણ મ્યુઝિયમમાં થોડા સમય પહેલાં એક પીળા પબાસણનો લેખયુક્ત ટુકડો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એમાંથી સાલવાળો ભાગ દુર્ભાગ્ય નષ્ટ થયો છે પણ શાંતિનાથબિંબનો ઉલ્લેખ વંચાય છે અને શ્રી શ્રીમાલ જ્ઞાતિના કોઈ શ્રેષ્ઠીએ પ્રતિમા ભરાવી હોવાનું જણાય છે. લેખ ૧૩મા શતકના અંત આસપાસનો જણાય છે. દ્વિતીય લેખકના સંગ્રહમાં ૧૩મા શતકની અને નાની, આમ્રવૃક્ષ તળે સ્થિત, અંબિકાની એક પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલી પ્રતિમા અને કોઈ વિશાળકાય શ્યામ જિન-પ્રતિમાનું શીર્ષ પણ છે. પ્રભાસના પંચમુખ મહાદેવના લિંગ પર ગોઠવી દેવામાં આવેલું પાંચમું શીર્ષ પણ કોઈ જિન પ્રતિમાનું છે. આ તમામ પરિકરો અને પ્રતિમાખંડો ૧૨મા-૧૩મા શતકથી વધારે પ્રાચીન નથી, અને આપણે વિચારી ગયા તે મુજબ પ્રભાસનાં જૈન મંદિરોની કાલગણના સાથે સમગ્ર દૃષ્ટિએ જોતાં સંપૂર્ણપણે બંધ બેસી રહે છે. આ લેખ સમાપ્ત કરતાં પહેલાં ૧૭મા સૈકામાં બનેલાં કેટલાએક મહત્ત્વનાં સ્થાપત્યોની અંતિમ નોંધ લઈએ. ચંદ્રપ્રભ જિનાલયના, ઈશુ વર્ષ ૧૬૧૦ના જીર્ણોદ્ધાર સમયે એની સમીપમાં બીજાં બે મંદિરો બંધાયેલાં, જેમાંના એકમાં હાલ મૂલનાયક મલ્લિનાથ વિદ્યમાન છે, અને બીજામાં મૂલનાયક મહાવીરસ્વામી છે. આ બંને મંદિરોનો થોડા દશકાઓ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પણ એ યુગનું મહત્ત્વનું કહી શકાય તેવું અને અસલ સ્વરૂપમાં હજુ કાયમ રહેલું અને એક કાળે મુસ્લિમોના વસવાટ તરીકે કોઠા નામથી ઓળખાતા જૈન મંદિર વિશે અહીં ઉલ્લેખ કરવો ઘટે. કઝિન્સે આ મંદિરનું તળદર્શન પ્રસિદ્ધ કર્યું છે. કઝિન્સના દાવા અનુસાર આ મંદિર જૈનોના પ્રાચીનતમ અને સુંદરતમ અવશેષોમાંનું એક છે, પરંતુ આ મંદિર ન તો સૌથી પ્રાચીન છે કે ન તો સૌથી સુંદર, એના ગૂઢમંડપની ચતુષ્ઠીની કઝિન્સે પ્રગટ કરેલ છતનું કામ પ્રમાણમાં અર્વાચીન છે જ્યારે અંદરના ગોખલાઓના ઉદ્ગમો અને ગર્ભગૃહમાં પીઠિકાનું તોરણ તો અહીં પ્રભાસના ચંદ્રપ્રભ જિનાલયના ઈશુ વર્ષ ૧૬૧૦ના કામ સાથે પૂર્ણપણે સામ્ય ધરાવે છે. આ મંદિરના ગૂઢમંડપની તથા ગર્ભગૃહની દ્વારશાખાઓ પણ ૧૭મા શતકની લઢણ બતાવી રહી છે. મંડપની ચોકીઓ પર ઉચ્ચાલકો દ્વારા એક મજલો કરી એને જાળીઓથી ભરી દેવામાં આવ્યો છે. આ જાળીકામ પણ ૧૭મા શતકના પ્રકારનું જ છે. છતાં આ મંદિરની ધ્યાન ખેંચે તેવી એક વિશિષ્ટતા છે. મંદિર પૂર્વાભિમુખ છે. એના ગર્ભગૃહમાં પ્રવેશદ્વાર પૂર્વ દિશાએ એક એક ગોખલો છે. ગર્ભગૃહની દક્ષિણ દિશાની દીવાલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249392
Book TitlePrabhas Patanna Prachin Jin Mandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size802 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy