SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ . નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ સાર ગયેતાત્તિવાસણાં શાસન કહ્યું છે. લેખ દિગંબર સંપ્રદાયને લગતો છે. એનું વિશેષ પ્રમાણ ૧૨મી પંક્તિમાં મળી રહે છે : (નં)વિષે નેશ્વર વ્યંજૂર્વ વાધ્યા સાક્ષાતત: ગત્યાત્રા જોકે આ લેખના અવશિષ્ટ રહેલ ભાગમાં ક્યાંયે પ્રભાસનો સીધો ઉલ્લેખ નથી તોપણ એ કલ્પવું અઘરું નથી કે એવું જ “સોમેશ’ શબ્દના પ્રયોગથી છત્રીસમી પંક્તિમાંથી સૂચન નીકળે છે : સીતારા: સ્થાપના વત્ર પક્ષપત વૃત ા જુઓ D. B. DISKALKAR, Poona Orientalist, Vol. II, No. 4 (1938), p. 222 Blau-l 4912- V. P. JHOHRAPURKAR, Epigraphia Indica, Vol. XXXIII, July 1959 Plate lil, pp. 110-120. આ પ્રતિમાના સ્નાનપયથી કુષ્ટરોગ જતો હોવાનું શિલાલેખમાં જણાવ્યું છે, મદનકીર્તિરચિત શાસન-ચતુઢિશિકા(૧૩મી સદીના પૂર્વાર્ધ)માં દિગંબર જૈનતીર્થોનું ટૂંકું વર્ણન કરેલું છે. તેમાં આ જ શ્લોક શબ્દશઃ આપેલો છે. સંભવ છે કે એ પ્રભાસના ચંદ્રપ્રભને ઉદેશીને કહેવાયું હશે. એમ છતાં દિગંબર સાહિત્યમાં પ્રભાસના ચંદ્રપ્રભને લગતો કોઈ ઉલ્લેખ નથી, એવું સ્વ. પંડિત નાથૂરામ પ્રેમીજીએ પત્ર દ્વારા પ્રથમ લેખકને જણાવેલું. ૪. હદ . શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃષ્ઠ ૧૫૯-૬૦. ૫. પ્રબંધકોશ અંતર્ગત બપ્પભટ્ટ-પ્રબંધ”. ૬. શ્રી સારાભાઈ નવાબે ભારતીય જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્યમાં આ પ્રતિમાનું ચિત્ર પ્રગટ કર્યું છે (ચિત્ર ૩૨), આ પ્રતિમા પશ્ચિમ ભારતની ધાતુપ્રતિમવિધાન-પ્રણાલીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી છે. એના નીચેના ખંડમાં પદ્મપીઠિકા પર ગરડાસના દેવી ચક્રેશ્વરી શોભી રહ્યાં છે. એમના હસ્તોમાં અનુક્રમે માલા, ચક્ર, અને શંખ રહેલાં છે. ફરતું સુંદર પરિકર્મ ભદ્રભાગે સ્થિત છે. એમના વામપક્ષે શિશુ અને આમલંબી-ધારી પક્ષી અંબિકા ઘટાટોપ નીચે ઊભેલાં જણાય છે, જ્યારે દક્ષિણ પક્ષે માલધારિણી ઊભેલી જણાય છે. ઉપરના ખંડમાં ભદ્રપીઠ પર કાયોત્સર્ગમાં સ્થિર જિનેશ્વરની અત્યંત પ્રભાવશાળી પ્રતિમા રહેલી છે. એમની ધોતી પરની સળી અને ગ્રંથિબંધ પશ્ચિમ ભારતની શિલ્પપ્રથાન જાણે કે અંતિમ અવશેષરૂપે ઉપસ્થિત છે. પગ પાસે બંને બાજુ વાહિકો ત્રિભંગમાં ઊભાં રહેલાં છે, જયારે પરિકરની ખંભિકાઓમાં ઉભય પક્ષે ત્રણ ત્રણ કાયોત્સર્ગ જિનની પ્રતિમાઓ પરિકર્મમંડિત શોભી રહી છે. મુખ્ય જિન-પ્રતિમાના શિર પર મુક્તાદામયુક્ત છન્નત્રય રહેલું છે, જ્યારે મસ્તકની બન્ને બાજુએ ગગનગામી માલધરો દષ્ટિગોચર થાય છે. દક્ષિણ પક્ષની પાર્થતંભિકા પર ગજ અને બાલ શિરોભાગે રહેલાં છે. એ જ પ્રમાણે વામપક્ષે મકર અને વ્યાલ આવી રહેલાં છે. છત્રત્રયની આજુબાજુ ગજારૂઢ હિરયેન્દ્રો નિયમાનુસાર ઉપસ્થિત છે. આ પરિકરયુક્ત સમસ્ત પ્રતિમવિધાન બેનમૂન કહી શકાય તેવું છે. . પ્ર. ચિ, અંતર્ગત “દેવબોધિ-પ્રબંધ”. ૮. સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યે આ બે પૈકીના સંવત ૧૨૪૦(ઈ. સ. ૧૧૮૪)ના લેખનો નિર્દેશ વૉટસન મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં કર્યો છે; જયારે ઈસ. ૧૧૬૪વાળો લેખ દ્વિતીય લેખકે ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં જોયેલો. ૯. કીર્તિકૌમુદી સર્ગ ૯ + ૭૦. ૧૦. વસંતવિલાસ સર્ગ ૧૧. ૧૧. પ્ર. ચિં, સર્ગ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249392
Book TitlePrabhas Patanna Prachin Jin Mandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size802 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy