SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચોવિસીજિનપટ્ટના બે ખંડો પણ પ્રાપ્ત થયા છે. આ પૈકીનો એક જૂનાગઢ મ્યુઝિયમમાં લઈ જવામાં આવેલ છે જ્યારે બીજો પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પાષાણના કંડારેલા ત્રણ ફલકો હાલ ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે, એની વિગત જોઈ જઈએ. ફલક નં. ૧ ત્રણેમાં સૌથી પ્રાચીન છે અને ખૂબ જ ઘસારો લાગેલ હોવા છતાં વિરલ પ્રકારના નમૂના માંહેનો છે. ફલકની રચના જોતાં એના ત્રણ ખંડ પડી જાય છે. નીચેના ભાગમાં વચ્ચે ચૈત્યવૃક્ષના થડની વામપક્ષે અશ્વારૂઢ આકૃતિઓ અને દક્ષિણ પક્ષે એવી જ ચાર આકૃતિઓ બતાવી છે. મધ્યખંડમાં વચ્ચેથી એક કલ્પતરુ સમું ત્રિશાખાયુક્ત ચૈત્યવૃક્ષ પાંગરી રહ્યું છે. એના પર વચ્ચે પદ્માસનસ્થ જિનમૂર્તિ વિરાજમાન છે. એના મસ્તક પર છત્રછાયા ઢોળી રહ્યું છે અને બન્ને બાજુની શાખાની ઘટા પર ઊભી કાયોત્સર્ગ દિગંબર જિનાકૃતિઓ કંડારેલી છે. આ બન્ને મૂર્તિઓની એક બાજુ આકાશચારી માલાધર અને બીજી બાજુ વસંતરાજ શોભી રહ્યા છે. વૃક્ષની નીચે જમણી બાજુ માતુલિંગ-ધારી સર્વાનુભૂતિ યક્ષ અને ડાબી બાજુ કદાચ લક્ષી અંબિકા અર્ધપર્યકાસને સ્થિર થયેલાં છે. યક્ષ અને પક્ષીની બાજુએ એક એક આરાધકની મૂર્તિની પાર્શ્વદર્શિત આકૃતિ બતાવવામાં આવી છે. પ્રતિમાઓનાં મુખ ખૂબ ઘસાઈ જવાને લીધે એનો કાળનિર્ણય કરવાનું કામ જરા કપરું છે. આખુંયે આયોજન શ્વેતાંબર સંપ્રદાયનું નહિ પણ સ્પષ્ટ રીતે દિગંબર પ્રણાલી અનુસારનું છે. ગુજરાતની કેટલીક તળપદી લાક્ષણિકતાઓ બાદ કરીએ તો મધ્યપ્રદેશમાં ૧૦મા-૧૧મા સૈકામાં જોવામાં આવતા દિગંબર સંપ્રદાયના આવા પ્રતિભા-ફલકો સાથે ઘણે અંશે સામ્ય ધરાવે છે. આ ફલક દશમી શતાબ્દીમાં કંડારાયો હશે. ફલક નં. ૨ પંચતીર્થી છે. મસૂરક નીચે યક્ષ અને પક્ષીની ઘસાઈ ગયેલ મૂર્તિઓ છે. વચ્ચેની પદ્માસનસ્થ પ્રતિમાને ખાસ ઘસારો લાગ્યો નથી. એના મસ્તક પર છત્ર છે. બાજુમાં એક એક કાયોત્સર્ગપ્રતિમા છે. એ બન્ને પર પદ્માસનસ્થ મૂર્તિઓ છે. ફલક નં. ૧ની ત્રિતીર્થી જેટલી આ પંચતીર્થી પ્રાચીન નથી. વધુમાં વધુ ૧૧મી શતાબ્દીના મધ્યભાગે ભરાવવામાં આવી હશે. ફલક નં. ૩ની પંચતીર્થી આગલા ફલક કરતાં પણ પાછળના કાળની છે. એનું કંડારકામ રૂક્ષ અને ઊંડાણ વિનાનું છે અહીં યક્ષ-યક્ષિી પ્રમાણમાં વધારે મોટા હોઈ સ્પષ્ટ છે. મસૂરક વિસ્તીર્ણ કમલ પર આધારિત છે. વચલી જિન-પ્રતિમાના મસ્તક પર છન્નત્રય શોભે છે. ૧૩મા શતકના અંતભાગ કરતાં આ પ્રતિમા પ્રાચીન જણાતી નથી. આ સિવાય આ જ સંગ્રહમાં આરસની એકાદ ફૂટ ઊંચી નાગછત્રધારી કાયોત્સર્ગ પાર્શ્વનાથની ત્રણ દિગંબર પ્રતિમાઓ છે. એક પૂર્ણ કદની પીળા આરસની ખંડિત જિન-પ્રતિમા પણ છે. આ છેલ્લી ચાર પ્રતિમાઓ ૧૨મા શતકના અંતભાગ કરતાં પ્રાચીન જણાતી નથી અને મોટે ભાગે ભીમદેવ બીજાના સમયે થયેલા જીર્ણોદ્ધાર સમયે કે એ પછીનાં થોડાં વર્ષોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249392
Book TitlePrabhas Patanna Prachin Jin Mandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size802 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy