Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 18
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ શૈલીમાં રચાયેલી એક નાની છત જુમા મસ્જિદમાં પણ છે (ચિત્ર ૧૧). તેમાં વિકર્ણમાં મોટાં ગ્રાસમુખ, પછી કર્ણદર્દરી, બે થર ગજતાલુ, એક થર કોલનો વચ્ચે પ્રમાણમાં પશ્ચાત્કાલીન જણાતી આઠ લૂમાઓ, અને છેવટે વચલા ભાગમાં લંબન કરેલું છે, જેનો પદ્મકેસરવાળો ભાગ નષ્ટ થયો છે જે એ જ મંદિરમાં હોવી જોઈએ જેની ચર્ચા ઉ૫૨ કરી ગયા. ૨૧૮ ચોરીવાળા ચાર સ્તંભોને કારણે આ મંદિર નેમિનાથનું હોવું જોઈએ અને હુજરાવાળો વિતાન એના મંડપનો હોવા સંભવ છે. આ લેખના આરંભમાં અવલોકન કર્યા મુજબ ઉત્કીર્ણ લેખના આધારે પ્રભાસમાં એક નેમિનાથ-ચૈત્ય ઈશુ વર્ષ ૧૨૮૨ પૂર્વે હતું. આપણે એ પણ જોઈ ગયા કે ઈશુ વર્ષ ૧૨૬૪ આસપાસ પેથડસાહે અહીં કોઈ મંદિર બંધાવેલું, શૈલીની દૃષ્ટિએ પરીક્ષણ કરતાં આ મસ્જિદના પ્રાર્થનાગૃહના સ્તંભોની નાની છતોની હજરાવાળા વિતાનની રચના ૧૩માં શતકના ઉત્તરાર્ધમાં થઈ હોય એવો નિર્દેશ મળે છે; અને એથી આ તમામ મુદ્દાઓનો સરસ, સરલ, સંતોષપ્રદ અને સુલભ મેળ બેસી જાય છે. નિશ્ચિત તારવણી એ થાય છે કે ચોગાન મસ્જિદ આ નેમિનાથ મંદિરના કાટમાળમાંથી જ બનાવેલી છે. મસ્જિદનું ક્ષેત્રફળ ઠીક પ્રમાણમાં વિશાળ છે અને નેમિનાથનું અસલ મંદિર ઘણું કરીને આ જ સ્થાન ઉપર અથવા તેની સમીપમાં હશે. આ અનુમાનને સમર્થન આપી શકે તેવાં ત્રણ પ્રમાણો પ્રાપ્ત થયાં છે, આ મસ્જિદની તદ્દન નજીકમાંથી છેક ઘસાઈ ગયેલા લેખવાળો જૈન શિલાલેખ પ્રભાસપાટણના એક સલાટને મળી આવેલો. એ સિવાય અહીંથી જૈન યક્ષી નરદત્તાદેવીની ઈશુ વર્ષ ૧૨૮૮ના તુલ્યકાલીન લેખવાળી આરસની પ્રતિમા તથા એક શ્યામ પથ્થરનો ચકચકિત, મનોહર, કાયોત્સર્ગ-પ્રતિમાનો અર્ધો ભાગ મળ્યો છે. આ છેલ્લી બન્ને મૂર્તિઓ હાલ પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સંરક્ષવામાં આવેલી છે. હવે ૧૩મા અને ૧૪મા શતકના પ્રથમ ચરણમાં મૂકી શકાય તેવી કેટલીક પ્રકીર્ણ સામગ્રીનો થોડોએક અભ્યાસ કરી લઈએ. દ્વિતીય લેખકના સંગ્રહમાં પ્રભાસમાંથી મળી આવેલી પીળા પથ્થરની કોઈ જૈન મંદિરની મોટી પ્રશસ્તિનો એક ખંડ સચવાયેલો છે. મૂળ લેખની માત્ર નવ જ પંક્તિઓ ત્રુટિત રીતે મળતી હોઈ એમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. સાતમી પંક્તિમાં ‘જિનેન્દ્ર’ સ્પષ્ટ રીતે વંચાય છે. અક્ષરો ૧૪મા શતકના લાગે છે. સુરતના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં ઈ. સ. ૧૩૦૦ના તુલ્યકાલીન વર્ષના કાળા પબાસણ પરના લેખમાં શ્રી દેવપત્તનમાં મહેન્દ્રસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. (પ્રતિષ્ઠાકર્તા મુનિ નાગેન્દ્રગીય મહેન્દ્રસૂરિના શિષ્ય હોવાનો સંભવ છે.) આ યુગના પ્રતિમાવશેષોમાં જોઈએ તો ભદ્રકાલીના મંદિરમાં અંબિકાની એક નાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25