Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 21
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૨૧ પ્રદક્ષિણા-માર્ગમાં ચાર ગોખલા છે; પશ્ચિમ દિશાએ આઠ ગોખલા છે, ઉત્તર દિશાએ દશ ગોખલા છે. ક્યાંક ક્યાંક આ ગોખલા ખંડિત થયા છે, તો પણ એની સંખ્યા બરોબર ગણી શકાય. આ ગોખલાઓની કુલ સંખ્યા ચોવીસની છે અને એનો ક્રમ બે, ચાર, આઠ, અને દશના સૃષ્ટિમાર્ગ અનુસાર હોઈ વાસ્તુગ્રંથ વૃક્ષાર્ણવ પ્રમાણે એ અષ્ટાપદ-પ્રાસાદ હોવો જોઈએ અને એથી મૂલનાયક તરીકે આ મંદિરમાં આદિનાથ વિરાજમાન હશે, નહિ કે કઝિન્સ કહે છે તેમ પાર્શ્વનાથ. આયોજનની દષ્ટિએ આ મંદિર પાછલા કાળનું હોવા છતાંયે મહત્ત્વનું કહી શકાય. આ પછીના કાળે થયેલાં બાંધકામો પુરાતત્ત્વ અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં ન હોઈ અહીં આ ભાગ સમાપ્ત થાય છે. ટિપ્પણો : ૧. શત્રુંજય-માહાભ્ય, સર્ગ ૯-૧૧, સર્ગ ૧૩-૩૧ અને સર્ગ ૧૪-૯૪. હરિપ્રસાદ સં. શાસ્ત્રીએ અકાટ્ય પ્રમાણો દ્વારા આ ગ્રંથની રચના ઈ. સ. ૧૩૧૫ બાદ થઈ હોવાનું સિદ્ધ કર્યું છે. (જુઓ “મૈત્રકકાલીન ગુજરાત', ભા. ૨જો, પૃ. ૪૮૯.) આ ઉપરાંત વીરવંશાવલીમાં સંપતિએ પ્રભાસમાં જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે તેમ જ તે મંદિર ચંદ્રપ્રભનું હોવાનો તર્ક કરવામાં આવ્યો છે (જુઓ જૈનસત્યપ્રકાશ ક્રમાંક ૩૭); પણ એ માટે હાલ તો કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી. પટ્ટાવલીસમુચ્ચયકાર મુનિ શ્રી દર્શનવિજયજીએ વિચારશ્રેણી (ઈ. સ. ૧૩૪૪)માંથી જે કાલાનુક્રમ પરિશિષ્ટ ૩(સી)માંથી ઉદ્ધત કર્યો છે તેમાં વિરનિર્વાણ ૪૧૬ પછી દેવપત્તનમાં ચંદ્રપ્રભજિનભવન થશે તેવો ઉલ્લેખ છે. तदा च देवपत्तने चंद्रप्रभजिनभवनं भविष्यति । પણ આ કથનને શ્રદ્ધેય ગણી શકાય એવાં કોઈ ઐતિહાસિક પ્રમાણો ઉપલબ્ધ નથી. ૨. મેરૂતુંગાચાર્ય વિરચિત પ્રબંધચિંતામણિ, સર્ગ ૫૦ (ઈ. સ. ૧૩૦૫), શ્રી જિનપ્રભસૂરિ-રચિત કલ્પપ્રદીપ અંતર્ગત “સત્યપુરતીર્થ કલ્પ” (ઈસ. ૧૩૧૧) અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન-પ્રબંધસંગ્રહ માંહેની હસ્તપ્રત “પી'(ઈ. સ. ૧૪૭૨)માં આ ત્રણ પ્રતિમાઓ અધિષ્ઠાતા દેવના વ્યોમમાર્ગે પ્રભાસ આવ્યાનો ઉલ્લેખ છે. વર્તમાન ચંદ્રપ્રભ-જિનાલયમાં અંબિકાની પ્રતિમા પર ઈ. સ. ૧૩૦૯નો તુલ્યકાલીન લેખ છે; જોકે વલભી વિશે એ મૌન સેવે છે. લેખ વધુમાં આ અંબિકાની દેવકુલિકા જીર્ણોદ્ધાર એ વર્ષમાં થયાનો નિર્દેશ કરે છે; પણ શૈલીની દષ્ટિએ એ પ્રતિમાને લેખના સમય કરતાં પ્રાચીનતર કહી શકાય એમ નથી. એટલે તારતમ્ય એ નીકળે છે કે ઈ. સ. ૧૨૯૮માં ઉલુઘખાને કરેલા વિનાશ પછી અંબિકાની નવી જ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. “નાણાવાલગચ્છ-પટ્ટાવલી’ અનુસાર આચાર્ય પ્રભાનંદસૂરિનો પ્રવાસમાં ઈ. સ. ૮૨૪માં સ્વર્ગવાસ થયો. આ વાત તથ્યપૂર્ણ હોય તો પ્રભાસ નવમા શતકના પ્રારંભમાં શ્વેતાંબર જૈનોનું કેન્દ્ર હોવાની હકીકતને વિશેષ સમર્થન મળી રહે. ૩. હાલ જુનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત કરવામાં આવેલ ભીમદેવ બીજાના સમયના, પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા સં૧૨xx ખંડિત લેખમાં કોઈ જીર્ણશીર્ણ જિનાલયનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ છે; અને એમાં પહેલી જ પંક્તિમાં (શ્રેયારીષ્ટ સદ્ગલં વંદg(N:) અને ૨૩મી પંક્તિમાં (1) ચંદ્રાપ: 1 કપુરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25