Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 9
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો પ્રતિષ્ઠિત થઈ હશે. આ જ કાળમાં મૂકી શકાય તેવો એક નગ્ન જૈન મુનિની આકૃતિવાળો, મંદિરની જંધાનો ખંડ, રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલો અને હાલ એને પ્રભાસપાટણ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. શિલ્પોનાં આ પ્રમાણો જોતાં એમ જણાય છે કે આઠમા-નવમા શતકની આસપાસ પ્રભાસમાં કોઈ દિગંબર જૈન મંદિર અવશ્ય હતું. મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે આ મંદિર નષ્ટ થયું હોય અને ત્યાર પછી એના પર કાંઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોય, ભીમદેવ બીજાના સમયમાં દિગંબર મુનિ હેમકીર્તિએ જે જીર્ણશીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરાવેલો તે મોટે ભાગે આ જ ચંદ્રપ્રભનું મંદિર હોઈ શકે. આ શિલાલેખનો નિર્દેશ ટિપ્પણ ૩માં અગાઉ અપાયેલ છે. ૨૦૯ ક્ષપણક મંદિરને લગતા તમામ શિલ્પખંડો રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલા છે. અને તેથી આ મંદિર એ કુંડની આસપાસમાં જ હોવું જોઈએ. આ રામપુષ્કરકુંડ પાસે પાનવાડી સ્જિદના પ્રવેશદ્વા૨માં મંદિરના કાટમાળામાંથી બનાવેલી પીળા પાષાણની સાદી પણ સૌમ્ય જૈન મંગલમૂર્તિ ધરાવતી દ્વારશાખા છે. મસ્જિદમાં હિ સં૰ ૭૨૦નો ફારસી લેખ હતો. સંભવ છે કે હેમકીર્તિએ કરેલ જીર્ણોદ્વારવાળા મંદિરનો જ કાટમાળ આ મસ્જિદમાં રૂપાંતર પામ્યો હોય. પીળા પાષાણનો બહોળો ઉપયોગ કુમારપાળના સમયથી થવા લાગેલો. આ દ્વારશાખા એની શૈલીની દૃષ્ટિએ ૧૨મા-૧૩મા શતકની જણાય છે. મસ્જિદની સંભાવલી પ્રમાણમાં સાદી છે. (૨) શ્વેતાંબર સંપ્રદાયનાં મંદિરોમાં સૌથી પ્રાચીન મંદિર પરંપરા અનુસા૨ વલભી ચંદ્રપ્રભનું હશે એ અંગે આ અગાઉ ચર્ચા થઈ ગયેલી છે. આ મંદિર સાથે સીધી રીતે સાંકળી શકાય તેવાં આઠમા શતકથી ૧૧મા શતકના પ્રથમ ચરણ સુધીનાં શિલ્પ કે સ્થાપત્યનાં કોઈ પ્રમાણો દુર્ભાગ્યે હજી સુધી મળી શક્યાં નથી. સંભવ છે કે મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે ચંદ્રપ્રભના આ મંદિરનો નાશ થયો હોય અને પાછળથી જીર્ણોદ્ધારકોએ ખંડન પછીના તમામ જૂના અવશેષો દૂર કર્યા હોય; પરંતુ ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકી શકાય તેવી પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં આવેલી શ્વેત પાષાણની એક શીર્ષવિહીન પદ્માસનસ્થ સવસ્ર પ્રતિમા આ સમય પૂરતું તો મહત્ત્વ પ્રમાણ પૂરું પાડે છે. એના પબાસણનો ભાગ હજી આગલા યુગની પ્રથાને અનુસરે છે, પણ એ સારી રીતે ખંડિત હોઈ આ પ્રતિમા કયા જિનની હશે એ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. પ્રતિમાની બન્ને બાજુએ કંડારેલી ચામરધારી મૂર્તિઓની શૈલી સ્પષ્ટપણે ૧૧મી સદીના પ્રારંભકાળની છે. જિનપ્રતિમાનું વસ્ત્ર પણ ઘણું જ પાતળું અને નિ. ઐ. મા. ૨-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25