Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 13
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૩ મંદિરની પણ હોય. કૂકડાનું વાહન એવી શંકા ઉપસ્થિત કરી જાય છે. (૩) કુમારવિહાર પછીથી બંધાયેલા જૈન પ્રાસાદોમાં હવે અષ્ટાપદના શોધ તરફ વળીએ. જુમા મસ્જિદના મજલાવાળા પ્રવેશમંડપનો વિતાન લાપૂર્વકનો અભ્યાસ માગી લે છે (ચિત્ર ૩, ૪). એના રૂપકંઠમાં વિદ્યાધરોની વચ્ચે જિન પ્રતિમા પર કળશ ઢોળતી હાથણીઓનાં આલેખન છે. આલેખન કઝિન્સના ધ્યાન બહાર ગયેલાં હોય એમ જણાય છે. વળી એ જ રૂપકંઠમાં સોળ વિદ્યાધરો છે જે સ્પષ્ટ રીતે જૈન રંગમંડપમાં જોવામાં આવતી સોળ વિદ્યાદેવીઓ માટેના આધારરૂપ હોઈ આ વિતાનના જૈનત્વને સવિશેષ પુષ્ટિ મળે છે. વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છામાં કહેલ આ સભામંદારક પ્રકારના વિતાનનું વિગતવાર નિરીક્ષણ કરવાથી એનો કાળનિર્ણય થઈ શકે. આ વિતાનનો વ્યાસ ૧૬-૯" છે અને એનાં અંગોમાં કર્ણદરિકા, રૂપકંઠ, ક્રમશઃ ત્રણ ગજલાલુ અને ત્રણ ત્રિભંગી કોલ અને વચ્ચે સુંદર લંબન શોભી રહ્યાં છે. લંબનના પહેલા થરમાં દ્વાદશ ગુરલૂમા અને દ્વાદશ લઘુલુમા પદ્મના સમૂહ સમી લટકી રહી છે. બીજા થરમાં એ જ પ્રમાણે અષ્ટ લૂમાનો સમૂહ વિલસી રહ્યો છે. ત્યારપછીનો પદ્મhસરસહિતનો હશે તે મધ્યવર્તી થર નષ્ટ થયો છે. આ પ્રવેશમંડપના ઉપરના અને નીચેના સ્તંભો પ્રમાણમાં સાદા છે અને વિશેષે ગ્રાકિકણિકાથી અલંકૃત કરેલા છે, એક ભારપટ્ટ બાદ કરતાં તમામ પર પલ્લવાન્વિત કિંકણિકાની અલંકારપટ્ટિકા શોભી રહી છે. અષ્ટાંશની ખૂણીના નીચલા માળના ચાર તથા ઉપલા માળના ચાર એમ કુલ આઠ ત્રિકોણાકાર વિકર્ણ વિતાનોમાં “માયૂર કિન્નર યુગ્મનાં સ્વરૂપ કંડારવામાં આવ્યા છે. મંડપના સ્તંભોના ઘાટવિધાનની એકરૂપતા અને કારીગરીનું સામંજસ્ય જોતાં આ સમગ્ર પ્રવેશમંડપ કોઈ એક જ મંદિરમાંથી ઉઠાવી લઈ અહીં મસ્જિદમાં ફરીને અસલ ઢબછબે ગોઠવી દેવામાં આવેલો છે. આ મંડપને ઉપલો મજલો હોવાથી એ આયોજનને મુસ્લિમ ખયાલાત માની લેવાની ભૂલ ન કરીએ, કારણ કે આવા જ પ્રકારનો પણ આથી વિશાળ રંગમંડપ ૧૨મા શતકના મધ્યભાગમાં બંધાયેલા કુંભારિયાના નેમિનાથ મંદિરમાં એના મૂળ સ્થાને વિદ્યમાન છે અને તેથી મસ્જિદ માંહેના પ્રવેશમંડપનું આયોજન હિંદુ શિલ્પીઓનું જ મૂળ આયોજન સમજવાનું છે. આ પ્રવેશમંડપના કાલ-નિર્ણયનો વિચાર કરીએ. એમાં લંબન પર લટકતી લૂમાઓનું સ્વરૂપ સહાયભૂત થશે (જુઓ ચિત્ર ૪). આબૂના તેજપાલ મંદિરમાં પણ આવી જ લૂમાઓ છે અને એથી આ મંડપનું જૈન લક્ષણ જોતાં, શૈલીની દષ્ટિએ ૧૩મા શતકના પૂર્વાર્ધનો એનો સમય વિચારતાં, અને ગ્રંથસ્થ પ્રમાણોને અન્વયે અહીં વસ્તુપાલે અષ્ટાપદપ્રાસાદનું નિર્માણ કરાવેલ એ હકીકતના સંદર્ભમાં જુમામસ્જિદના આ પ્રવેશમંડપને એ મંદિરનો મૂળ ભાગ માનવામાં જરાયે હરકત નથી, લંબન પ્રમાણમાં ચિપ્પટ છે એ મુદ્દો ધ્યાનમાં લઈએ તો એની નીચે મંડપમાં અષ્ટાપદની રચના હોવાનો પૂરો સંભવ છે. આ અષ્ટાપદના શિખર સાથે લંબનનો નીચલો છેડો અથડાઈ ન પડે એટલા માટે તેને થોડું ચિપ્પટ કરવામાં આવ્યું હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25