Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 10
________________ ૨૧૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર કટિસૂત્રરહિત છે. આ સિવાય હાલના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં એક ત્રિકોણાકાર પરિકરના ઉપરનો છત્રવૃતનો વેણુકા-પાષાણનો ખંડ સંરક્ષિત કરવામાં આવેલો છે. (ચિત્ર નં. ૨). શૈલીની દષ્ટિએ આ ખંડ ૧૧મી શતાબ્દીમાં મૂકી શકાય એમ છે. સામાન્ય રીતે પરિકરનો છત્રવૃત અર્ધવર્તુળાકાર હોય છે, પણ અહીં એ ત્રિકોણાકાર હોઈ વિશેષતા અને વિરલતા સૂચવી રહે છે. વિગતની દષ્ટિએ અહીં પણ ઐરાવતારૂઢ હિરયેન્દ્રો, ગંધર્વો, દુંદુભિધારી દેવો, શંખપાલ વગેરેની પરિકરોમાં સામાન્ય રીતે જોવામાં આવતી આકૃતિઓ ઉપસ્થિત છે. આ ઉપરાંત પ્રભાસમાં પંચમુખમહાદેવ સામેની ઓરડીની ભીંતમાં યક્ષી(અજિતા?)ની અત્યંત સુડોળ અને ભાવવાહી આરસની પ્રતિમા જડેલી છે. પ્રતિમાના નીચલા બે હસ્તો ખંડિત છે. ઉપરના બે હાથોમાં અનુક્રમે અંકુશ અને પાશ જોવામાં આવે છે. નીચે વૃષનું વાહન છે. દેવીના મસ્તકે કરંડ મુકુટ શોભે છે. ગ્રીવામાં પહેરેલ રત્નજડિત હાર અને બાહુબલોની કારીગરી ખૂબ ઝીણવટભરી અને સુંદર છે. સુરેખ, લલિતલયમથી આ સુંદર પ્રતિમાનો કંડારકાળ ૧૧મા શતકના મધ્ય ભાગનો જણાય છે. અત્યારનું પ્રભાસનું ચંદ્રપ્રભ-મંદિર તપાસી જોતાં અવશિષ્ટ રહેલો જૂનો ભાગ સ્પષ્ટ રીતે જ ૧૭મી સદીનો જણાઈ આવે છે. જામનગરમાં વર્ધમાન શાહે બંધાવેલ શાંતિનાથ જિનાલય (ઈશુ વર્ષ ૧૬૧થી ૧૬૨૨) તથા રાયસીશાહવાળા ચતુર્મુખ સંભવનાથના મંદિર (ઈશુ વર્ષ ૧૯૪૦) અને પોરબંદરના શાંતિનાથ મંદિર(ઈશુ વર્ષ ૧૬ ૩૫)ની કારીગરી સાથે આ મંદિરને સરખાવતાં આ હકીકત વિશેષ સ્પષ્ટ થશે. આગળ જોયું તેમ પ્રભાસના આ ચંદ્રપ્રભ જિનાલયમાં ઈશુ વર્ષ ૧૬૧૦ના વર્ષવાળા એક જ માસના લેખોનું બાહુલ્ય હોઈને આ સાલમાં જ ચંદ્રપ્રભનું મંદિર ફરીને બંધાયું લાગે છે. આ મંદિરમાં જૂના ભાગમાં ધ્યાન ખેંચે તેવો એનો ગૂઢમંડપ છે. ગૂઢમંડપના નીચેના સ્તંભો ૧૨મા-૧૩મા શતકના છે, જ્યારે ઉપરના સ્તંભો પૈકી બે સ્તંભો સભામંડપ પર વેદિકામાં રાખવામાં આવે છે તેવા “ધટપલ્લવ' પ્રકારના છે. એની શૈલી ૧૧મા શતકના અંતભાગની જણાય છે; પણ સ્તંભો વચ્ચે ભરાવેલી જાળીઓ તેમ જ મંડપનો વિતાન ૧૭મા સૈકાની શૈલી બતાવે છે. દ્વારશાખાઓ પણ ૧૭મી સદીની જ જણાય છે. આથી એટલું સ્પષ્ટ થાય છે કે પહેલાના ચંદ્રપ્રભ-મંદિરના કાટમાળનો ઉપયોગ ૧૭મા સૈકાના જીર્ણોદ્ધાર સમયે કરવામાં આવ્યો હશે અને ચંદ્રપ્રભ-મંદિરનું મૂળ સ્થાન એના હાલના સ્થાનથી કદાચ બહુ દૂર નહિ હોય. કુમારપાળે જે ચંદ્રપ્રભ-જિનાલયની યાત્રા કરી હશે અને વસ્તુપાળે જેમાં અર્ચના કરેલી તે મંદિર કેવું હતું, કેવડું હતું, એ જાણવાને અત્યારે કોઈ સાધન ઉપલબ્ધ નથી. મોટે ભાગે એ મંદિર મહમૂદ ગઝનવીના આક્રમણ પછી જીર્ણોદ્ધાર સમયે બંધાયું હશે તે જ હોવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25