Book Title: Pooja Sangraha with Meaning Tika Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 5
________________ નીચે-નીચે તે જ મૂળગાથાઓના અર્થો લખ્યા છે જેથી પૂજા ભણાવતી વખતે અર્થચિંતન થઈ શકે છે. આ દેશ-વિદેશમાં દરેક જિનાલયોમાં આ પૂજાઓ ભણાવાય છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ આદિ દેશોમાં પણ છેલ્લા ૧૦/૧૫ વર્ષોથી ઘણા શહેરોમાં જિનાલયો થયાં છે અને પૂજાઓ ભણાવવાનો રસ જામ્યો છે. વિવિધ પ્રકારની ભક્તિ કરવાની પ્રેરણા વધતી જાય છે. તે ગામોના ભાઈ બહેનોની વારંવાર માગણી હતી કે આ ભણાવાતી પૂજાઓના અર્થની એક બુક તૈયાર થાય તો વધારે લાભ થાય. તેથી તે લાભાર્થે વધારે પ્રચલિત અને સર્વત્ર વધુપણે ભણાવાતી એવી પૂજાઓના અર્થની આ બૂક અને પ્રકાશિત કરી રહ્યા છીએ. આ પુસ્તક તૈયાર કરવામાં “જૈન ધર્મ પ્રસારક સભા” તથા શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર” ના પુસ્તકોનો મુખ્યત્વે આધાર લીધો છે. તેથી તે બન્ને સંસ્થાનો તથા તે બન્ને સંસ્થાના સંચાલક ટ્રસ્ટી મહાશયોનો હું ઘણો જ હાર્દિક આભાર માનું છું. આવું પુસ્તક દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં વસાવવા જેવું છે. પૂજાઓ પણ ગુજરાતી છે. અને અર્થ પણ ગુજરાતી છે. ભક્તિભાવનાની વૃદ્ધિનું પરમ સાધન છે. પ્રથમ આવૃત્તિ અલ્પ સમયમાં જ અપ્રાપ્ય બનવાથી અને પુસ્તકની માંગ વિશેષ રહેવાથી આજે બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. આ પૂજાઓના અર્થમાં મતિમંદતાથી અથવા અનુપયોગ દશાથી વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ ક્ષમા માગી મિચ્છામિ દુક્કડ માગું . ૭૦૨, રામસા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત. ફોન : ૬૮૮૯૪૩ : લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 308