Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 4
________________ આ પ્રસ્તાવના ) સંસારવર્તી સર્વે જીવો કર્મોની પરતંત્રતામાં ફસાયેલા છે. અનાદિ કાળથી કર્મોનું જોર ઘણું જ તીવ્ર બન્યું છે. તેને તોડવા માટે મનુષ્યભવ, આર્યકુલ, જૈનધર્મની પ્રાપ્તિ એ પરમ સાધન છે. અન્ય કોઈ પણ ભવોમાં સુંદર સમજ, વિશિષ્ઠ બુદ્ધિમત્તા, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોની પ્રાપ્તિ શક્ય નથી. માટે જ માનવભવની ઘણી જ કિંમત છે. તેમાં પણ નિરોગી દેહ અને જૈનધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. જૈન ધર્મમાં પૂર્વભવોનાં બાંધેલા કર્મોને ખપાવવાના અનેક ઉપાયો સમજાવ્યા છે. તેમાં “પરમાત્માની ભક્તિ” એ સૌથી શ્રેષ્ઠ સાધન ગણાવ્યું છે. આ આત્મા જ્યારે જ્યારે પ્રભુભક્તિમાં લીન થાય છે. ઓતપ્રોત બની જાય છે ત્યારે સંસારી તમામ ભાવો ભૂલી જાય છે. રાગ-દ્વેષનાં બંધનો તૂટી જાય છે. ભાવાવેશમાં આવેલા આ જીવો ભક્તિરસમાં આનંદવિભોર બની જાય છે. આ માટે અષ્ટાપદ પર્વત ઉપર બનેલ મંદોદરી અને રાવણ રાજાનું દૃષ્ટાન્ત પ્રખ્યાત છે. આ ભક્તિરસ કર્મક્ષયનું પ્રધાનતમ કારણ છે. નજીકના જ ભૂતકાળમાં થયેલા, મધુર રાગોમાં કાવ્યો બનાવનાર તરીકે સુપ્રસિદ્ધ એવા પરમ પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. તથા પૂ. વીરવિજયજી મ. સાહેબે વિવિધ રાગોમાં શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજાઓ બનાવી છે. આ રચના અલૌકિક છે. રાગ અને તાલ મનોહર છે. તેમાં શાસ્ત્રોના ઘણા ભાવો ટંકારાયા છે. અપૂર્વ જ્ઞાનરસ ભરેલો છે. મનન-ચિંતન અને એકાગ્રતાપૂર્વક આ પૂજાઓ ગાવા જેવી છે. ભણવા જેવી છે ભણાવવા જેવી છે અને સમજવા-સમજાવવા જેવી છે. આ પુસ્તકમાં મૂળપૂજાઓ સાથે તેના અર્થો પણ આપ્યા છે તથા દરેક પાનામાં ઉપર-ઉપરના અર્ધા ભાગમાં મૂળપૂજા અને તે જ પાનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 308