Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ તે સ્વરૂપે માત્ર પિણ્ડ (દોષ) પ્રસ્તુત છે. આવી સ્પષ્ટતા કરવી તે દૂરદર્શિતા – વિચક્ષણતાની નિશાની છે - જેથી દોષનો દમ્મી બચાવ ન હોઈ શકે તે ફલિત થાય છે. તે પૂ. પાદલિપ્ત સુ.મ.ના ચરિત્રમાં બહુ સુંદર હૃદયસ્પર્શી એક વાત કરી છે - જ્યારે માન્યખેટ નગરથી સૂરિજી ભરૂચ તીર્થે ગગનગામિની પાદલેપ વિદ્યાથી વધારે છે – ભરૂચનો રાજા આકર્ષાય છે અને વિનયથી પૂછે છે કે કેમ આટલા સમયથી પધાર્યા નથી ? ત્યારે સૂરિજી જે જવાબ આપે છે (પૃ.૨૯૧ ૫.૨૪) કે “અહીં વિચરવાની ઈચ્છા હોવા છતાં માન્યખેટ નગરનો જૈન સંઘ છોડતો નથી, અમારા શાસનમાં સંઘ (ઈચ્છાનું) ઉલ્લંઘન મહાદોષકારી જણાવાયું છે.” - આ જવાબથી શિખવા એ મળે છે કે જૈનશાસનમાં રાજા કરતાં પણ શ્રીસંઘનું વિશિષ્ટ મહત્ત્વ છે. રાજા કરતાં શ્રીસંઘ ચઢિયાતો છે ટીકાકાર મહર્ષિએ છેલ્લી (૧૦૩મી) ગાથાની વ્યાખ્યામાં ગણીપદનો એક વિશિષ્ટ અર્થ કર્યો છે - (પૃ.૪૩૧ ૫.૨૭) ભગવતીસૂત્રના યોગોહનથી પ્રાપ્ત થતો ગણિશબ્દ. આજે પણ આ વ્યાખ્યાનુસાર શ્રી ભગવતીસૂત્રના જોગ કરનારને જ ગણીપદ એનાયત કરવામાં આવે છે. એ જ ૧૦૩મી મૂળ ગાથામાં જે “મછરા સુયદરા' પદો છે. તેની ટીકામાં – શ્રતધરો માટે “અમત્સર' વિશેષણ વાપરવાનું વિશિષ્ટ પ્રયોજન દર્શાવતા સરસ ખુલાસો આપ્યો છે કે સંજ્વલન કષાયના ઉદયથી વિશિષ્ટજ્ઞાનીઓ (છમસ્થો)ને પણ માત્સર્ય થવાનો સમ્ભવ છે. શ્રુતધરો માટે ખુલ્લંખુલ્લા આવું તો કોણ લખે ? પણ મહર્ષિઓ ક્યારેક હૃદયની વ્યથા આ રીતે વ્યક્ત કરતા હોય છે. વર્તમાનમાં સ્વ.પૂજ્યપાદ ગુરૂદેવશ્રી ભુવનભાનુસુ.મ.ની જન્મશતાબ્દી નિમિત્તે પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂ.મ.સા.ની પ્રેરણાથી, તેઓશ્રીના (સ્વ.પૂજ્યપાદ ગુરૂદેવશ્રી ભુવનભાનુ સૂ.મ.ના) અન્તિમ શિષ્યમુનિ કુલભાનુ વિજયજીએ ઘણી મહેનત કરીને અનુવાદ તૈયાર કરી આ ગ્રન્થનું પ્રકાશન કરાવ્યું છે અને તેમના અનુવાદનું પરિમાર્જન બહુશ્રુત આ.શ્રી કુલચન્દ્ર સૂજી તથા આ.શ્રીપુણ્યરત્નસૂ.જીએ કર્યું છે તે હાર્દિક સ્વાગત અને ધન્યવાદને પાત્ર છે. લે વિજય જયસુંદર સૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 506