Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ૪ • આત્મશુદ્ધિનું ભવ્ય રસાયણ પિણ્ડવિશુદ્ધિ (પરમપૂજ્ય તાર્કિક શિરોમણિ આચાર્યશ્રી વિજય જયસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ) અદ્ભુત અનોખું આ જૈનશાસન. અજાયબી જેવા એના સાધુ-સાધ્વીઓ. કહેવાય ભિક્ષુક, ભિક્ષાચર્યાથી પેટ ભરનારા, પણ એમ કહી શકાય કે તેઓ ભીખ મંગા નથી જ, પણ મહાન્ ભિક્ષાયોગીઓ છે. હા, જિનશાસને એમના માટે દર્શાવેલી ભિક્ષા એ પણ એક મહાન્ યોગ છે, પેટ ભરવાનો ધંધો બિલકુલ નહીં. વિશ્વમાં એક માત્ર જૈન ધર્મ એવો છે કે જેણે સર્વશ્રેષ્ઠ ઉચ્ચત્તમ કક્ષાની આહારસંહિતા (ભિક્ષાચર્યા)ની શોધ કરી છે. એવી ઉત્તમ શોધ કે જેના અમલીકરણથી ભિક્ષુ ગર્વ નહીં છતાંય જુસ્સાથી બોલી શકે વયં ચ વિત્તિ નગ્મામાં ન ય જોડ્વદમ્મદ્' (“અમે આજીવિકા ચલાવીએ છીએ, પણ કોઈ (જીવ)નો ઉપઘાત એમાં થતો નથી.") આવું સરસ ભિક્ષાસંહિતાનું પ્રતિપાદન જિનશાસન સિવાય બીજે ક્યાં મળે ?!! શ્રી દશવૈકાલિક સૂત્રમાં પિણ્ડેષણા અધ્યયન, આચારાંગસૂત્રમાં પણ પિણ્ડેષણા અધ્યયન, આવશ્યક નિર્યુક્તિમાં અને બીજા અનેક શાસ્ત્રોમાં ‘પિણ્ડવિશુદ્ધિ વિષયની ઊંડાણથી પ્રરૂપણા થયેલી છે. પિણ્ડનિર્યુક્તિશાસ્ત્ર પણ આ વિષયની વિસ્તૃત શિક્ષા આપનાર છે. કહેવાય છે કે ‘અન્ન એવું મન’ અન્ન એટલે અહીં ભિક્ષાપિણ્ડ. એ જો અશુદ્ધ હોય તો મન પણ અશુદ્ધ-અપવિત્ર-મલીન રહ્યા કરે - પછી દમ્ય વધે એટલે આચાર વિશુદ્ધિની ટીકા-ટીપ્પણ અને નિશ્ચય નયના આત્મજ્ઞાનની ડાહી ડાહી વાતોનું વતેસર વધી જાય. દમ્ભપૂર્ણ નિશ્ચયના સમર્થનથી શિથિલાચાર વધે - એવા અવસરે શુદ્ધ સંયમના ખપી જીવો મૂંઝાય – કરમાય, એવાને પુનઃ શુદ્ધ સંયમમાં સ્થિર કરવાની ભાવના જાગી હશે ચાન્દ્ર કુલીન પૂ.શ્રી જિનવલ્લભ ગણિવરના હૈયામાં. તે પૂજ્યશ્રીએ પિણ્ડેસણા-પિણ્ડનિર્યુક્તિ વગેરે અનેક શાસ્ત્રગ્રન્થોનું મન્થન કરીને ૧૦૩ ગાથામાં જે નવનીત તારવ્યું તેનું નામ ‘પિણ્ડવિશુદ્ધિ’પ્રાકૃતભાષાનો ગ્રન્થ. એમાં સારસંગ્રહ કરીને ગવેષણાએષણા (પ૬ ગાથા સુધી ઉદ્ગમ-૭૫ ગાથા સુધી ઉત્પાદ)માં લાગતા ૧૬ + ૧૬ = ૩૨ દોષો, ૯૨ ગાથા સુધી ગ્રહણૈષણાના ૧૦ દોષો અને (શેષ ગાથાઓમાં) ગ્રાસૈષણાના પાંચ દોષોનું સ્પષ્ટપણે સુંદર નિંરૂપણ કરાયું છે. આ ગ્રન્થને, એના વિષયને વધુ સ્પષ્ટપણે સમજવા માટે ચાકુલીન પૂ.આ.શ્રી ચન્દ્રસૂરિજીએ વિ.સં.૧૧૭૮ વર્ષે સંસ્કૃતમાં સુંદર ટીકા (વિવેચન) રચીને ઘણો જ ઉપકાર કર્યો છે. વિષયને સારી રીતે સમજાવવા માટે અનેક શાસ્ત્રીય ઉદાહરણો વિસ્તારથી રજુ કર્યા છે. એ રીતે શ્રી પાદલિપ્તસૂરિ મહારાજનું મન્ત્રપિણ્ડદોષના નિરૂપણમાં વિસ્તૃત ઉદાહરણ રજુ કર્યું છે. ગુણોની પ્રશંસામાં મહાપુરુષોના ઉદાહરણો તો અપાતા જ આવ્યા છે - પરંતુ દોષ સેવનમાં પણ પૂ.પાદલિપ્તસૂરિ મ. પ્રત્યે પૂર્ણ બહુમાન અને સદ્ભાવને અકબંધ રાખીને મન્ત્રપિણ્ડ દોષના નિરૂપણમાં ટીકાકાર મહર્ષિ જણાવે છે. સ્ત્ય પુળો રજ્ઞો સિરોવેયળોવસમે મત્તપાળના તિામળમેત્તસજ્યેળ મંપિંડેળ ઘેવ પયં' (પૃ.૩૦૦ ૫.૭) અર્થ :- અહીં તો (પાદલિપ્તસૂરિજીએ) રાજાની શિરોવેદના શમાવ્યા બાદ આહાર-પાણીથી જે પડિલાભ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 506