Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતું. “કચ્છમિત્રના પ્રારંભથી પિતાના જીવનના અંત સુધી કચ્છમિત્રને ઉમદા સેવા આપનાર પત્રકાર શ્રી દેવરામ ડી. વરુએ પ્રકાશિત કરેલ “કડિયા ક્ષત્રિય પ્રકાશ' કેમ ભુલાય ! આ સિવાય દુ. ભટ્ટનાં તરણ કરછ કછ ક્રાંતિ' “કચ્છ વિજય', દેવશી નરશી કારાણીનું “સલાહકાર’, શ્રી લાલજી મુ, જોશીનું ભૂતન કચ્છ, શ્રી મોહનલાલ વરુનું “જાગ્રત કરછ, કચ્છી મેમ “સત્યુગ’ ‘વતન” “આઝાદ કચ્છ' (પછીથી કચ્છધર બન્યુ), રણકાર' ચેતના ધ્વનિ “સુરખાબ વગેરે પણ ઉલ્લેખનીય છે. શ્રી નાનજી લાલજી પરમાનું કરછ સુદર્શન, કાસિમ શાહ “દનું મુસ્લિમ યુવક' વગેરે કેમ ભુલાય ? જાગ્રત કરછના વિશેષાંક તરીકે “પ્રાણલાલ શાહની હદપારી’ પુસ્તકૅ શ્રી મોહનલાલ વરુએ ૧૯૬૧ માં પ્રકાશિત કરેલ તે ચર્ચાસ્પદ રહેલાં. “ગુજરાતી' સાપ્તાહિક સાથે સંકળાયેલા, સંખ્યાબંધ એતિહાસિક નવલકથાઓના લેખક ખ્યાતનામ ઠફર નારાયણ વિશનજી પણ કચ્છી નરરત્ન હતા. જેમ ગુજરાતી અખબારોને ઈતિહાસ શતાબ્દી પૂવે છે તેમ કચ્છી અખબારોને ઈતિહાસ પણ શતાબ્દી પૂર્વે જ છે. સન ૧૯૨૧ માં સૌરાષ્ટ્ર' શરૂ કરી શ્રી અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર ભૂમિ પર યુદ્ધનાદ કરે તેમ ક૭નાં અનેક અખબારોએ આઝાદી માટે શંખનાદ કર્યો હતે. ૪૬ વર્ષના પીઢ થયેલા “કચ્છમિત્ર’ રાષ્ટ્રિય દૈનિકની શરૂઆત “મિત્ર’ નામે સન ૧૯૪૪ માં કરનાર મહારથીઓ હતા શ્રી લીલાધર પાસુ શાહ, દેવજી ખીમજી શાહ, હંસરાજ ડી. શાહ અને ચંગુભાઈ પુનશી, પણ શ્રી અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા “કચ્છમિત્ર'ને જે રીતે કર્યું તે અભુત છે. જ્યાં જ્યાં વસે એક કચ્છી ત્યાં ત્યાં સદાકાળ કચ્છમિત્ર' તેમ વિશ્વમાં કચ્છી વર્તુળોમાં “કચ્છમિત્ર' અત્યારે પહેચે છે. મિત્ર' સાપ્તાહિકના સ્વરૂપે પ્રગટ થનાર “કચ્છમિત્ર' સૌ-પ્રથમ દાદર (મુંબઈથી) પ્રગટ થતું. એ પછી “કચ્છમિત્ર'ના નામે ત્રિસાપ્તાહિક અને દૈનિક એમ થોડાં વર્ષ મુંબઇથી ચાલુ રહ્યા બાદ સન ૧૯પર થી આ દૈનિક કચ્છના પાટનગર ભૂજમાંથી એકધારું પ્રગટ થઈ રહ્યું છે. સન ૧૯૫૫ માં આ માતબર અખબાર “સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સાથે જોડાવું એ પછી એના વિકાસની ગતિ ઝડપી બની છે, એને ફેલા કૂદકે ને ભૂસકે વધતો જ રહ્યો છે. કચ્છના ખૂણે ખૂણામાં પહોંચી જવા ઉપરાંત કચછ બહાર વસતા કચ્છીઓ સુધી આ અખબાર ઝડપથી પહેચે છે, વીસેક લાખ કરછી વિશ્વમાં પથરાયેલા છે તેમની વચ્ચે કડીરૂપ અન્ય અખબારો સાથે કચ્છમિત્ર મહવને ભાગ ભજવે છે. કચ્છમિત્રની શરૂઆતના સમયે એમાં મુખ્યત્વે કવિ.ઓ. જ્ઞાતિના સમાચાર અને મર્યાદિત પ્રમાણમાં કચ્છના અને દેશના અન્ય સમાચાર છપાતા, એ પછી એને સમગ્ર કચ્છનું મિત્ર બનાવવા નાના કદના “કચ્છમિત્ર' ત્રિસાપ્તાહિક તરીકેનું નવું સ્વરૂપ અપાયું. - કચ્છમિત્ર ક૭નાં વર્તમાનમાં ફેલાવાની દષ્ટિએ સૌથી આગળનું સ્થાન ધરાવનાર નિક છે. સન ૧૯૮૦ માં એને ફેલા ૧૧,૦૦૦ નકલ હા, આજના છેલા પ્રાપ્તાંક મુજબ એને ફેલાવે સૌથી વધુ ૨૫,૦૦૦ નકલથી ઉપર, છે ! દુકાળની વણઝારને લીધે ગુજરાતનાં બીજાં અખબારોને ફેલાવે જ્યારે ઘટયો હતો ત્યારે “કચ્છમિત્રને ફેલા ચાર વર્ષમાં છ હજાર નકલ જેટલું વધ્યો હિતે ! આ કચ્છમિત્રને કચ્છનું ખ્યાતનામ કરવામાં એના તંત્રીએ પત્રકાર અને સંચાલકોએ મહત્વનું કાર્ય કરેલું છે. મિત્ર' સાપ્તાહિકના તંત્રી હતા શ્રી શરદ શાહ, એમાંથી કચ્છમિત્રને જન્મ થતાં એના પ્રથમ તંત્રી બન્યા શ્રી પ્રાણલાલ શાહ (હદપારી ભોગવી ચૂકેલા ચર્ચાસ્પદ કચ્છી પત્રકાર). થોડા માસ પછી એઓ નિવૃત્ત થતાં એના તંત્રી પદે શ્રી નવીનભાઈ હ. અંજારિયા નિમાયા. શ્રી નવીનભાઈ અત્યારે “ક જાગે” સાપ્તાહિક ચલાવી રહ્યા છે. કચ્છમિની આગેકૂચ અને એની લેકચાહનાથી પ્રેરાઈને એના માલિકોએ એને ફુલ સાઇઝનું દૈનિક બનાવવાનો નિર્ણય કર્યો અને કચ્છ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36