________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ભીતિ એ વાતની છે કે દુનિયાની વરતી એ સીમાએ પહોંચી જશે કે જયાં વિજ્ઞાનની બધી પદ્ધતિઓને વ્યવસ્થિત અમલીકરણ પછી પણ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન વધેલી વસ્તીને પહોંચી વળવા સમર્થ નહિ હોય અને એ દરમ્યાન જન્મ-અક નીચે લાવવા માણસજાતની રહેણી-કરણી ( Social habits) એવી રીતે બદલવી કે જેથી જન્મ-આંક ઘટે અને વિશ્વની વસ્તી સંતુલનમાં - રહે, પણ એ શકવું નથી. આ સંજોગોમાં માથસની અટકળ ૧૫૦ વર્ષ કે એટલા સમયના ગાળાના કરથી ખાટી પડશે. (જાણીતા અર્થશા સ્ત્રી માંથસનું માનવું હતું કે વસ્તીવધારો થયા પછી કુદરતી પ્રકોપથી વસ્તી ઘટી જીવનનિર્વાહનાં સાધના જથ્થાના પ્રમાણમાં થઈ જાય છે.)
મનુષ્યના વ્યવહારમાં કૃત્રિમ સાધનથી વસ્તી વધારે રોકવાની પદ્ધતિઓ કાંઈ નવી નથી અને ઘણી જગ્યાએ તથા ઘણા સમયે વિવિધ ગુખાઓથી વસ્તીવધારાને અંકુશમાં રખાયો પણ છે, પણ આ જ્યાં જય અને જ્યારે જયારે પણ બન્યું છે ત્યારે હંમેશાં પતિ-પત્નીની મરજીથી જ (કહે કે પતિની મરજીથી જ બન્યું છે કે જેમણે વૈયક્તિક મર્યાદાઓ પોતાની જાતે જ અપનાવી લીધી છે. ભૂતકાળમાં પણ સરકારને કૌટુંબિક બાબતમાં આંતરિક દખલ કરવા જતાં ઘણું સાવધાન રહેવું પડ્યું છે. પાર્તાના લાઈકયુર્જિન સામ્રાજ્યમાં સરકારને કોઈ બાળકને જીવતું રાખવાની પરવાનગી ન આપવાને હકક હતું, પછી ભલેને બાળકનાં માતા-પિતાની ઈચ્છા ગમે તે હોય, પરંતુ વિશ્વમાં વસ્તી વધારે એટલે બધે થઈ ગયું છે કે આપણું સમગ્ર પ્રશ્નની ખાદ્યસામગ્રી પણ એ વસ્તીને પહેચી વળે એમ નથી, ત્યારે કલ્યાણરાજ્યની એ જવાબદારી બની જાય છે કે દરેક જીવિત
વ્યક્તિને લઘુતમ ખોરાક તો મળે અને એને પરિણામે એ રાજ્યને લાઇક્યુજિન સામ્રાજય જેવી ખાનાર મેને મર્યાદિત કરવાની સત્તા પણ મળી રહે છે.
જે આ જગતમાં મા-બાપ એ સીધી-સાદી વાત સમજવામાં નિષ્ફળ જાય છે કે સાંપ્રત જગતને એમણે કેટલા છોકરા પેદા કરવા એ પૂછવાને અધિકાર છે તે જાહેર સત્તાઓને પિતાની રમત ઉપર બળજબરીથી બાળકોની સંખ્યા નક્કી કરવાની ફરજ પડશે. અથવા તે દુકાળને પડવા દેવો તે જ આ લાઈકયુજિન બળના પર્યાય તરીકે આવી શકે, કારણ કે એના દ્વારા જ વસ્તી ઘટે એમ છે. ત્રણ પારપરિક પરિબળે, જેવાં કે દુકાળ મહામારી અને યુદ્ધ કે જે વસ્તીને વિનાશ ભૂતકાળમાં કરી ચૂક્યાં છે તેમાંથી મહામારી અને યુદ્ધના સંકજામાંથી તે આપણે દુનિયાને છોડાવી શક્યા છીએ, પણ, હા, દુકાળ પણ એની પાછળ મહામારી અને યુદ્ધને લાવ્યા વિના રહેવાને નહિ. સભ્ય સમાજમાં વસ્તીવધારાને ત્રણ તર્કહીન તથા અમાનવીય પદ્ધતિઓના સમર્થનથી અટકાવી એ બીજુ કાંઈ નહિ, પણ * સામાજિક સભ્યતાની નાદારી જ ગણાય. આ બધા સંજોગોમાં આમ જો કોઈ વિકલ્પ પસંદ કરવાને
આવી જ પડે તે અત્યંત ખાનગી જીવનમાં દખલ દઈને પણ વ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો વિકલ્પ વધુ સારી ગણાય.
આ બધાંના કારણે હાલમાં ઈ. સ. ૧૯૫૬ માં આ પણને એમ લાગવા માંડયું કે સ્વતંત્રતાને એવી તે અભૂતપૂર્વ રીતે ઘડવામાં આવશે કે એની અસર કૌટુંબિક જીવન ઉપરાંત આર્થિક તથા રાજકીય ક્ષેત્રમાં પણ વર્તાશે. જોકે આજની તારીખમાં હજુ સુધી જાહેર નીતિ દ્વારા કુટુમ્બના કદને મર્યાદિત કરવાની કોઈ વાત કોઈ બળાતે પ્રશ્ન નથી બની ગયો, પણ આર્થિક તથા રાજકીય ક્ષેત્રમાં વૈયક્તિક રસ્વતંત્રતા ઉપર જાહેર નિયંત્રણે ઘણી જ ઝડપથી વધતાં જાય છે. પાશ્ચાત્ય જગત દેખીતી રીતે સામાજિક સમાનતા તરફ આગળ વધી રહ્યું ત્યાં એ બધા દેશમાં (સામ્યવાદી કે અર્ધ સામ્યવાદી દેશે ઉપરાંત પણ) અત્યાર સુધી અકબંધ વયક્તિક સ્વતંત્રતા ઉપર કાપ વિવિધ ઝપે વિવિધ માત્રામાં
જુલાઈ/૧૯૯૦
૨૧
For Private and Personal Use Only