Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ જાહેરાત પરથી ત્યારની ભાષા, છપાઈના ભાવ-તાલને ખ્યાલ આવે છે. કચ્છ રાજયપત્રની નકલ આજે પશુ અમુક રસ ધરાવતા સંગ્રહો પાસે સચવાયેલી પડી છે. ભૂજના આ પ્રેસમાંથી “કચ્છ રાજ્યપા' છપાવા ઉપરાંત શરૂ શરૂમાં એમાં કેટલાક મજાનાં પુસ્તકો છપાયાં છે, પરંતુ પછીથી એ જમાનાની તાસીર મુજબ રાજનીતિ સંકુચિત રહેતાં કચ્છમાં એ પ્રેમને જાહેર હિતમાં વિકાસ ન થશે. રાજ્યમાં અન્ય કેઈને જાહેર પ્રેસ નાખવાની છૂટ ન અપાઈ. સન ૧૯૪૭ માં આઝાદી આવી ત્યાં સુધી કચ્છમાં દરબારી પ્રેસ સિવાય કોઈ પ્રેસ નખાયું નહિ. સન ૧૯૪૮ પછી આ દરબારી પ્રેસ લોકતંત્રમાં સરકારી બન્યું. બાદમાં એને રાજકેટ ખસેડવામાં આવ્યું ત્યાં લગી એ ભૂજમાં ચાલું રહ્યું. આ રીતે સન ૧૯૪૮ સુધી કચ્છમાં પત્રકારત્વ અને પ્રેસની સ્થિતિ પરાધીન રહી. આઝાદી પહેલાંના સમયમાં કચ્છની લાઈબ્રેરીઓમાં કચ્છ બહારથી જે વર્તમાનપત્ર આવતાં તે પણ અમલદાર વર્ગની પસંદગીનાં જ આવતાં એ ઉલેખ શ્રી ખીમજી હરછ કાંયાણીના પુસ્તક શ્રી કચ્છાધિપતિ પ્રત્યે વિજ્ઞપ્તિ' (તા. ૧-૫-૧૯૦૩)ના પાના નં ૧૩૫ ઉપર વાંચવા મળે છે. કચ્છમાં આ પરિસ્થિતિ વધતે ઓછે અંશે આઝાદીના આગમન પર્યત લંબાયા કરી. આઝાદી પહેલાં કરછમાં ભલે પ્રેસ નાખવાની રાજય તરફથી મનાઈ હતી, છતાં કચ્છના પત્રકવિએ કરછ બહારથી અખબારે પ્રગટ કરી સ્વાતંત્ર્યસંગ્રામમાં જે નોંધપાત્ર ફાળો આપ્યો છે તે ચિરસ્મરણીય છે. કચ્છના ક'ઈક પત્રકારોને કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે, જુલ્મ સહન કરવા પડયા છે. આઝાદી જંગ સમયે અખબાર પર નિયંત્રણ સામે શ્રી કચ્છી પ્રજાકીય પરિષદે સમયે સમયે સખત વિરોધ દર્શાવેલ હતું. કરછના પત્રકારોનું સ્વાતંત્ર્યસંગ્રામમાં પ્રદાન મહત્વનું રહેલું. [આ વિશેની વિસ્તૃત વિગત “પથિક'ના ફેબ્રુ મારી '૯૭ ના અંકમાં “સ્વાતંત્ર્યસંગ્રામ અને કરછી પત્રકારે' એ લેખ હેઠળ આપી હતી તેથી અહી એની રજૂઆત કરી નથી. એ સમયના પત્રકારની ખુમારી–નીડરતા અજબ હતી ! આઝાદી જંગમાં પિતાની સમર્થ કલમને આશરે લઈ ઝુમનાર શ્રી છગનલાલ ભવાનીશંકર મહેતાની યાદમાં કચ્છમાં આજે પણ એમના નામની વ્યાખ્યાનમાળા જાય છે. એટલે, જાણીતા ગુજરાતી ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળનું પ્રવચન ભુજ મધ્યે તા. ૨૩ જુલાઈ '૮૦ના વેજાઈ ગયેલું. આવા નામી પત્રકારોમાં થી ફૂલશંકર પટ્ટણી, રસિકલાલ જોશી. ગુલાબચંકર અમૃતલાલ ધોળકિયા, કલ્યાણજી લાલજી વાસ “વસુ' (કવિશ્રી નિરંજનજીના લઘુબંધુ ચત્રભુજ જગજીવન ભદ, પ્રાણલાલ શાહ વગેરે જેવા કંઇ કેટલાયે કચ્છી વીરોનો સમાવેશ થાય છે, કરછ રાજ્યની ખફગી વહોરી લઈને કચ્છના પત્રકારોએ પિતાને અખબારી-ધમે આઝાદીજંગ દરમ્યાન બાળે એ પ્રેરક અને રોમાંચક છે ! જે કાર્ય “ભૂમિપુત્ર “મુંબઈ સમાચાર” કે “નવજીવને કરે તેવું જ કાર્ય કચ્છના અખબારોએ બહારથી પ્રગટ થઈને ગોરવથી કરેલું. કરછી પત્રકારનાં ખમીર-રાષ્ટ્રપ્રેમ અને સ્વાતંત્ર્ય માટેની શિસ્તબદ્ધ લડતના સાક્ષી તરીકે કેટલાંક જૂનાં અખબારો અને બુઝર્ગ પત્રકારો આજેય આપણી વચ્ચે છે એ ગોરવાનંદની વાત છે. '' કેટલાંક જૂનાં અખબારોનાં નામે સ્મરી લઈએ કે જે કદાચ આજે અખબારી આલમમાંથી વિલીન થઈ ગયાં છે. જેના અખબારના નામે શક્ય છે કે ફરીથી હાલમાં કોઈ અખબાર શરૂ થયું. હોય. બા બિહારીલાલ અંતાણીએ “ઝાંઝીબાર ઈસ', શ્રી ડુંગરસિંહ હરિદાસ ગઢાએ મુંબઈથી ભાટિયા યુવક' પ્રગટ કરેલાં. ગુજરાતનું પ્રથમ કક્ષાનું સાહિત્યિક સામયિક ગણાવી શકાય એ “સરસ્વતી શંગાર” માસિક ૧૮૯૯ ના જુલાઈમાં શ્રી જીવરામ અજરામર ગેરે અમદાવાદમાં છપાવી શરૂ કર્યું ( ૧રકારના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36