Book Title: Parshwanath Prabhu Charitra Author(s): Devbhadracharya Publisher: Jain Atmanand SabhaPage 14
________________ મંગાવી, ગધેડા પર બેસારી નગર બહાર કાઢી મૂકે છે. પરાભવ પામેલો, અતિશય ક્રોધવાળો અને તે વખતે મરુભૂતિનું કંઈ પણ અહિત કરવાને અસમર્થ થતાં કમઠ વિચારવા લાગ્યો કે-પૂર્વે કરેલાં મારા ઉપકારને ભૂલી ગયેલે મારા નીચ ભાઈને હું ક્યારે નાશ કરું? આ પ્રમાણે વિચારો તે એક વનમાં જઈ ચડે છે. ત્યાં જવલનશર્મા નામના કુલપતિને મેળાપ જતાં પ્રણામ કરી તેની પાસે બેસે છે. • કુલપતિ તેના ખેદનું કારણ પૂછે છે ત્યારે કમડ પિતાના ભાઈ સંબંધી પરાભવનું કારણ દર્શાવે છે. કમઠ તાપસ બને છે, તપસ્યા કરી દિવસો નિર્ગમન કરે છે. " અહીં મભૂતિ દુઃખી માણસો પર દયા દર્શાવતે, અને લોકાપવાદને સાંભળતાં એક વખત પિતાને એ સંકલ્પ ઉત્પન્ન થયો કે–અરેરે મેં મૂર્ખ મારા મોટાભાઈને વિડંબના ઉત્પન્ન કરી, અપયશને નહીં ગણકારતાં કપટના કંડા સરખી દષ્ટ શીલવાળી મારી ભાર્યાને માટે અયોગ્ય કાર્ય કરી નગર બહાર કઢાવ્યો. તે પુરુષોને ધન્ય છે કે જેઓ પુણ્યશાળી વિરાગ્ય પામીને ભવસમુદ્રને પાર પામ્યા છે. સ્ત્રીના મેહને ધિક્કાર છે ! હવે મારી અપકીતિને કેવી રીતે દૂર કરવી? વૈરાગ્યવાસિત દયવાળા મનુષ્ય હંમેશાં દયાળું અને પિતાનું ખરાબ કરનારને માટે કદાચ કોઈ કે વૈર ઉત્પન્ન થયું હોય, તે પણ તેઓ ગમે તે પ્રકારે પોતાના કાર્યને સુધારી લે છે. સંસારી જીવનમાં સત્ય હકીકત બનવા છતાં દુનિયા દેરંગી કહેવાય છે અને તેવા કાર્યને અમુક લેકે સત્ય ૫ણું માને છે અને અમુક પ્રકારના લોકો અસત્ય ને અયોગ્ય માને છે. ઉત્તમ મનુષ્યનો સ્વભાવ જુદે હેાય છે. ભવિષ્યમાં શ્રી પાર્શ્વનાથ તીર્થકર થવાના છે. માટે આવા ઉત્તમ પ્રકારના મનુષ્ય માટે આવી ઊંચી ને શ્રેષ્ઠ ભાવના હોય તે સ્વાભાવિક છે. આ પ્રમાણે ખેદ ધરતા મરુભૂતિ તાપસ-આશ્રમમાં જાય છે. ત્યાં અશ્રુ ના પ્રવાહયુક્ત લજજા સહિત પોતાની ભૂલ માટે માફી માગવા કમઠના ચરણુમાં પડે છે અને કહે છે કે-હે પૂજ્ય ! તમે પુણ્યશાલી છો અને હું અધમ, કુલને કલંકરૂપ, ભાર્યાના વ્યામોહવડે વિષયથી વિમુખ થવા છતાં પિતા સમાન આપનું તેવા પ્રકારનું તમારું દુષ્ટ કાર્ય કર્યું જેથી મારા તે અપરાધને માફ કરી, મને અભયદાન આપી, દુષ્કૃત્યવડે તપેલા મારા હૃદયને શાન કરી વિપશ્ચાત્તાપવડે કમઠના ચરણમાં પિતાનું મતક મૂકે છે ત્યાં તે કમઠ પૂર્વના દુષ્ટ વિચારને યાદ કરી. ક્રોધને આવેશ ઉત્પન્ન થતાં. તાપને ઉચિત કરુણાભાવે ભૂલી જઈ, લાકાના અવર્ણવાદને વિચાર નહીં કરતા એક માટી શિલા ઉપાડી મભૂતિના મસ્તક ઉપર નાખે છે જેથી મરુભૂતિના મુખમાંથી રુધિરને પ્રવાહ વહેતાં પૃથ્વી પર પડી જાય છે. તેવામાં “અયોગ્ય કર્યું, આ શું દુષ્કર મા ખમણની તપસ્યાને ઉચિત છે? તું તારા ભાઈને હણે છે તે તું અમારે જોવાને પણ લાયક નથી.” આ પ્રમાણે તાપસના વચનોવડે તિરસ્કાર પામતે કમઠ તરત જ ત્યાંથી નીકળી જાય છે. અનેક ઉપચારે તાપસ કરવા છતાં ભભૂતિ મરણ પામે છે. આ પ્રમાણે મહાવેદનાને અનુભવને સમકિતને ભંગ કરી તે મરુભૂતિ અરિહંતનું સ્મરણ નહીં કરતે, આવ્યાનને કારણે, વૃક્ષોથી સુશોભિત એવા દંડકારણ્ય નામના વનને વિષે. સૂઢરૂપી દંડવડે વિકસ્વર હસ્તીરૂપે જન્મે છે. (બીજે ભવ) તે હસ્તી ક્રીડાવિલાસવડે વનમાં યથેચ્છ વિચરે છે. જુઓ કમની સ્થિતિ » મરુભૂતિને પ્રથમ સત્સંગના યોગે વૈરાગ્ય ભાવ ઉદ્ભવ્યો, પણ જીવનમાં અણધાર્યા સંગે (પિતાની સ્ત્રીને દુરાચાર વિ. ) ઉપસ્થિત થતાં આર્તધ્યાનના વશથી તિર્યંચ નિમાં ઉપજવું પડે છે. આ ભવમાં એક સંતપુરુષને સહયોગથી કષા-પરિણુમ, નષ્ટ થતાPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 574