________________
મેરી લિંકનથી તદ્દન ભિન્ન સ્વભાવની હતી. લિંકન સ્વાવલંબી, સંતોષી, પરગજુ અને નિઃસ્વાર્થી હતા, જ્યારે મેરી એમનાથી તદ્દન સામા છેડાની, કંજૂસ ને ઝઘડાળુ સ્વભાવ ધરાવતી હતી. ઉદાર લિંકન ફંડફાળો ઉઘરાવનારને ક્યારેય ખાલી હાથે જવા દેતા નહીં અને મેરીથી આ સહેજેય સહન થતું નહીં. મેરી વારંવાર ખૂબ ગુસ્સે થતી. ક્યારેક લિંકન એટલો બધો ત્રાસ અનુભવતા કે તેઓ ઘરની બહાર નીકળી જતા, ઑફિસમાં જઈને બેસી જતા. આમ છતાં લિંકને ક્યારેય કોઈની સામે એમના દાંપત્યજીવન અંગે ફરિયાદ કરી નહોતી. એ બધું મૂંગે મોઢે સહન કરતા રહ્યા અને પોતાના સિદ્ધાંતમાં અડગ રહીને ધ્યેયસિદ્ધિ માટે પુરુષાર્થ કરતા
રહ્યા.
ઈશ્વરની યોજના પર શ્રદ્ધા રાખનાર ઘણી શંકાઓ અને વિકલ્પોથી મુક્ત રહે છે. પતિના કે દિયરના ત્રાસ સામે મીરાં કેવી શ્રદ્ધાથી ‘પ્યારા ગોવિંદના ગુણ’ ગાય છે; શ્રદ્ધા-ખુમારી દાખવે છે ! એ જ મીરાં કહે
પરમનો સ્પર્શ ૧૩
“રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પ્રભુજી રૂઠે તો મરી જાશું. વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું.” જો રાણા રૂઠશે તો બહુ બહુ તો એમના રાજ્યમાંથી કાઢી મૂકશે, પણ તેથી શું ? ચિંતા તો પ્રભુની કરવાની છે કે પ્રભુ રૂઠે તો શું થાય? મીરાંને ત્રાસ આપનાર રાણાજીએ એને ઝેર મોકલ્યું હતું. મીરાંએ વિષનું ચરણામૃત રૂપે પાન કર્યું. આ રીતે મીરાંએ પોતાની ભક્તિમાં પ્રતિકૂળ એવા સંજોગોને સ્વીકારીને ગિરધરના ગુણ ગાવાનો આનંદ અનુભવ્યો હતો.
આપણે આપણી જીવનકિતાબ ખોલીને સ્વયંના અનુભવોનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે જીવનની કેટલીક ઘટનાઓને આપણે તર્ક કે બુદ્ધિથી સમજી શકતા નથી. આવી ઘટનાઓને સમજવા માટે આપણા માથાનું દહીં કરીએ છીએ, કિંતુ એ વિચારતા નથી કે એની પાછળ ઈશ્વરી સંકેત તો નિહિત નથી ને ? ઈશ્વરની યોજનાને સમજવા માટે આપણે કોઈ પ્રયાસ કે પુરુષાર્થ કરતા નથી. ઈશ્વર કપરી પરિસ્થિતિમાં કોઈ અણધાર્યો ઉકેલ આપી દે છે, કોઈ આફત આવતી હોય તો એ