Book Title: Pandit Sukhlalji Parichay tatha Anjali
Author(s): Pandit Sukhlalji Sanman Samiti
Publisher: Pandit Sukhlalji Sanman Samiti

View full book text
Previous | Next

Page 33
________________ પંડિત સુખલાલજી શ્રી. નાનાભાઈ ભટ્ટ પંડિતજીનો પ્રત્યક્ષ પરિચય પહેલવહેલે ગુજરાત વિદ્યાપીઠમાં થયો. પૂજ્ય બાપુએ મને ગુજરાત વિદ્યાપીઠમાં ગોઠવ્યું તે વખતે વિદ્યાપીઠમાં જે અધ્યાપકે એકઠા મળ્યા હતા તેઓ દરેક એક એક સ્વતંત્ર વિદ્યાપીઠ થાપી શકે એટલા શક્તિશાળી હતા. તેઓ પોતે જ એક એક વિદ્યાપીઠ હતા, એમ કહેવું વધારે યથાર્થ છે. પંડિતજી ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્વ વિભાગમાં તે વખતે કામ કરતા હતા. પંડિત સુખલાલજી, સમત રામનારાયણ પાઠક, મુનિશ્રી જિનવિજયજી, પંડિત બેચરદાસજી, શ્રી. રસિકલાલ પરીખ, કોસાંબીજી વગેરે આ વિભાગમાં કામ કરતા હતા. પણ વિદ્યાપીઠમાં હું પંડિતજીની બહુ નજીક ન આવી શક્યો. વિદ્યાપીઠમાં મને એમની વિદ્યાએ મુગ્ધ કર્યો, પણ એમના જીવનનું બીજું પાસું જોવા-જાણવાને મને ત્યાં વખત ન મળ્યો. સામાન્ય રીતે વિદ્યા એટલે નરી વિકતા એ અર્થ આપણું મનમાં ઊગે છે. આવી વિદ્વત્તા કાં તે નર્યા શબ્દ અને શબ્દોના અર્થ ઉપર રાચે છે અથવા તે વધારે વ્યવહારૂ રૂપ લઈને કોઈ પણ એક વિષયમાં માણસને પારંગત બનાવે છે. આથી કરીને આપણું પંડિત મોટે ભાગે પિથી-પતિ ન હોય છે અથવા તે વિદ્યાના કોઈ એક વિભાગમાં નિષ્ણાત હેય છે. પંડિત સુખલાલજી આવા પોથી-પંડિત તો છે જ, પંડિતજી આવી વિદ્યાના નિષ્ણાત પણ છે; પણ તદુપરાંત પંડિતજીએ પિતાની પંડિતાઈને તેમ જ પોતાના નિષ્ણાતપણાને જીવનની સાથે સાચે સુમેળ સાધે છે; એટલે એમની પંડિતાઈ વધારે તેજસ્વી બની છે અને એમનું ભારતીય તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં નિષ્ણાતપણું હજી આજે પણ આપણને જીવતું લાગે છે. એટલે પંડિતજી પુરાતત્ત્વમાં કામ કરનારા હોવા છતાં નિરંતર અધતન છે. જીર્ણ જેવા જણાતા શબ્દોમાં પંડિતજી નો પ્રાણ પૂરી શકે છે અને નવા યુગના માનવીની ભૂખ તેમ જ મહેરછાને આદર કરી શકે છે. પડિતજી જન્મ જેન છે, તેઓ જૈન પરંપરામાં ઊછર્યા છે, છતાં વૈદિક પરંપરામાં તેમ જ બૌદ્ધ પરંપરામાં જે સદંશે રહેલા છે તેને તેઓ આદર કરે છે અને તમામ પરંપરાઓમાં જે દૂષણો દાખલ થઈ ગયાં છે તેના તરફ તેમને એકસરખો વિરોધ છે. આ જ કારણથી આવતી કાલના જે ધર્મની જગતમાં દેખા દઈ રહી છે તેના પંડિતજી એક પુરોગામી છે, એમ આપણને લાવ્યા વિના રહેતું નથી.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73