________________
શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી
વિદ્યાગુરુશ્રીમાન પડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અગા છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મે' જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુ અને ગૃહસ્થ વિદ્યાગુરુએ મેળવ્યા છે. એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું બે વ્યક્તિને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યપ્રવર, સતત નાપાસનાપરાયણ, અનેક જ્ઞાનભડારાના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્મનદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનુ છે, જે મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે. જીવનના ચૌદમે વર્ષે મને મારી જન્મદાત્રી અને ધદાત્રી માતાએ (જે આજે વૃદ્ધાવસ્થામાં જીવંત છે અને જેમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી છે ) તેમના ચરણમાં સપ્યા અને તેમના જ શ્રીચામાં હું દીક્ષા અને શિક્ષા પામ્યા. મારી ચેાગ્યતાનુસાર તેઓશ્રીએ અતિયેાગ્યતાપૂર્વક મને અનેક વિજ્યેાની જાતે તેમ જ અનેક પડિતા દ્વારા ક્રમિક શિક્ષા આપી. અનેક પ્રકારનાં કાર્યોની કુશળતાની પ્રાપ્તિ પણ મને તેમના જ દ્વારા થઈ છે અને તેમના જીવનમાંથી મેં ઘણી ધણી પ્રેરણા અને યાગ્યતા મેળવી છે. આજે મારામાં જે કાંઇ છે તેનું મૂળ આ ગુરુદેવ જ છે.
ખીજું સ્થાન પ ંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસગે પ્રસંગે મને અનેક વિષયાનું જ્ઞાન પુસ્તકા દ્વારા નહિ પણ મેઢેથી જ આપીને મારી દૃષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનના યાગ જ કાઈ એવા વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરાવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અલ્પ કરી શકયો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુરુઓને એવે પ્રેમ તેા કે જેથી આજે મારી એ ઊણપ ટૅાર્દની નજરે નથી આવતી; છતાં એ વાત તેા દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે.
આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણુ અને દરેક રીતે સમૃદ્ધ કર્યા છે. એ ગુરુએમાંથી એક ગુરુથી કે જે મારા જીવનનું સસ્વ હતા તે તેા આજે સ્વવાસી થઇ ચૂકયા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણુ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેથી,
१०