________________
શ્રીમાન પંડિતજી માત્ર શાસ્ત્રનિષ્ણાત કાશીના પતિ જેવા પંડિત નથી, પરંતુ તેઓ ધાર્મિક, સામાજિક, રાજકીય ભાષાશાસ્ત્ર આદિ અનેક વિષયનું ઊંડું જ્ઞાન ધરાવે છે. એ જ એમના જ્ઞાનગંભીર્યનું સાધક બન્યું છે. આજે મને બાસઠ વર્ષ થવા આવ્યાં છે. તેમાં હું લગભગ મારા બાળપણથી જ એટલે કે વીસ વર્ષની ઉંમરે શ્રીમાન પંડિતજીને વિદ્યાર્થી બન્યો છું. મેં પંડિતજીને સતત અધ્યયનપરાયણ અને ચિંતનપરાયણ જ જોયા છે. વિવિધ શાસ્ત્રોના વિવિધ વિષયોની તેમણે એક જ દષ્ટિએ નહિ, અનેક દષ્ટિએ છણાવટ કરી છે. તેમાં વિચારપરાક્ષુખ સાંપ્રદાયિક ભાવનાને કદીયે સ્થાન આપ્યું નથી. તે છતાં તેઓશ્રીએ સાંપ્રદાયિકતાને કદીયે નિરુપયોગી માની નથી, પરંતુ એ સાંપ્રદાયિકતા એવી ન હોવી જોઈએ કે જીવન-વિકાસના માર્ગ અને સત્ય-જ્ઞાનની આરાધનામાં બાધક થાય. શ્રીમાન પંડિતજીએ જેનદર્શનના આ વ્યાપક દષ્ટિબિંદુને લક્ષમાં રાખીને જે વિદ્યાસાધના કરી છે તેથી જ તેમની દૃષ્ટિ અતિગંભીર, સત્યાન્વેષી અને તાત્ત્વિક બની છે.
ધારણાશક્તિ–શ્રીમાન પંડિતજી જોકે શતાવધાની નથી, તે છતાં તેમની સ્મરણશક્તિ અતિ જીવંત છે. જીવનના આદિકાળથી તેમણે જે જે અધ્યયન કર્યું છે એ બધા વિષે આજે પંડિતજીને માટે તાજા જ જોવામાં આવે છે. મોટે ભાગે અધ્યયન કરનાર માટે એવું હોય છે કે જે વિષયને જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તે તે સાજાતાજા હોય છે, પણ પાછળથી તે નહિવત બની જાય છે, જ્યારે પંડિતજી માટે તેમ નથી. દા. ત. પંડિતજીને આપણે કોઈ સંસ્કૃત ભાષાના પ્રયોગ વિષે કઈ પૂછીએ કે આ શબ્દપ્રયોગ વિષે કેમ સમજવું, ત્યારે પંડિતજી સિદ્ધહેમવ્યાકરણના અધ્યાય, પાદ અને સત્ર સુધાને નંબર આપીને આપણને જવાબ આપશે એ જ રીતે બીજા વિષયોમાં પણ આપણે પૂછીશું તો તે તે વિજ્યના મૌલિક રથાનોની યાદી આપવા પૂર્વક જ પંડિતજી આપણી સાથે વાત કરશે. દરેક વિષયમાં આવી તાજી સ્મૃતિ એ પંડિતજીની અવધાનશક્તિ કે ધારણાશક્તિને જીવંત પુરાવો છે.
બીજી રીતે આપણે પંડિતજીની ધારણાશક્તિ અને સ્મૃતિને જોઈએ. તેઓશ્રી જ્યારે કોઈ ગ્રંથને કે વિષયને હાથમાં લે છે, ત્યારે એક જ ગ્રંથની અનેક વ્યાખ્યાઓ કે તે તે વિષયના અનેક ગ્રંથને એકી સાથે સાંભળી લે છે, અને ત્યારબાદ કયા કયા વ્યાખ્યાકારે કે ગ્રંથકારેએ કઈ કઈ રીતે તે તે વિષયનું પ્રતિપાદન કર્યું છે, ક્યાં ક્યાં એકબીજાનાં મંતવ્યો જુદાં પડે છે, તે તે આચાર્યોના પ્રતિપાદનમાં કઈ કઈ વિશેષતાઓ છે, ઇત્યાદિનું પૃથક્કરણ
१२