________________
આ તે થઈ પંડિતજીની પંડિતાઈની વાત. પણ એમની પંડિતાઈની સાથે એમની નિરભિમાનિતા આપણને મુગ્ધ કરે છે. પંડિતજી દેખાવે સાવ સાદા–કેમ જાણે કોઈ શીળીના ચાઠાવાળો વાણિયે હાય! અષ્ટાવક્ર મુનિના વાંકાચૂકાં અંગે જોઈને જેમ જનકની સભાના બ્રાહ્મણોને હસવું આવ્યું હતું તેમ અજાણ્યા આદમીને પંડિતજીને વ્યાસપીઠ પર જઈને કદાચ હસવું પણ આવે. પણ જેઓ હાડક-ચામડાને મૂલવનાર ચમારથી ઉચ્ચ કોટિના લકે છે તેઓ તો પંડિતજીનું આ નિરભિમાનપણે જોઈને મુગ્ધ થયા વિના રહી જ ન શકે. વાણું સાવ સાદી, પણ અર્થગંભીર. બોલવામાં જરાય અંગ-ઉપાંગની લટક્યટક નહિ, અને તેમ છતાં અધિકારી શ્રેતાઓના હૈયા સોંસરી ઊતરી જાય એવી એમની વાતો ભૂલી ન જવાય એવી હોય છે. આ નિરભિમાનિતા માત્ર વાણીમાં જ નહીં, પણ પંડિતજીના સમગ્ર જીવનમાં નીતરતી જણાય છે. બલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, બેસવામાં, ઊઠવામાં નરી સાદાઈ જરાય આડંબર નહિ, જરાય કૃત્રિમતા નહિ–નરી સંસ્કારપૂર્ણ સાદાઈ.
પણ આ સાદાઈ એટલે માત્ર જીભ પરની મીઠાશ એમ રખે કઈ સમજે. પંડિતજી જેટલા વિદ્વાન છે, પંડિતજી જેટલા સાદા છે તેટલા જ નીડર છે, નિર્ભય છે. એમનાં વાણી અને વર્તન વિવેકથી ભર્યા છે, છતાં જગતમાં અને તેમાંય ખાસ કરીને સમાજમાં તેમ જ ધર્મમાં ચાલતાં જૂઠ અને પાખંડ તરફ એમને વિરોધ હમેશાં ઉગ્ર હોય છે. દુનિયાના ડાહ્યા માણસો જે જૂઠ તેમ જ પાખંડ સાથે ઘણીવાર માંડવાળ કરે છે તેવી માંડવાળ પંડિતજી કદી પણ કરતા નથી અને જ્યારે જ્યારે વિરોધ કરવાને પિતાનો ધર્મ જણાય ત્યારે ઊંડા અંતર ને વેદના કરતા શબ્દથી પંડિતજી વિરોધ કરે છે.
વિદ્વતા, સાદાઈ અને નિર્ભયતાને આવો સુભગ સુમેળ ઘણું ઓછાં માણમાં જોવા મળે છે. પંડિતજીને કદાચ એવા માણસમાં મોખરે મુકાય.
વિદ્યાપીઠમાંથી અમે છૂટા પડ્યા પછી મારે પંડિતજી સાથે પરિચય વધતો આવ્યો છે, અને છેલ્લે છેલ્લે લોકભારતીમાં તો એ પરિચય ઘણે વધારે દૃઢ થયો છે. જેમ જેમ હું પંડિતજીના પરિચયમાં વધારે વધારે આવત ગયો તેમ તેમ મારે તેમના તરફનો આદર વધતો ચાલ્યો છે. અમે સૌ લેકભારતીમાં પંડિતજીના જીવનની સુવાસ અવારનવાર લઈ શકીએ છીએ, એ અમારું સદ્ભાગ્ય છે. તા. ૩-૩-૫૭, લેકભારતી, સણોસરા