Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 4
________________ [ પ્રકાશકીય ] આગમવેદી પુરુષોમાં શ્રેષ્ઠ, શ્વેતામ્બરોમાં મુખ્ય, ચૌદસો પ્રકરણોના પ્રણેતા પ્રાતઃ સ્મરણીય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજના નામથી કોણ અપરિચિત હશે ? આ મહાપુરુષે રચેલ પંચાશક પ્રકરણ. તેના ઉપર મહાગીતાર્થ આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીએ ટીકા રચેલી હતી. આ ટીકાની તાડપત્રીય પ્રતિ સમગ્રભારતવર્ષમાં એક માત્ર શ્રી જિનભદ્રસૂરિ તાડપત્રીય જ્ઞાનભંડાર જેસલમેરમાં છે. જેની પ્રાપ્તિ જેસલમેર તીર્થના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ મંશાલી તથા અન્ય ટ્રસ્ટીઓ તેમજ સુશ્રાવક સંજયભાઈ કોઠારીના સહયોગથી પ્રાપ્ત થઈ છે. આ ગ્રંથના સંશોધન કાર્યમાં કોબા જ્ઞાનમંદિરના પંડિતજી શ્રી નવિનભાઈ વગેરે દ્વારા સહાયક અનેકવિધ માહિતી સાહિત્ય તથા હસ્તપ્રતોની નકલ વગેરે પ્રાપ્ત થયા છે તથા પુખરાજ રાયચંદ આરાધના ભવન-જ્ઞાનભણ્ડાર - અમદાવાદ તરફથી સહાય સતત મળતી રહી છે. ગ્રંથ સંશોધન પ્રકાશન કાર્યમાં અમદાવાદ-પૂના વગેરે સ્થાનના અનેક શ્રુતપ્રેમી સાધકો સહાયક બન્યા છે. તેની ભૂરિ ભૂરિ અનુમોદના. અનેક પરિશિષ્ટ સહિત પ્રસ્તુત પંચાશકપ્રકરણનું સંશોધન અને સમ્પાદન કાર્ય પરમ પૂજય પરમશાસનપ્રભાવક પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન અનુસાર પરમપૂજ્ય પરમ શાસન પ્રભાવક પ્રશાન્તમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયબોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સંશોધનાદિ કાર્યમાં નિરંતર પ્રયત્નશીલ મુનિવરશ્રી ધર્મરત્નવિજયજીએ કરેલ છે. તથા અમારી સંસ્થાને અનેક પરિશિષ્ટોથી સમૃદ્ધ પૂ. આ. યશોભદ્રસૂરિજીની ટીકા સહિત એવો આ શ્રી પંચાશકપ્રકરણ ગ્રંથ સૌ પ્રથમવાર પ્રકાશિત કરવાનો લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. આ ગ્રંથનું છાપકામ ખંતપૂર્વક કરી આપવા બદલ ભરત ગ્રાફિક્સવાળા શ્રી ભરતભાઈનો આપેલ તેમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. પંચાશક પ્રકરણ સટીક ગ્રંથનું સારી રીતે પરિશીલન કરી શ્રાવકધર્મના અનુષ્ઠાનોની શુદ્ધ આરાધના કરી તથા સાધુધર્મનું નિર્મલ પાલન કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ સુખના ભોક્તા બનીએ એ જ શુભભાવના. માનવ કલ્યાણ સંસ્થાન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 362