________________
ગુરુ મહારાજ કહે છે કે ભદ્ર ! આગમમાં હોંશિયાર યાકિની નામે મહત્તરા સાધ્વી મારા ગુરુભગિની છે. પુરોહિત બોલ્યા મારા જેવા મુર્ખને ધર્મમાતાએ પ્રતિબોધ પમાડ્યો મહાન ઉપકારી છે. ઘણા ગ્રંથોમાં એમના નામનો ઉલ્લેખ કરેલ છે. યાકિનીમહતરાસૂનુ તરીકે ઓળખાય છે.
પોતાના બે ભાણેજ જિનભદ્ર અને વીરભદ્ર બંનેને શિષ્ય બનાવ્યા. પ્યારા લાડકા એવા બે શિષ્યો બૌદ્ધોની સામે જૈન મતનું ખંડન કરતા હતા તે જાણવા અભ્યાસ કરવા માટે ગુરુની ઇચ્છા ન હોવા છતાં પ્રયાણ કર્યું અંતે શિષ્યોને રજા આપી.
બંને શિષ્યો છુપાવેશમાં ત્યાં અભ્યાસ કરતા એક બે પરીક્ષા આવી તેમાં પકડાઈ ગયા અને હંસ કહે આ માહિતી લઈ ભાગીને ગુરુજી પાસે જાવ. છેલ્લા સમયે કહે ગુરુ મ.સા.ની ઇચ્છાને અવગણીને આવ્યો. મિચ્છા મિ દુક્કડં કહેજે. હંસ મરાયો સૂરપાલ રાજાએ આશ્રય આપ્યો પણ વાદ કરવાની શરત રાખો. તેમાં અંબિકાદેવીની સહાયથી તે વાદ જીતતા હતા. તે ખબર પડતા પડદો હટાવતા પરમહંસનો વિજય થયો. ત્યારપછી ગુરુમ.સા.ના ચરણોમાં ચિતોડ પહોંચી વીતેલી કથા કહી. ચોંધાર આંસુ રડતા મિચ્છા મિ દુક્કડં દેતા કાયમ માટે પરમહંસ અલવિદા થઈ ગયા.
આ સાથે ક્રોધાયમાન થએલા હરિભદ્રસૂરિજી મંત્ર બળથી ખેંચી તેલની કડાઈમાં નાંખી બૌદ્ધોને ખતમ કરે છે તે વાત એમના ગુરુ આ. જિનભદ્રસૂરિને ખબર પડતા શાંત પાડવા બે શિષ્યોને મોકલ્યા. ત્રણ ગાથાનું ચિંતન કરતા વેરના વિપાકો કહું છું. વિવેક જાગૃત તથા ગુરુ મ.સા. સામે પહોંચીને ધ્રુસકે રડી પડ્યા પ્રાયશ્ચિત માંગ્યું અને ગુરુએ ૧૪૦૦ ગ્રંથની (મતાંતરે ૧૪૪૪)રચના કરવાનું પ્રાયશ્ચિત આપ્યું.
હરિભદ્રસૂરિજીના શિષ્યોનો સંસારી લલ્લિગ પિતરાઈ હતા જે તેઓના પરમભક્ત હતા આચાર્યશ્રી જ્યારે ગોચરી વાપરે ત્યારે લલ્લિક શ્રાવક શંખ વગાડી યાચક જમાડે અને પૂજ્યશ્રીએ અપૂર્વ ગ્રંથોનું સર્જન કરી આલોચનામાંથી મુક્ત થયા. લલ્લિગ શ્રાવકે ઉપાશ્રયની ભીતમાં રત્ન ગોઠવ્યું જેથી સતત રાત્રે પણ ગ્રંથોનું સર્જન કર્યું. જીવનના અંતસુધી ગ્રંથ રચના કરતા અંતે સંસારદાવાની છેલ્લી ગાથા બનાવતા કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનો આત્મા પ્રથમ દેવલોકમાં છે અને ત્યાંથી આવીને મહાવિદેહમાંથી મોક્ષ પદ પામશે. અને હાલમાં અત્યારે ૧૦૦ની સંખ્યામાં પણ ગ્રંથો ઉપલબ્ધ નથી. (પ્રભાવકચરીત્ર)
એમાથી અમૂલ્ય રત્ન સમાન પંચાશક-પ્રકરણ ગ્રંથ વૃત્તિસહિત આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છે...
16