________________
૦ પૂ. લાવણ્યસમયજી મ. તેનો રાસ રચ્યો. ૦ ચિત્તોડના રાણા અલ્લટરાજ (સં. ૯૨૨ થી ૧૦૧૦) છેલ્લા વર્ષોમાં આહડનગરમાં જ રહેતા હતા. અહીં દેરાસર બંધાવી સંડેરગચ્છના આ. યશોભદ્રસૂરિના હાથે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. ૨. આ. યશોભદ્રસૂરિજી મ.સા. પૂર્ણતલગચ્છ. વાગડદેશના રત્નપુરમાં યશોભદ્ર
નામે રાજા હતો. આ. દત્તસૂરિ પાસે ધર્મ સાંભલી શ્રાવક બન્યો. ડિંડુઆણામાં ૨૪ દેરીવાળો મોટો જિનપ્રાસાદ બંધાવ્યો. આ. દત્તસૂરિ પાસે દીક્ષા લઈ જીવનપર્યન્ત છ વિગઈનો ત્યાગ કર્યો. તથા એકાંતરે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરી. તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કરી આચાર્યપદ પ્રાપ્ત કર્યું. ગિરનારતીર્થ ઉપર ૧૩ દિવસનું અનશન લઈ સ્વર્ગગમન કર્યું. ઘણા રાજાઓ તેમને ગુરુ તરીકે માનતા હતા. તેઓ વિ. સં. ૯૪૭માં વિદ્યમાન હતા. ૩. દેવાનંદ ગચ્છમાં ૩૫મી પાટે આ. ઉદ્યોતનસૂરિજી મ. સા. થયા તેમના શિષ્ય આ. યશોભદ્રસૂરિજી મ.સા. થયા. ૪. રાજગચ્છની પટ્ટાવલીમાં ધર્મઘોષગચ્છના વર્ણનમાં દશમી પાટે આ.
ધર્મઘોષસૂરિજી થયા તેમની પાટે આ. યશોભદ્રસૂરિજી મ. સા. થયા. ૫. રાજગચ્છની પટ્ટાવલીમાં બારમી પાટે આ. દેવેન્દ્રસૂરિજી થયા. તેમની પાટે
આ. યશોભદ્રસૂરિજી થયા. ૬. બ્રહ્માણગચ્છમાં આ. યશોભદ્રસૂરિનો વિ.સં. ૧૧૨૪નો લેખ પ્રાપ્ત થાય છે. ૭. વડગચ્છમાં આ. સર્વદેવસૂરિજી થયા. તેમણે ઉચ્ચ અનુષ્ઠાનવાળા આ. યશોભદ્રસૂરિજી આદિ ૮ને આચાર્યપદવી વિ. સં. ૧૧૨૯થી વિ. સં. ૧૧૩૯ના ગાળામાં આપી. તેઓ આ. વિજયચન્દ્રસૂરિના શિષ્ય હતા. ૮. આચાર્ય યશોભદ્રસૂરિજી અને આ. નેમિચન્દ્રસૂરિજીની પાટે સૈદ્ધાનિક આચાર્ય
મુનિચન્દ્રસૂરિજી થયા. જેમણે અનેક શાસ્ત્રોની રચના કરી. આ ગ્રંથના ટીકાકાર પ. પૂ. આ. યશોભદ્રસૂરિજી મ. સાંડેર ગચ્છના અથવા વડગચ્છના હશે તેવું અનુમાન કરાય છે, વિશેષ પ્રમાણ પ્રાપ્ત થાય તો આ બાબત વધુ સ્પષ્ટ થાય. સંશોધક વિદ્વાનો વિશેષ માહિતી ઉપલબ્ધ કરાવે એવી આશા રાખી પરિચય લેખ પૂર્ણ કરું છું.
18