________________
પંચાશક ગ્રંથ-ટીકાકાર પ.પૂ.આ. યશોભદ્રસૂરિજી મહારાજા-પરિચય * શ્રી પંચાશક પ્રકરણ ટીકાના કર્તા પરમ પૂજય આચાર્યદેવ શ્રી યશોભદ્રસૂરિજી મહારાજા છે. આ ગ્રંથની તાડપત્રીય પ્રતિ નં. ૨૧૧ની ઝેરોક્ષ પ્રત શ્રી જેસલમેર જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે. જેની પ્રશસ્તિ આ પ્રમાણે છે. “તિર્ષિ श्रीश्वेताम्बराचार्य यशोभद्रस्येति संवत ११२१ ज्येष्ठ सुदि-११ बुधदिने छ। श्री વસ્તુ છે નારોથા ત્રિવિતમ્ | શ્રી પંચાશક ગ્રન્થની ટીકા પ. પૂ. આ. યશોભદ્રસૂરિશ્વેતામ્બરાચાર્યની છે. કૃતિલેખન વિ. સં. ૧૧૨૧ જેઠ સુદ-૧૧ બુધવાર, આ પ્રતિ યશોધરે લખી છે. આ ગ્રંથની અન્ય કોઈ પ્રતિ અન્ય જ્ઞાનભમ્હારોમાંથી પ્રાપ્ત થઈ નથી. આ ગ્રંથના ટીકાકાર આ. યશોભદ્રસૂરિજી કયા ગચ્છના છે? તથા તેઓએ અન્ય કયા કયા ગ્રન્થોની રચના કરી છે? તેને તપાસવા વિક્રમની બારમી સદી સુધીમાં અનેક ગચ્છમાં થયેલ પ. પૂ. આ. યશોભદ્રસૂરિજીની નોંધ અત્રે રજૂ કરાય છે. ૧. આ. યશોભદ્રસૂરિજી મ.સા. સંડેરગચ્છ :- જન્મ વિ. સં. ૯૫૭ આચાર્ય વિ. સં. ૯૫૮ ૮૪ વાદ જીત્યા. ૧૦૨૯ અથવા ૧૦૩૯ માં નાડલાઈમાં
સ્વર્ગવાસ. ૦ વિ. સં. ૯૯૬ થી ૧૦૧૦માં નાડલાઈ તીર્થ મંદિર સ્થાપ્યું. ૦ વિ. સં. ૧૦૩૯માં કરેડા તીર્થ પર જિનાલયની એક દેરીમાં પાર્શ્વનાથ
ભગવાનની પ્રતિષ્ઠા કરી. ૦ રાજા કુમારપાળ પૂર્વભવમાં જયતાક નામે કર્મચારી હતો. આચાર્યશ્રીના
ધર્મોપદેશથી પ્રતિબોધ પામ્યો. મરણ પામીને કુમારપાલ રાજા બન્યો. ૦ વિ. સં. ૯૬૯માં સાંડેરાવની પ્રતિષ્ઠા. ૦ વિ. સં. ૧૦૧૦માં ૮૪ વાદ જીત્યા. ૦ કરોડા તીર્થમાં સંડેરગચ્છના આ. યશોભદ્રસૂરિના સંતાનય આ. શ્યામાચાર્યનો સં. ૧૦૩૯નો શિલાલેખ છે.
11