________________
શ્રીપંચાશક ગ્રંથશ્રા૨ પરિચય
ઉદય પામતા મતિના મદરૂપ તારાઓ ભેદવામાં બદ્ધલક્ષ પોતાની શક્તિથી અષ્ટાપદની જેમ શત્રુઓને હઠાવનાર તથા ગુરૂની જેમ ઉદય પામતા આગમની સંપતિયુક્ત એવા શ્રીહરિભદ્રસૂરિજીને કોટી કોટી વંદના.
એવા શ્રીહરિભદ્રસૂરિના સત્વને લઈને કામ, મોહ શત્રુરૂપ મહાસાગરનો અત્યંત ધ્વંસ કરવામાં વિખ્યાત થયેલ, ચિર પરિચયથી પ્રગટ થયેલ ગાઢ મિથ્યાત્વરૂપ વિધ્યાંચલની વૃદ્ધિને અટકાવનાર તથા જૈન મુનિરાજોમાં શોભતા એવા અગસ્વરૂપ તે સૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર હું બાળપણાથી પોતાની અલ્પમતિ દ્વારા શું કહી શકું છતાં પણ હું જણાવી રહ્યો છું.
ચિત્રકુટનામે પર્વત છે તેમાં ત્રણ જગતને તૃણ સમાન ચિત્રકુટનામે નગર છે. તેમાં જિતારિ નામે રાજા હતો. અને તે જાણે પોતાનું બીજું શરીર ધારણ કરીને હરિ પોતે આવેલ હોય તથા ક્ષિતિતલનું રક્ષણ કરવામાં દક્ષ હતો. અને અસુરોના સ્વામીને ભેદવાથી જેણે પોતાનું નામ અખંડ કર્યું હતું. ત્યાં અત્યંત કુશલ મતિવાળા અને રાજાના લાડીલા માનીતા એવા હરિભદ્ર નામે પુરોહિત હતા. જે ચૌદ વિદ્યામાં પારંગત-અગ્નિહોત્રી હતા. પોતાની વિદ્યાના મહાગર્વથી પૃથ્વી જલ અને નિસરણીએ ત્રણ વસ્તુને ધારણ કરતો હતો. વળી શાસ્ત્રના જોરદાર પૂર વડે આ ઉદર ફાટી જશે. માટે સુવર્ણપટ્ટો બાંધતા અને આ જંબૂદ્વીપમાં મારી સમાન કોઈ બુદ્ધિશાળી નથી એમ જણાવવાને તે જંબુલતાને ધારણ કરતો હતો. પણ...સાથે એક સુંદર પ્રતિજ્ઞા કરી હતી કે, “આ પૃથ્વી પર જેનું વચન ન સમજી શકું તેનો હું શિષ્ય થાઉં આવા ગર્વથી કલિકાળમાં પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા.
એકવાર ઘણા પાઠકો અને બ્રહ્મચારીઓથી પરિવરેલ હરિભદ્ર પુરોહિત સુખાસનમાં બેસીને માર્ગે જતો હતો. તેવામાં ગંડસ્થળ પર ભમરાઓથી વ્યાપ્ત, દુકાનો, મકાનો ભાંગવાથી લોકોમાં શોરબકોર દોડધામ દ્વારા આ વિપ્ર ભયથી એવી રીતે જિનમંદિરમાં પેઠો કે દરવાજાની ઉંચે જોતા જ કમાનો પર દૃષ્ટિ પડતાની સાથે ભગવંતના દર્શન થયા. પણ વીતરાગને જાણતાં ન હોવાથી ઉપહાસથી બોલવા લાગ્યા...
વપુવ તવા છે, પણું મિષ્ટાન્નમોનનમ્ | न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्वलः ॥
14