Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 142
________________ ૧૩૫ પંચપ્રતિક્રમણ સૂત્ર * શ્રી પાર્શ્વનાથજિન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવપાશ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાય; કાશીદેશ વારાણસી, પુણ્યે પ્રભુ આય. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ * શ્રી મહાવીરસ્વામી જિન ચૈત્યવંદન સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાનો જાયો; ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુ૨ નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોતેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાય. ૨ ખીમાવિજય જિનરાજનો એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યો, પદ્મવિજય વિખ્યાત. ૩ * શ્રી સીમંધર સ્વામીના દુહા જે અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ; કેવલધર મુગતે ગયા, વંદું બે કર જોડ. ૧ બે કોડી કેવળધરા, વિહરમાન જિન વીશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ ૨ જે ચારિત્રે નિર્મળા, જે પંચાનન સિંહ; For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158