Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 145
________________ પંચપ્રતિક્રમણ સત્ર શ્રી સીમંધર સ્વામીની થાય જ શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર-ભાષિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમલ ગુણખાણી. ૧ શ્રી સિદ્ધાચલજીનું ત્યવંદન જ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ઘરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂરવ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુપાય. ૨ સૂરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણો, જિનવર કરું પ્રણામ. ૩ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે વિમલાચલ નિત વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ઘર્મનો, શિવતરુ ફળ લેવા. વિમલા ૧ ઉજ્વળ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તુંગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિમલા ૨ કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે; એમ શ્રી મુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિમલા ૩ જે સઘળાં તીરથ કહ્યાં, યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શત ગણું ફળ લહીએ. વિમલા ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org ૪

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158