Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 153
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર * શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ (થોય) * શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવાંછિતપૂરણ સુરતરુ, જય વામાસુત અલવેસરુ. ૧ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા; દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચનવર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીયો. ૩ ધરણીધર૨ાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી. ૪ * શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ (થોય) * જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ, સુર નરના નાયક જેહની સારે સેવ; કરુણારસકંદો વંદો આનંદ આણી, ત્રિશલાસુત સુંદર ગુણમણિ કેરો ખાણી. જસ પંચ ક્લ્યાણક દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક તેને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ. જિહાં પંચ-સમિતિ-યુત પંચ મહાવ્રત સાર, જેહમાં ૫૨કાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠિ અરિહંત નાથ સર્વજ્ઞ ને પારગ, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. For Personal & Private Use Only Jain Education International ૧૪૬ ૧ ૨ ૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158