Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 152
________________ ૧૪૫ પંચપ્રતિક્રમણ સૂત્ર જક્ષ ગોમુખ ગિરુઓ, જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચક્કેસરી, વિઘન કોડી હરેવ; શ્રી તપગચ્છનાયક, વિજયસેનસૂરિરાય, તસ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય. * શ્રી શાંતિનાથજીની સ્તુતિ (થોય) * શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે. પાર્શ્વ વીર વાસુપૂજ્યજી, નેમ મલ્લિકુમારી, રાજ્યવિભ્રૂણા એ થયા, આપે વ્રતધારી; શાંતિનાથ પ્રમુખા સવિ, લહિ રાજ્ય નિવારી, મલ્લિ નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. કનકકમળ પગલાં ઠવે જગશાંતિ કરીજે, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફળ લેતાં રીઝે, પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. ક્રોડ વદન શુકરારૂઢો, શ્યામ રૂપે ચાર, હાથ બીજોરુ કમળ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરુડ વામ પાણિએ, નકુલાક્ષ વખાણે, નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. Jain Education International For Personal & Private Use Only ૧ ૩ ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158