Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust
View full book text
________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
* શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
૧૪૪
સિદ્ધાચલનો વાસી પ્યારો લાગે મોરા રાજિંદા.
મોરા૦ ૧
ઇણ રે ગિરિવરમાં ઝીણીઝીણી કોરણી, ઉપર શિખર બિરાજે. મોરા૦ ૨ કાને કુંડલ માથે મુગટ બિરાજે, બાંહે બાજુબંધ છાજે. ચૌમુખ બિંબ અનુપમ છાજે, અદ્ભુત દીઠે દુઃખ ભાંજે ચુવા ચુવા ચંદન ઔર અગર જા, કેસર તિલક બિરાજે. ઇણ ગિરિ સાધુ અનંતા સિદ્ધા, કહેતાં પાર ન આવે. જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો.
♦ થોયો *
* શ્રી ઋષભદેવની સ્તુતિ (થોયો) *
પ્રહ ઊઠી વંદું ૠષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈંદ્ર, જિનના ગુણ ગાવે સુર નર નારીના વૃંદ. બાર પર્ષદા બેસે, ઇન્દ્ર ઈન્દ્રાણી રાય, નવ કમળ ૨ચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવદુંદુભિ વાજે, કુસુમવૃષ્ટિ બહુ હુંત, એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, Jain Education જિનવચન વખાણી, લીજે ભવનો પાર.
મોરા૦ ૩
મોરા૦ ૪
મોરા૦ ૫
મોરા૦ ૬
મોરા૦ ૭
૧
૨
www.jaineliary.org

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158