Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust
View full book text
________________
૧૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
વૃષભ લંછને વિરાજમાન, વંદે નરનારી. ૨ ધનુષ્ય પાંચસે દેહડી એ, સોહીએ સોવન વાન; કીર્તિવિજય ઉવઝાયનો, વિનય ઘરે તુમ ધ્યાન. ૩
જ શ્રી સીમર્ધાર સ્વામીનું સ્તવન સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જાજો. મુજ વિનતડી, પ્રેમ ધરીને એણી પરે તમે સંભળાવજો. ટિક) જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચોસઠ ઈદ્રો પાયક છે; નાણ દરિસણ જેહને ખાયક છે,
સુણો. ૧ જેની કંચન-વરણી કાયા છે, જસ ઘોરી લંછન પાયા છે; પુંડરિગિણી નગરીનો રાયા છે,
સુણો. ૨ બાર પર્ષદા માંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે,
સુણો. ૩ ભવિજનને જે પડિબોલે છે, તસ અધિક શીતલ ગુણ સોહે છે; રૂપ દેખી ભવિજન મોહે છે,
સુણો. ૪ તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દૂરે વસિયો છું; મહા મોહરાય કર ફસિયો છું,
સુણો. ૫ પણ સાહિબ ચિત્તમાં ઘરિયો છે, તુમ આણાખગ કર ગ્રહિઓ છે; તો કાંઈક મુજથી ડરિયો છે,
સુણો. s જિન ઉત્તમ પૂઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો; તો વાધે મુજ મન અતિ નૂરો,
સુણો. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158