Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 141
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર પાંચસે ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમદયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ. ૨ વૃષભલંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણિખાણ; તસ પદ પદ્મ સેવનથકી, લહીએ અવિચલ ઠાણ. ૩ ૐ શ્રી શાંતિનાથજિન ચૈત્યવંદન - શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત નંદો; વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખકંદો. ૧ મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિખાણ. ૨ ચાલીસ ધનુષની દેહડી એ, સમચઉરસ સંઠાણ; વદન પદ્મ જ્યું ચંદલો, દીઠે ૫૨મ કલ્યાણ. ૩ * શ્રી નેમનાથજિન ચૈત્યવંદન * નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. ૧ દશ ધનુષ્યની દેહડી, આયુ વરસ હજા૨; શંખલંછન-ધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુરી નય૨ી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમપદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ૩ Jain Education International For Personal & Private Use Only ૧૩૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158