Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates તેમણે આ અક્ષરશ: અનુવાદ કર્યો છે. જ્યાં જરૂર પડી ત્યાં ફૂટનોટ દ્વારા કે કૌંસ દ્વારા સ્પષ્ટતા કરી છે. એ ઉપરાંત મૂળ ગાથાસૂત્રોનો ભાવભર્યો મધુર પદ્યાનુવાદ પણ કર્યો છે. આ રીતે શ્રી કુંદકુંદભગવાનનાં સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર જેવાં ઉત્તમોત્તમ શાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. આ નિયમસારનો ગુજરાતી અનુવાદ સર્વાંગસુંદર બન્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને, અત્યંત પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ સંસ્થા ઘણો જ આભાર માને છે. આ અનુવાદ અમૂલ્ય છે, કેમ કે માત્ર, પૂજ્ય ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રેરાઈને પોતાની અધ્યાત્મરસિક્તા વડ તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય ? ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રફરીડિંગ વગેરે નાનામોટાં અનેક કામોમાં ઘણી જ કિંમતી સહાય બ્ર, ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે; તેમનો તથા ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ, અમૃતલાલ દેવકરણ વોરા વગેરે જેમણે જેમણે સહાય કરી છે તે સર્વેનો જે આભાર ભાઈશ્રી હિંમતલાલભાઈએ ઉપોદઘાતમાં વ્યક્ત કર્યો છે તેમાં આ સંસ્થા પોતાનો સૂર પુરાવે છે. આ આવૃત્તિની પડતર કિંમત લગભગ નવ રૂપિયા થાય છે, પરન્તુ આ પરમાગમનો લાભ વિશેષ પ્રમાણમાં મુમુક્ષુઓ લઈ શકે તે હેતુએ અનેક ભાઈઓ તરફથી પ્રદત્ત આર્થિક સહાય વડે તેની કિંમત ઘટાડીને સાડા પાંચ રૂપિયા રાખવામાં આવી છે. જેમણે જેમણે આ આર્થિક સહાય આપી છે તે સર્વેનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્દગુરુગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ઊંડા ગંભીર ભાવોને સમજો અને અંતર્ગુફામાં બિરાજમાન શુદ્ધ કારણપરમાત્માભગવાનચૈતન્યદેવને દેખો. શ્રાવણ વદ ૨, વીર સં. ૨૪૭૭; વિ. સં. ૨૦૦૭ વકીલ રામજી માણેકચંદ દોશી -પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 402