________________
૪૧૨ [ આ ગાથા ગણતાં તેમાં કહેલ બાબતે સંબધી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સાધુએ સંભારીને યાદ કરવા. સામાન્ય સાધુ કરતાં ગુરૂને (આચાર્યને) અલ્પ વ્યાપાર હોવાથી ગુરૂએ બે વાર આ ગાથા અર્થ સાથે વિચારવી.)
૧૦ પડિલેહણને વિધિ (સવારની) ખમાસમણ દઈ ઈરિયાવહિથી લેગસસ સુધી કહી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન પડિલેહણ કરૂં? “ઈચ્છ કહી સાધુએ મુહપત્તિ ૫૦ બોલથી, એ ૧૦ બેલથી, આસન ૨૫ બેલથી, સૂત્રને કદરે ૧૦ બોલથી, અને ચોલપટ્ટો ૨૫ બેલથી પડિલેહ. (સાધ્વીએ મુહપત્તિ ૪૦ બોલથી, એ ૧૦ બોલથી, આસન ૨૫ બેલથી, કપડે ૨૫ બોલથો, કંચુ ૨૫ બોલથી, સાડો ૨૫ બેલથી અને કંદેર ૧૦ બોલથી પડિલેહ) પછી ઇરિયાવહિ પડિમી ખમાસમણ, કઈ ઈચ્છકારી ભગવાન પસાય કરી પડિલેહણા પડિલેહાજી ઈચ્છ કહી સ્થાપનાચાર્યની પડિલેહણ કરે. તે આ પ્રમાણે--
પ્રથમ ખભાની કામલી પડિલેડી સંકેલીને તેની ઉપર સ્થાપનાચાર્ય મૂકે. પછી તેને છોડી પ્રથમ ઉપરની એક મુડપત્તિ પડિલેહે, પછી “શુદ્ધ સ્વરૂપના ધારકગુરુ, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય, શુશ્રદ્ધામય, શુદ્ધપ્રરુપણમય, શુદ્ધસ્પર્શનામય, પંચાચાર પાલે, પલાવે, અનુદે, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિએ ગુપ્તા” આ પ્રમાણે તેર તેર બેલ બેલી પાંચેસ્થાઅનાજીની પૃથક પૃથક્ પડિલેહણા કરે. પછી સ્થાપના સંબંધી બીજી મુહપત્તિએ પડિલેહે (સાંજની પડિલેહણ વખતે પહેલાં સ્થાપનાજીની બધી મુહપતિએ પડિલેહીને પછી સ્થાપના પડિલેહે)