Book Title: Newzeland Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust Mumbai View full book textPage 5
________________ ન્યૂ ઝીલૅન્ડ ઈ. સ. ૧૯૭૮માં અને ઈ. સ. ૧૯૯૯માં એમ બે વાર ન્યૂ ઝીલૅન્ડનો પ્રવાસ કરવાની તક મને સાંપડી હતી. બે દાયકા પછીના બીજા પ્રવાસમાં મને નજરે જોવા મળ્યું કે ન્યૂ ઝીલેન્ડની કાયાપલટ કેટલી સરસ થઈ ગઈ છે ! એક નાનોસરખો દેશ પણ ધારે તો કેટલી બધી પ્રગતિ કરી શકે છે તેની પ્રતીતિ થઈ. દુનિયાનાં અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત અને અન્ય દેશો સાથે વેરવિરોધ વિનાના સુખી દેશોમાં ન્યૂઝીલેન્ડને ગણાવી શકાય. ભૌગોલિક વિસ્તાર ન્યૂ ઝીલેન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સાવ છેડે આવેલો દેશ છે. ઓસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં ટાસ્માન સમુદ્રમાં ૧, ૨૦૦ માઈલ દૂર તે આવેલો છે. તેને ભૌગોલિક વિસ્તાર ૧,૦૩,૭૩૬ ચોરસ માઈલ એટલે કે ૨,૬૮,૬૭૬ ચોરસ કિલોમિટર છે. ન્યૂ ઝીલેન્ડમાં ઉત્તરમાં આવેલી રેઈન્ગાની ભૂશિરથી દક્ષિણમાં આવેલા ટુઅર્ટ ટાપુ સુધીનું અંતર ૧,૬૮૦ માઈલ જેટલું છે. ન્યૂઝીલેન્ડ પહોળો નહીં પણ સાંકડો અને લાંબો દેશ છે. એની આકૃતિ આકાશમાંથી કોઈ માણસ દરિયામાં ડૂબકી મારવા પડતો હોય એવી લાગે છે. ભૌગોલિક વિસ્તારમાં ઇંગ્લેન્ડ કે જાપાન સાથે તેને સરખાવી શકાય. પરંતુ એટલા જ વિસ્તારમાં ઇંગ્લેન્ડની વસતિ પાંચ કરોડ કરતાં વધુ છે. અને જાપાનની વસતિ સાડા દસ કરોડ કરતાં વધુ છે. જ્યારે ન્યૂ ઝીલેન્ડની વસતિ માત્ર પાંત્રીસ લાખ જેટલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36