Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ ન્યૂ ઝીલેન્ડ છેડાં મૂકે છે અને નર તે સેવે છે. | ઝીલૅન્ડનું બીજું એક પક્ષી તે “કાકાપો' છે. એ પોપટની એક જાત છે. દુનિયામાં મોટામાં મોટો પોપટ “કાકાપો' છે. તેનો અવાજ લાક્ષણિક છે. ડુંગરોમાં થતા પોપટમાં કીઆ નામના ભૂખરા અને નાની ચાંચવાળા પોપટ જોવા મળે છે. અન્ય પક્ષીઓમાં સમુદ્ર કિનારે જોવા મળતું પેગ્વિન પક્ષી પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત, બીજાં ઘણી જાતનાં પક્ષીઓ ન્યૂ ઝીલેન્ડમાં છે. હવે ન્યૂ ઝીલેન્ડમાનાં કેટલાંક મોટાં શહેરો અને અન્ય સ્થળોનો પરિચય કરીશું. ઓકલેન્ડ ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં ઉત્તર દ્વીપમાં સમુદ્ર કિનારે આવેલું મોટામાં મોટું પચરંગી શહેર છે. એની વસતિ હાલ દસેક લાખની છે. બહારની દુનિયા માટે દરિયાઈ કે હવાઈ માર્ગે ન્યૂ ઝીલેન્ડ પહોંચવા માટેનું પ્રથમ શહેર તે ઓકલેન્ડ છે. ૧૮૬૫ સુધી તે ન્યૂઝીલેન્ડનું પાટનગર હતું. ઓકલેન્ડના વાઈતેમાતા નામના બંદર વિસ્તારના સમુદ્રકિનારે સેંકડો રંગબેરંગી સઢવાળી અને યાંત્રિક હોડીઓ લાંગરેલી હોય છે. ન્યૂ ઝીલેન્ડના લોકોના દરિયાઈ સહેલગાહના શોખની એ પ્રતીતિ કરાવે છે. એટલે જ ઑકલૅન્ડને “નૌકાનગરીનું નામ મળેલું છે. સમુદ્રકિનારે, બીજી બાજુ રાંગીટોટો નામનો ટાપુ આવેલો છે. એમાં ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતને કારણે ઓકલેન્ડનું દશ્ય મનોહર લાગે છે. ઓકલેન્ડ વેપારી મથક છે. વિકટોરિયા માર્કેટમાં અને આસપાસનાં પરાંઓમાં થયેલાં નવાં બજારોમાં ઊનની, ચામડાની, લાકડાના કોતરકામની એમ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. ઓકલેન્ડમાં તાજેતરમાં બનાવાયેલી અદ્ભુત રચના “અંડર વૉટર વર્લ્ડ' છે. નીચે ભોંયરામાં જઈ ઉપર અને આસપાસ પારદર્શક કાચની કેબિનોમાં પાણીમાં તરતી શાર્ક માછલીઓ તથા વિવિધ પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36